કપાસના ભાવમા અસ્થિરતા જોવા મળી છે ભાવમાં મોટા પ્રમાણમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. પરિણામે કાપડ ક્ષેત્ર માટે મુશ્કેલ સમય આવ્યો છે. કાપડ ઉદ્યોગ તરફથી રજૂઆતો મળ્યા બાદ, ધ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ એટલે કે સેબીએ એમસીએક્સ પર કોટન ફ્યુચર્સ ટ્રેડિંગને એક મહિના માટે સ્થગિત કરી દીધું છે. સ્પિનર્સ એસોસિએશન ગુજરાતના પ્રમુખ સૌરીન પરીખે જણાવ્યું હતું કે, “ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સમાં અટકળોને કારણે ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનને ઘણું નુકસાન થયું છે.
અમે ફ્યુચર્સ કોન્ટ્રાક્ટના વિરોધમાં નથી પરંતુ અમે જોયું છે કે કોન્ટ્રેક્ટ્સમાં બહુ ઓછું વોલ્યુમ, લિક્વિડિટી અને ડિલિવરી હોય છે. કેટલાક ફ્યુચર્સનો ઉપયોગ કરે છે. ભારતમાં કપાસના ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરો કરતા ઉંચા રાખવાના કરારો અને અમે કેન્દ્ર સરકારને એમસીએક્સ પરના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટને સ્થગિત કરવા રજૂઆતો કરી હતી. હાલમાં, ભારતીય કપાસ આંતરરાષ્ટ્રીય ભાવ કરતાં રૂ. 20,000 પ્રતિ કેન્ડી મોંઘો છે. કપાસના ભાવ મે મહિનામાં રૂ. 1.10 લાખ પ્રતિ કેન્ડી (356 કિગ્રા) સુધી પહોંચ્યા હતા અને જુલાઈમાં ઘટીને રૂ. 82,000 થયા હતા પરંતુ ફરી વધીને રૂ. 1 લાખ થયા હતા. આ વધારો ફ્યુચર ટ્રેડિંગને કારણે થયો છે. આ ભાવ વધારાને કારણે ગુજરાતમાં લગભગ 120 સ્પિનિંગ મિલો છે અને તેમાંથી મોટાભાગની 50% ક્ષમતા પર ચાલી રહી છે અને કેટલીક ઉત્પાદન બંધ કરી દીધું છે.