મહિન્દ્રા કંપનીમાં જેસીબી રાખવા અંગે જનશાળી ગામના ભરવાડ અને કોળી જુથ વચ્ચે શસ્ત્ર અથડામણ: બંને પક્ષે 23 શખ્સો સામે નોંધાતો ગુનો

પાણસીણા પાસે જનશાળી ગામે આવેલી મહિન્દ્રા કંપનીમાં જેસીબીનો કોન્ટ્રાકટ રાખવાના પ્રશ્ર્ને જનશાળીના ગામના ભરવાડ અને કોળી જુથ્થ વચ્ચે ચાલતી અદાવતના કારણે કરશનગઢ ખાતે આવેલી ખોડીયાર હોટલ ખાતે સશસ્ત્ર અથડામણ થઇ છે. પ્રાણઘાતક હથિયાર સાથે ઘિંગાણું ખેલાતા 12 વ્યક્તિઓ ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

પોલીસે બંને પક્ષે 23 શખ્સો સામે હત્યાની કોશિષ અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જનશાળી ગામે રહેતા અજીતભાઇ ગગજીભાઇ ગોહિલે તેના જ ગામના ટપુ છેલા ભરવાડ, લખમણ સવજી ઝાપડીયા, અરજણ રામસંગ મકવાણા, જીણા છેલા ભરવાડ, હરેશ ગણેશ ઝાપડીયા, પરેશ ટપુભાઇ ભરવાડ, દશરથ જીવણભાઇ ભરવાડ, અરવિંદ જીણાભાઇ ભરવાડ, કેતન જીણાભાઇ ભરવાડ, વિજય ખેતાભાઇ ભરવાડ, સુરેશ ખેતાભાઇ ભરવાડ, બાવળા તાલુકાના શિયાળ ગામના પ્રણવ સંગ્રામ ભરવાડ અને બળોલ ગામના લાલજી મેલાભાઇ ડાંગર સામે ફરિયાદ નોંધાવી છે.જયારે બળોલ ગામના લાલજી મેરામભાઇ ડાંગરે પાણસીણા ગામના તેજપાલસિંહ રાજપૂત, રાજપાલસિંહ રાજપૂત, જનશાળી ગામના સવજી ચતુર, અજીત ગગજી, દિનેશ સવજી અને ત્રણ અજાણ્યા શખ્સો સામે કુંડલીવાળી લાકડી અને છરીથી ટપુભાઇ છેલાભાઇ, સુરેશભાઇ સેતાભાઇ અને અરજણભાઇ પર ખૂની હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

Screenshot 3 12

ઘવાયેલા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.જ્યારે સામા પક્ષે સવજી ચતુર, ભરત, રાજેન્દ્રસિંહ, લાભાઇભાઇ, પ્રકાશ, રાજેશભાઇ, દિનેશભાઇ, મહેશભાઇ સવજીભાઇ અને સામજીભાઇ ઘવાતા તમામને બાવળા અને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.લીંબડી-બગોદરા હાઇવે પર કરશનગઢની સીમમાં આવેલી ખોડીયાર હોટલ ખાતે મહિન્દ્રા કંપનીમાં કોન્ટ્રાકટર રાખવા પ્રશ્ર્ને રજપૂત, ભરવાડ અને કોળી જુથ્થ વચ્ચે સશસ્ત્ર અથડામણ થયાની પોલીસને જાણ થતા ડીવાય.એસ. ચેતનભાઇ મુંધવા અને પાણસીણા પી.એસ.આઇ. આર.જે.જાડેજા સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા.

પાણસીણા નજીક આવેલા જનશાળી ગામે ચારકે વર્ષ પહેલાં મહિન્દ્ર કંપની કામ શરૂ થતા લાલજીભાઇ ડાંગરે માણસો પુરા પાડવાનો કોન્ટ્રાકટ મળ્યો હતો. પંરતુ બે વર્ષ પહેલાં પાણસીણા ગામના તેજપાલસિંહ રજપૂત અને જનશાળી ગામના ગગજીભાઇ ચતુરભાઇએ ભાગીદારીમાં મહિન્દ્રા કંપનીમાં માણસો પુરા પાડવાનું કામ સંભાળી લીધું હોવાથી બંને વચ્ચે મનદુ:ખ ચાલતુ હતું. દરમિયાન પરેશભાઇ ટપુભાઇએ મહિન્દ્રા કંપનીમાં કામ માટે જેસીબીનો કોન્ટ્રાકટર મળતા તેજપાલસિંહને સારૂ લાગ્યુ ન હતું અને તેઓએ ફોન કરી લાલજીભાઇ ડાંગરને ઓરીઝોન હોટલે ચર્ચા કરવા બોલાવ્યો હતો.

લાલજીભાઇ ડાંગર ઓરિઝન હોટલે તેજપાલસિંહને મળવા જતા હતા ત્યારે તેના ભાગીદાર પરેશભાઇ ટપુભાઇએ ફોન કરી ત્યાં ન જવા જણાવી ખોડીયાર હોટલ પાસે તેજપાલસિંહના ભાગીદારો સવજી ચતુર અને અજીત ચતુર સહિતના શખ્સો ઘાતક હથિયાર સાથે હોવાનું અને હુમલો કરવાનો પ્લાન બનાવ્યાની જાણ કરતા લાલજીભાઇ ડાંગર ઓરિઝન હોટલ ગયા ન હતા અને પોતાના સગા-સંબંધીઓ સાથે ખોડીયાર હોટલ ગયા ત્યારે સામસામે સશસ્ત્ર હુમલો થયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.