- બે સફેદ વાઘનો જન્મ થતાં ઝુમાં સફેદ વાઘની સંખ્યા 10 થઇ: માતા અને બચ્ચા પર સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર: ઝૂ પરિવારમાં આનંદની લાગણી
- પ્રદ્યુમન પાર્ક ઝુમાં સફેદ વાઘપણ કાવેરીએ બે તંદુરસ્ત વાઘ બાળને જન્મ આપ્યો છે. હાલ ઝુમાં સફેદ વાઘની સંખ્યા 10 થવા પામી છે.
રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે સફેદ વાઘણએ 02(બે) બાળ વાઘને જન્મ આપ્યો
આ અંગે વધુ માહિતી આપતા મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને બાગ બગીચા ઝૂ સમિતિના ચેરમેન સોનલબેન સેલારાએ જણાવ્યુંહતું કે, પ્રદ્યુમન પાર્ક ઝૂમાં બે બાળ વાઘને જન્મ આપ્યો છે.
સફેદ વાઘ નર દિવાકર તથા માદા વાઘણ કાવેરીના સંવનનથી 105 દિવસના ગર્ભાવસ્થાીને અંતે 30 માર્ચે સાંજના સમયે 2(બે) બાળ વાઘનો જન્મ આપ્યો છે. માતા કાવેરી દ્વારા બચ્ચાંકઓની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્ચા બન્ને તંદુરસ્ત છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્ચાંવઓનું સીસી ટીવીદ્વારા રાઉન્ડબ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
રાજકોટ ઝૂ ખાતે અગાઉ સફેદ વાઘમાં સફળ બ્રીડીંગ થયું છે.
નર વાઘ દિવાકર તથા માદા વાઘણ યશોધરાના સંવનનથી 6 મે 2015ના રોજ સફેદ બાળ વાઘ 01 માદાનો જન્મ થયો હતો. નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.16 મે 2015ના રોજ સફેદ બાળ વાઘ 04 માદાનો જન્મા આપ્યો હતો. નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા. 2 એપ્રિલ 2019ના રોજ સફેદ બાળ વાઘ 04 (નર-02 માદા-02)નો જન્મં થયો છે. નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.18 મે 2022ના રોજ સફેદ બાળ વાઘ 02 (બે) નરનો જન્મ થયો છે. નર વાઘ દિવાકર તથા માદા વાઘણ કાવેરીના સંવનનથી 5 ડિસેમ્બર 2022ના રોજ સફેદ બાળ વાઘ 02 (બે) નરને જન્મ આપ્યો હતા. નર વાઘ દિવાકર તથા માદા ગાયત્રીના સંવનનથી તા.25 માર્ચ 2024ના રોજ સફેદ બાળ વાઘ 02 (બે) નરનો જન્મ થયો હતો.
આમ સફેદ વાઘણ કાવેરી દ્વારા અત્યાાર સુધીમાં કુલ ચાર બચ્ચાં2ઓનો જન્મ આપી કાળજીપુર્વક ઉછેર કરવામાં આવેલ છે. રાજકોટ ઝૂ ખાતે અત્યાાર સુધીમાં 17 સફેદ બાળ વાઘનો જન્મ થયેલ છે.
વર્ષ 2014-15 દરમિયાન વન્ય પ્રાણી વિનિમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા મૈત્રી બાગ ઝૂ, ભીલાઈ (છતીસગઢ)ને સિંહ જોડી 1 આપવામાં આવી હતી. જેનાં બદલામાં મૈત્રી બાગ ઝૂ, ભીલાઈ દ્વારા રાજકોટ ઝૂને સફેદ વાધ નર દિવાકર, સફેદ વાધણ યશોધરા તથા સફેદ વાધણ ગાયત્રી આ5વામાં આવી હતા.
પ્રદ્યુમન પાર્ક ઝુ ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેનું નૈસર્ગીક વાતાવરણ સફેદ વાઘ તથા એશીયાઇ સિંહોને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહેલ છે. હાલ ઝૂ ખાતે સફેદ વાઘબાળ- 2નો જન્મ થતા સફેદ વાઘની સંખ્યા 10 થયેલ છે. જેમાં નર- 3, માદા- 5 તથા બચ્ચા-2નો સમાવેશ થાય છે.
હાલ ઝૂ માં જુદી જુદી 65 પ્રજાતિઓનાં કુલ-592 વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ નિદર્શન કરી શકે છે. રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે.
રાજકોટ ઝૂ દ્વારા અન્ય ઝૂને આપેલા સફેદ વાઘની વિગત
ક્રમ ઝૂની વિગત વર્ષ સફેદ વાઘની સંખ્યા
01 કાંકરીયા ઝૂ, અમદાવાદ 2017-18 સફેદ વાઘ માદા-01
02 છતબીર ઝૂ, પંજાબ 2019-20 સફેદ વાઘ માદા-01
03 રાજીવ ગાંધી ઝૂલોજીકલ પાર્ક, પૂના 2020-21 સફેદ વાઘ માદા-01
04 ઇન્દ્રોઘડા નેચર પાર્ક, ગાંધીનગર 2020-21 સફેદ વાઘ નર-01, માદા-01
05 ડો.શ્યા-માપ્રસાદ ઝૂલોજીકલ ગાર્ડન, સુરત 2021-22 સફેદ વાઘ નર-01, માદા-01
06 સક્કરબાગ ઝૂલોજીકલ પાર્ક, જુનાગઢ 2024-25 સફેદ વાઘ નર-01, માદા-01