કોઈપણ ઉંમરે શરીરના કોઈપણ ભાગમાં નાના ટપકાથી દેખાતા સફેદ દાગની યોગ્ય સમયે સારવાર કરવામાં ન આવે તો આ રોગ આગળ વધીને આખા શરીરમાં ફેલાઈ શકે છે
આયુર્વેદ, એલોપેથી અને હોમિયોપેથી ત્રણેય મુખ્ય સારવાર પધ્ધતિમાં સફેદ દાગની સારવાર ઉપલબ્ધ છે: આ રોગની ધૈર્યપૂર્ણ સારવાર કરવામાં આવે તો યોગ્ય પરિણામ મળતો હોવાનો ડોકટરોનો મત
માનવોમાં કોઈપણ ઉંમરે કોઈપણ પ્રકારની બિમારીઓનાં ચિન્હો વગર અચાનક નાના ટપકાથી સફેદ દાગ થવાની શરૂઆત થાય છે. આવા નાના પાયે શરૂ થતા સફેદ દાગના રોગની યોગ્ય સમયે સારવાર કરવામાં ન આવે તો ધીમેધીમે આ રોગ આખા શરીરમાં ફેલાઈ જાય છે. જેના કારણે આવા રોગનો શિકાર બનેલો દર્દી સામાન્ય વ્યકિત કરતા અલગ લાગવા માંડે છે.
સફેદ દાગ મોટી માત્રામાં શરીર પર દેખાવવા લાગે તો તેને દેશી ભાષામાં કોંઢ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે કોંઢને પૂર્વ જન્મના પાપ માનીને તેની કોઈ સારવાર ઉપલબ્ધ ન હોવાની માન્યતા પ્રવર્તે છે. કોંઢ થયેલા વ્યકિત સાથે સમાજ ઉપેક્ષાની દ્રષ્ટીથી જોવા લાગે છે. સફેદ દાગ કે કોંઢને ભારતની પૌરાણિક ચિકિત્સા પધ્ધતિ આયુર્વેદમાં સફેદ દાગને કુષ્ઠ રોગ તરીકે દર્શાવીને તેના વિવિધ પ્રકારો બતાવવામાં આવ્યા છે.
આયુર્વેદમાં કુષ્ઠ રોગના પેટા પ્રકારો પણ આપવામાં આવ્યા છે તેમાંથી કયા પ્રકારનાં કોંઢની સારવાર શકય છે. અને કયાં પ્રકારનાં કોંઢની સારવાર શકય નથી તેનો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે. આયુર્વેદીક સારવાર દરમ્યાન પરેજીની સાથે યોગ પ્રાણાયામ કરવાથી સારામાં સારા પરિણામો મળે છે.
રાજકોટની સરકારી આયુર્વેદ હોસ્પિટલના આયુર્વેદાચાર્ય ડો. જયેશ પરમારે અબતક સાથેની વાચતીમાં જણાવ્યું હતુ કે સામાન્ય રીતે આયુર્વેદમાં સફેદ ડાઘને કુષ્ઠ રીતે ઓળખવામાં આવે છે. એલોપેથીમાં તેને વીટીલીગો કહેવામાં આવે છે. આયુર્વેદમાં શુદ્ર કુષ્ઠ અને મહાકુષ્ઠ અમે બે પ્રકાર છે. શુદ્ર કુષ્ઠમાં ૧૧ પ્રકાર તેમજ મહા કુષ્ઠમાં ૭ પ્રકાર એમ કુલ ૧૮ પ્રકારનાં કુષ્ઠોનું વર્ણન જોવા મળે છે.
જેમકે કપલ, ઉર્દુમ્બર, ઋષ્યજીવક, પુંડરીક વગેરે કપાલ એટલે કે ફીકરા જેવું જેનો સ્પર્શ બરછડ જેવો લાગે થાય તેને કપાલ કહેવાય. ઉર્દુમ્બર એટલે ઉંબરાનું ફળ જેવા કલરનું હોય અને ઋષ્યજીવક એટલે હરણની જીભ જેવું કુષ્ઠ જુદા જુદા કુષ્ઠોની જુદી જુદી સારવાર છે.
