સૌરાષ્ટ્રની પાંચ સ્પીનિંગ મીલો બંધ જ્યારે 50 સ્પીનિંગ મિલો સપ્તાહમાં પાંચ દિવસ કાર્ય કરે છે
હાલ વધતા જતા કપાસના ભાવ ના કારણે દક્ષિણ ભારતમાં સ્પીનિંગ મિલો બંધ થઈ રહી છે. થવા પાછળનું મુખ્ય કારણ જે છે તે સામે આવી રહ્યું છે કે હાલ કપાસના ભાવમાં જે વિસંગતતા જોવા મળી રહી છે તેનાથી ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે પરિણામે મિલો બંધ થઈ રહી છે પૂર્વે સર્વપ્રથમ દક્ષિણ ભારતમાં મિલો બંધ થવાની શરૂ થયું હતું ત્યાર બાદ હવે 13 હેલો સૌરાષ્ટ્ર સુધી પહોંચી ગયો છે અને આશરે પાંચ જેટલી સ્પિનિંગ મિલ બંધ થઈ ગઈ છે જ્યારે 50 મિલો સપ્તાહમાં માત્ર ને માત્ર પાંચ દિવસ જ કાર્ય કરે છે.
ચાની સમયમાં પણ જો સ્થિતિ યથાવત રીતે જોવા મળી તો મિલો ને ઘણી નુકસાનીનો સામનો કરવો પડશે અને સામે કપડા ના ભાવ પણ આસમાને પહોંચશે. આ વિકટ પરિસ્થિતિને ધ્યાને લઇ સરકાર પણ હરકતમાં આવી ગઇ છે અને આ સ્થિતિનું નિર્ધારણ કેવી રીતે લાવી શકાય તે દિશામાં સતત કાર્ય હાથ ધરે છે. વેપારીઓને 40 પ્રતિ કિલો ની નુકશાની હાલ વેઠવી પડે છે જે પહેલા માત્ર 25 રૂપિયા કિલો ની થતી હતી. આંકડાકીય માહિતી મુજબ ગુજરાત રાજ્યમાં 120 સ્પિનિંગ મિલ ઓ આવેલી છે જે પૈકી 75 માત્રને માત્ર સૌરાષ્ટ્રમાં છે અને તેમાંથી પણ બાકી રહેલી 50 સપ્તાહમાં માત્ર પાંચ દિવસ જ ચાલુ રહે છે.
જાન્યુઆરી મહિનાથી જ કપાસના ભાવમાં 50 ટકા જેટલો વધારો નોંધાયો છે અને જે યાર્ન નો ભાવ છે તે પણ 21 ટકા વધી ગયો છે. જે ખર્ચ પરવડતું ન હોવાના કારણે ઉત્પાદન ઉપર હાલ રોકવામાં આવી છે અને મિલોને બંધ કરી દેવામાં આવ્યા છે. સ્પિનિંગ મિલ એસોસિયેશને સરકારને રજૂઆત કરી છે કે સરકાર આ સ્થિતિને ગંભીરતાથી ધ્યાને લઈએ અને જે પ્રશ્નો ઉભો થઇ રહ્યો છે તેના ઉપર ઝડપથી નિવેડો લાવે.