વોટ્સએપે સોશિયલ મીડિયાની દુનિયામાં ધૂમ મચાવી દિધી છે. એન્ડ્રોઈડ ફોન હોય તો તેમાં વોટસએપતો હશે જ આજ વોટ્સએપ લઈને આવી રહ્યું છે એક એવું ફીચર જેનાથી એન્ડ્રોઈડ અને આઇઓએસ પર સ્ક્રોલ બટન દ્વારા તમે તમારા ડેટાને ડિલીટ ફોર એવરીવન ફીચર્સમાં નાખી શકો છો.
વોટ્સએપ બીટ ઇન્ફૉ નામની વેબસાઇટનાં રિપોર્ટ પ્રમાણે વોટ્સએપ આ ફીચર્સ ટેસ્ટ કરી રહ્યું છે. જેમકે સર્વર કામ કરી રહ્યું છે અને સફળતાપૂર્વક મોકલાયેલાં મેસેજને રિકોલ કરી રહ્યું છે જેની માહિતી તેમણે ટ્વિટર પર પોસ્ટ કરી જણાવ્યુ હતું કે વોટ્સએપ અત્યારે સફળતાપૂર્વક મોકલાયેલાં મેસેજને રિકોલ કરી રહ્યું છે આ ફીચર્સ ટૂંક સમયમાં ઇનેબલ કરી દેવામાં આવશે. આ વેબસાઈટે જ એકવાર એ વાત પણ ટ્વિટ કરી હતી કે સેંટ મેસેજ ડિલીટ કરવા માટે વોટ્સએપ દ્વારા નવું ફીચર્સ વિકસવાયું છે, પરંતુ બાદમાં તેને બંધ કરી દેવાયુ જેની પર ફરીવાર કામ કરાય રહ્યું છે.