આયુર્વેદમાં સાધ્ય તેમજ સાધ્યત્વની વાત કરવામાં આવી છે. સાધ્ય સાધ્યત્વ એટલે અમુક રોગો જે મટતા જ નથી અને અમુક રોગો જો ચોકકસ પ્રકારની પરેજી સાથે સારવાર લેવામાં આવે તો લાંબા સમયે ચોકકસથી મટી જાય છે. આયુર્વેદમાં જે કુષ્ટો અસાધ્ય છે તે કયારેય મટતા નથી જેમકે સંદી સ્થાનોમાં એટલે સાંધાની અંદર ગયેલો પુષ્ઠ, જાડી ચામડીમાં આવી ગયેલો કુષ્ઠ કયારેય મટતો નથી તેમજ વંશ પરંપરાગત કુષ્ઠ મટતો નથી. આહાર વિહાર, દુરાચારથી થતો કુષ્ઠ જો પરેજી પાળવામાં આવે અને સારવારની સાથે આયુર્વેદના નિયમોનું પાલન કરવામાં આવે તો ચોકકસ પણે મટી જાય છે.
હળદર, નીમ્બ, ગળો, કાથો, મજીઠ, ધમાસો, સુગંધી વાળા જેવી આયુર્વેદિક દવાઓની કાવો બનાવીને જો નયણા કોઠે પીવામાંવે અને તીખુ તળેલુ, આથાવાળા, મહેંદાની બનાવટવાળા ખોરાકો ન લેવામાં આવે તો કુષ્ઠ મટી શકે છે.અમારે ત્યાં આવતા સફેદ ડાઘના દર્દીઓમાં મોટા ભાગના દર્દીઓમાં કબજીયાત અને પિતની દુષ્ટી જોવા મળે છે. કબજીયાત અને પિતદ્રષ્ટિને કારણે પણ આ રોગ થતો જોવા મળે છે. જો કબજીયાત દૂર કરવામાં આવે અને પરેજી પાળવામાં આવે તો સાધ્ય કુષ્ટ મટાડી શકાય પણ અસાધ્ય કુષ્ટ મટાડી ન શકાય પણ તેની પર કાબલ તો જરૂર મેળવી જ શકાય.
સામાન્ય રીતે મહિલાઓમાં મેનોપોઝ બાદ આ ડાઘોમાં વધારો થાય છે. પણ જો તેનું નિદાન સચોટ રીતે કરવામાં આવે તો જ‚રથી મટી શકે છે. ધ્યાન, યોગ પણ કરવામાં આવે તો જે હોર્મોનલ અનબેલેન્સ થયા છે.તે દ્વારા પણ ઘણા દર્દીઓને રાહત જોવા મળે છે.
સાથે સાથે કોપરેલ પણ કુષ્ટના દર્દીઓને નવશેકુ કરીને લગાહવામાં આવે તો સા‚ પરિણામ મળી શકે છે. બાકુચી તેલનો ચોકકસ પ્રકારના કુષ્ટો માટે જ ઉપયોગ કરવામાં આવે છે.નિદાનમ્ પરીવર્જનમ્’ નિદાન એટલું મહત્વનું છે કે કારણ શું છે અને તેને દૂર કરવામાં આવે તો રોગદ્રષ્ટી દૂર થશય છે. નિદાન એટલે હેતુ અર્થાત્ કારણ જો કારણની સાથે સાથે પરેજી પાળવામાં આવે તો સારામા સા‚ પરિણામ મેળવી શકાય છે. પરેજીનું ખૂબજ જ મહત્વ છે.
