ઉના તાલુકો પ્રાકૃતિક સંસાધન ધરાવતો તાલુકો છે લિલી નાઘેર ગણાતા આ તાલુકા માં કુદરતે દિલ ખોલી ને તાલુકા ના પેટાળ માં સફેદ પથ્થર આપ્યો છે અને આ પથ્થર સમગ્ર સૌરાષ્ટ્ર માં મશહૂર છે અને એની માંગ છે છેલ્લા કેટલાક સમય થી સમગ્ર તાલુકા માં બેફામ રીતે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે સમગ્ર તાલુકા માં અગણિત ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે અને તંત્ર ને જાણ સુદ્ધાં ના હોય તેવું બને નહીં નીચે ના લેવલ થી છેક ઉપલા લેવલ સુધી પ્રસાદ ધરાવાય છે અને ચાંદલા કરાય છે મહિને એકાદ વાર કહેવા ખાતર રેડ કરી ને તંત્ર સંતોષ માની લે છે સમગ્ર તાલુકા માં બેફામ પણે રોયલ્ટી ચોરી થાય છે સરકારી તિજોરી ને કરોડો નો ચૂનો લાગે છે ખનન માફિયા ઓ દ્વારા ડીઝલ ઉપર અને જનરેટર દ્વારા ચકરડી ઓ ચલાવી ને ઉના તાલુકા ના પેટાળ માં રહેલ અમૂલ્ય પથ્થર ને બેરોકટોક કાઢવામાં આવી રહ્યો છે ઘણી જગ્યા એ ફિલ્ટરિયા દ્વારા તો ઘણી જગ્યા એ લયબ ના પાવર ની ચોરી દ્વારા ખનીજચોરી થાય છે આખા તાલુકા માં આવીરીતે ખનીજ ચોરી થતી હોવા છતાં તંત્ર ને આ વાત ધ્યાને ના હોય તે કેવી રીતે બની શકે ?? આમ ને આમ ખનીજ ચોરી થાતી રહેશે તો ઉના ના પેટાળ માં પડેલ આ ખનીજ ખતમ થઈ જશે તાલુકા ના અમુક ગામો ઇકો સેન્સિટિવ ઝોન માં આવે છે ત્યાં પણ બેધડક ખનીજ ચોરી થાય છે જે સિંહ અને પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક છે આ ખનીજ ચોરી થી સરકાર ને પણ ભારે નુકશાની સહેવી પડે છે અને રોયલ્ટી ના કરોડો રૂપિયા ગુમાવા પડે છે ત્યારે ખાણ અને ખનીજ વિભાગ આળસ ખંખેરી ને આવા ખનીજ માફિયા પર લગામ કશે તે જરૂરી બન્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com