જગત આખુ સંશોધન કરી કરીને અત્યારે આદુ અને સુઠની અગત્યતા સમજી રહ્યું છે ત્યારે ભારત તો આદુનું સેવન બાળપણથી જ કરવાનું મહત્વ સમજે છે અને આથી જ કહેવત છે કે, ‘જેની ર્માં એ સવા શેર સુઠ ખાધી હોય તે જ શક્તિશાળી બને’
ભારતીય મુળભૂત કહેવતોમાં અને ખાસ કરીને ગુજરાતમાં દાયકાઓથી કહેવાતી ‘કોની મા એ સવા શેર સુઠ ખાધી છે કે મારી સામે આવે’ના ઉપયોગમાં આદુના ઔષધીય ગુણોનું મર્મ રહેલું છે, આધુનિક તબીબી વિજ્ઞાન અને દવાના સંશોધનમાં દુનિયાને જે વાતો મોડે-મોડે સમજાય છે તેનો ખુબ જ સારી રીતે ઉપયોગ ભારતમાં દાયકાઓથી થતો આવે છે. તાજેતરમાં જ આવેલા સંશોધનમાં આદુને સમગ્ર વિશ્ર્વમાં મહત્વના પોષક તત્વ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે.
તાજેતરમાં જ પિટર નાયલ અને જ્યોર્જિયોની બુક ઓફ લકઝરીમાં આદુની આકૃતિવાળી બરણીને ફ્રન્ટ પેઝ પર મુકવામાં આવી હતી અને તે પ્રથમ ઈનામ જીતી ગઈ. આદુનું મહત્વ દુનિયાને અત્યારે સમજાયું. ભારત તો તેને સદીઓથી જાણે છે. આદુમાં રહેલા ઔષધીય ગુણ અને તેમાંથી બનતી આદુને માતાના ધાવણ સાથે જ બાળકોને આપીને તેને સમગ્ર જીવનમાં સશક્ત અને શક્તિશાળી બનાવવા માટે વધુમાં વધુ ઉપયોગ થાય તે આપણી કહેવતમાં પણ આદુનું મહત્વ સમજાવાયું છે.
નવજાત શિશુને સશક્ત બનાવવા માટે તેની મા ને સવા શેર સુઠ એટલે કે ૭૫૦ ગ્રામ આદુનું સેવન કરેલું હોય તો તે બાળક સર્વશક્તિમાન બની રહે છે.
સુઠનું સેવન કરવા માટે સુવાવડીને વિવિધ ઓસડીયા આપવામાં આવે છે જેમાં આદુના ડાયવર્ઝન સુઠનો ઉપયોગ કરવામાં આવે છે. આદુને શિયાળામાં મુખ્ય સેવન તરીકે લેવામાં આવે છે.
તુર્કી જેવા દેશો અને ખુબજ ઠંડા દેશોમાં આદુની ચોકલેટ બનાવવામાં આવે છે. આ ચોકલેટ અમેરિકાથી મંગાવવામાં આવે છે. ક્રિસ્મસના તહેવારોમાં જીંજર બ્રેડ જેવા વાનગી યુરોપમાં ખુબ જ ખવાય છે. અત્યારે કોવિડના સંક્રમણના દૌરમાં જ્યારે રોગ પ્રતિકારક શક્તિનું મહત્વ સમજાયું ત્યારે આ રોગ પ્રતિકારક શક્તિ સુઠમાં મળે છે. ભારતમાં સરકારે આદુની નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો છે. ઈંગ્લેન્ડમાં અત્યારે લોક વાયરના સમયગાળામાં આદુની ખેંચ વર્તાઈ રહી છે. ચીનમાં આદુનો પાક ફેઈલ જતાં આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યારે આદુની ખેંચ ઉભી થઈ છે. જો કે, ઔદ્યોગીક અને દૈનિક વપરાશમાં આદુનો પ્રભાવ રહેલો છે. આદુના મહત્વને ભારતમાં આદિકાળથી સમજવામાં આવ્યું છે. જ્યારે વિશ્ર્વને અત્યારે આદુની કિંમત સમજાય છે.