જયારે, હાલમાં બહુપ્રચલીત એલોપેથી ચિકિત્સા પધ્ધતિમાં પણ સફેદ દાગ થવા પાછળ મેલેનોસાઈટ રંગાદ્રવ્યની ઉણપને મુખ્યત્વેક જવાબદાર માનવામાં આવે છે. એલોપેથીમાં સફેદ દાગને મટાડવા માટેની અનેક સારવાર ઉપલબ્ધ છે. ઉપરાંત આધુનિક સમયમાં શોધાયેલી સર્જરીથી પણ સફેદ દાગમાં ચામડીનો રંગ લાવી શકાય છે. તેવું એલોપેથીના સ્ક્રીન સ્પેશ્યાલીસ્ટ ડોકટરનું માનવું છે.
ભારતમાં આવી જ એક પ્રચલીત હોમિયોપેથીમાં સફેદ દાગ થવા પાછળ એલોપેથીની જેમ મેલેનોસાયટસને જવાબદાર માનવામાં આવે છે. માનસિક ટેન્શન સહિતના વિવિધ કારણોસર આ રોગ વધારે પ્રમાણમાં ફેલાતો હોવાની માન્યતા છે. સફેદ દાગ પર પધ્ધતિસરની હોમિયોપેથીક સારવાર કરવાથી હકારાત્મક પરિણામ મળી કે છે તેમ હોમિયોપેથીક ચિકિત્સકોનું માનવું છે.
સફેદ દાગ કે કોંઢનો ભોગ બનેલા મોટાભાગના લોકોને નાનપણથી આ રોગની શરૂઆત થયાનું બહાર આવ્યું છે. તેની તુરંત સારવાર કરવામાં આવે તો રોગ આગળ વધતો અટકી જાય છે. હાલમાં આ રોગ અંગે આવેલી થોડી જાગૃતિના કારણે લોકો સફેદ ડાઘને ચેપી નથી માનતા. પરંતુ આ રોગ અંગે ઉપેક્ષાની દ્રષ્ટિથી પુચ્છા જરૂર કરે છે. ઉપરાંત આ રોગ આનુવાંશિક મનાતો હો ભાવિપેઢીમાં આવવાની સંભાવનાથી આવા રોગનો ભોગ બનેલા લોકો સાથે લગ્ન કરવામાં સામાન્ય લોકો ડર અનુભવે છે.
સફેદ દાગ થવા પાછળનું મહત્વનું કારણ વિરૂધ્ધ આહાર: ડો. ગૌરાંગ જોષી
સફેદ દાગ અંગે અબતક મીડિયા સાથેની ખાસ વાતચીત દરમ્યાન આયુર્વેદ ચિકિત્સક ડો. ગૌરાંગ જોશીએ જણાવ્યું હતુ કે આયુર્વેદ એટલે જીવન કેવી રીતે જીવવું તે અંગેનું વિજ્ઞાન છે. આયુ એટલે જીવન અને વેદ એટલે જ્ઞાન એટલે કે જે જીવન જીવવાનું જ્ઞાન આપે તેને આયુર્વેદ કહેવામાં આવે છે.
આયુર્વેદમાં સફેદ દાગને શીત્ર તરીકે ઓળખવામાં આવે છે. કોઈપણ રોગ થવા પાછળના કારણો આયુર્વેદનાં સ્પષ્ટ જણાવવામાંવેલા છે. સફેદ દાગ થવા પાછળના ત્રણ મુખ્ય કારણો છે. એક છે આનુવંશિક એટલે કે દર્દીનાં માતા કે પિતાના કુટુંબમાં કોઈને પણ સફેદ દાગનો રોગ થયો હોય તો ૩૦ ટકા રોગ આવવાની સંભાવના રહે છે.
