ત્રણ દિવસ પહેલા જ કામે રહેલા યુવાનને ચારથી પાંચ શખ્સોએ માર મારતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
રાજકોટ શહેરના ભક્તિનગર પ્લોટમાં રહેતા યુવાનને લોઠડા ગામે કારખાનામાં મેનેજરને પ્રશ્ન પૂછતા સિકયુરીટી ગાર્ડને માર માર્યોનું સિવિલ હોસ્પિટલમાં નોંધાયું છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભક્તિનગર પ્લોટમાં રહેતા અને લોઠડામાં જે.કે. ઈન્ફિલીટી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા રાહુલ રામપ્રસાદ પાંડે નામના 24 વર્ષના યુવાનને મેનેજર મુન્નાભાઇએ માર માર્યાનું પોલીસ ચોપડે નોંધાઈ છે.હોસ્પિટલના બિછાને રહેલા રાહુલ પાંડેએ જણાવ્યું હતું કે હજુ પોતે ત્રણ દિવસ પહેલા જ કામે લાગ્યો હતો. આજ રોજ વહેલી સવારે મેનેજર મુન્નાભાઈ આવ્યા હતા. રાહુલ ઓળખાતો ન હોવાથી તેને પૂછવા ગયા હતા કે તમે કોણ છો?જેના કારણે ઉશ્કેરાયેલા મેનેજર મુન્નાભાઈએ અને તેના સાગરીતોએ માર માર્યો હતો.