કપાસની ખેતીમાં માફક આબોહવાને લઇને ખેડૂતોએ વ્યાપક પ્રમાણમાં પાક ફેરબદલીમાં કપાસ પર પસંદગીનો કળશ ઢોળાયો
વરસાદની અનિયમિતતાને લઇને મગફળી સહિતના તેલીબિયાના બદલે ખેડૂતોએ કપાસ પર ભાર મૂક્યો
ગુજરાતના શંકર-6 જેવી ટોચની જાતના ગાંસડીના 52,000 જેટલાં ઉંચા ભાવ મળતા ખેડૂતો માલામાલ
ખેડૂતો માટે સફેદ સોનું એવું કપાસ આ વખતે ખેડૂતોને નિહાલ કરી દેશે. ગુજરાતમાં વરસાદ ખેંચાતા તેલીબિયાના પાકોના બદલે ખેડૂતો કપાસ તરફ વળ્યા છે. ખેડૂતો માટે સફેદ સોનું બની રહેલું કપાસ આ વખતે 1,650 રૂા. પ્રતિ મણના ભાવે વેંચાઇ રહ્યું છે ત્યારે આ વખતે પણ ખેડૂતોએ કપાસની વાવણીઓમાં સવિશેષ ચિવટ રાખી છે. ખરીફ મૌસમમાં વરસાદ ખેંચાતા અન્ય તેલીબિયાના વાવેતરમાં આવેલી ઓટનું ભારણ ઓછું કરવા માટે ખેડૂતોએ સૌથી વધુ ભાવે વેંચાતા કપાસ તરફ જોંક વધાર્યો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કપાસનું વાવેતર 10 ટકા વધ્યું છે. રાજ્યમાં જુલાઇમાં 15.72 લાખ હેક્ટર જમીનમાં કપાસ વવાયું હતું આ વખતે ખેડૂતોઓએ 16.50 લાખ હેક્ટરમાં કપાસની વાવણી કરી છે.
આ વર્ષે કપાસની ખેતીમાં અને ઉત્પાદનમાં 7 ટકા જેટલો ગયા વર્ષની સરખામણીમાં વધારો થયો છે. સૌરાષ્ટ્ર કોટન જીનર એસો.ના પ્રમુખ અરવિંદ પણ એ જણાવ્યું હતું કે વરસાદ ખેંચાતા મગફળી સહિતના તેલીબીયાની
વાવણીમાં ઘટાડો થયો છે. પરંતુ આ વખતે કપાસના ભાવ બમ્પર કહી શકાય તેવા 1,650 રૂપિયા 20 કિલોના ઉપજ્યા છે. ત્યારે ખેડૂતોએ કપાસના વાવેતરને ગળે વળગાળ્યું છે. કપાસના વાવેતર માટે આ વખતની વરસાદની ખેંચ સાનુકૂળ બની હોય તેમ 10 ટકા જેટલું વાવેતર વધ્યું છે. ગુજરાતમાં 15 ટકાના ધોરણે 2020માં 23 લાખ હેક્ટરનો વાવેતર થયું હતું. 2019માં 25.53 લાખ સુધી પહોંચ્યુ હતું. ઘરેલુ અને આંતર રાષ્ટ્રીય બજારમાં કપાસની માંગ 52,000 રૂપિયા ગાંસડીના પહોંચતા આ વખતે સૌથી વધુ ભાવ નિપજ્યા છે. ઉંચુ ગુણવત્તાવાળા શંકર-6ની ગાંસડીના ભાવ 52 હજાર પહોંચ્યા છે. આ વર્ષે કપાસના વાવેતરમાં 10 ટકાનો વધારો થયો છે અને કુલ 16.50 લાખ હેક્ટરમાં કપાસ વવાયો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાંક વર્ષોથી કપાસની ખેતીને બળ મળી રહ્યું છે.