બીજુ કારણ દવાનો ખોટો ઉપયોગ લોકો દવાઓની આડઅસરા સમજયા વગર ખોટી દવાઓ લે તો તેનાથી પણ સફેદ દાગ થવાની સંભાવનાઓ છે ત્રીજુ અને મહત્વનું કારણ છે વિરૂધ્ધ આહાર કે જે અત્યારના સમયમાં ખૂબજ સામાન્ય થઈ ગયું છે. વિ‚ધ્ધ આહાર એટલે કે દુધની સાતે ફ્રુટ, દહી, છાસ ,લસણ, ડુંગળી, આથાવાળી વગેરે વસ્તુઓ ખાવી જે છે.
હાલમાં ગુજરાતમાં સફેદ દાગના રોગનું પ્રમાણ ૮ ટકા જેટલું છે. એટલે કે ૧૦૦માંથી ૮ લોકોને સફેદ દાગ થાય છે.જેનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. તેનું મુખ્ય કારણ વિરૂધ્ધ આહાર છે. ઉપરાંત, આધુનિક યુગમાં જોવા મળી રહેલા માનસિક તણાવ પણ આ રોગ પાછળ કઈક અંશે જવાબદાર ગણી શકાય છે.
આયુર્વેદમાં આચાર્ય ચટકે સફેદ દાગને સાધ્ય કષ્ટ સાધ્ય અને અસાધ્ય એમ ત્રણ વિભાગમાં વહેચ્યું છે. સાધ્ય એટલે કે સારી રીતે મટી શકે તેવા સફેદ દાગ પરંતુ તે માટેની પ્રથમ શરત એ છે કે જે પાંચ વર્ષથી વધારે જૂનુન હોવું જોઈએ જે સફેદ દાગ શરીરના એકબીજા ભાગો સાથે જોડાયેલા હોય તે મટી શકતા નથી સફેદ દાગથયા હેય તે જગ્યાએ આવેલા વાળ સફેદ થઈ ગયા હોય તો તે પણ મટી કતા નથી હાડકાના ભાગમાં થતા ફરી દાગ પણ મટી શકતા નથી.
સફેદ દાગની આયુર્વેદીક સારવારમાં મહત્વનું તત્વો છે આહાર અને વિહાર આહાર અને વિહારને જો પાળી શકાય તો જ આ રોગને કાબુમાં લઈ શકાય છે. જો સારવાર દરમ્યાન પરેજી નહી પાળવામાં આવે તો દવાની કોઈ અસર થતી નથી આયુર્વેદ મુજબ કોઈપણ રોગ થવાનું કારણ દૂર થાય તો જ તેની સારવાર શકય છે.
સફેદ દાગ થવા પાછળનું મુખ્ય કારણ વિ‚ધ્ધ આહાર છે. જેથી સારવારમાં સૌથી પહેલા દર્દીએ વિરૂધ્ધ આહાર છોડવાની તૈયારી રાખવી જોઈએ સાથે અનિયમિત જીવન શૈલી માનસિક તણાવ દૂર કરવું પડશે આયુર્વેદ સારવારમાં બાકુચીનું તેલ સફેદ દાગ પર લગાવવાનું હોય છે.આ તેલ લગાવ્યા પછી તે ચામડીમાં અંદર જાય પછી સૂર્યપ્રકાશમાં ૧૦ થી ૧૫ મિનિટ સુધી રહેવાનું હોય છે. આ પ્રક્રિયા ધીરજપૂર્ણ કરવી પડે છે. કોઈ દર્દીને અસર ૧૫ મિનિટમાં થાય છે તો કોઈ દર્દીને બે મહિનાનો પણ સમય પણ લાગી શકે છે.
આ બાકુચીનું તેલની સારવાર આયુર્વેદીક ડોકટરના માર્ગદર્શન હેઠળ જ કરવી જોઈએ નહિતર ખંજવાળ કે ફોલ્લી થવાની સંભાવનાઓ રહેલી છે. બે વર્ષ પહેલા અમેરિકાના હેટ્રોઈટા રાજયની એનરી ફોર્ડ હોસ્પિટલના ડીપાર્ટમેન્ટ ઓફ ડર્મેટોલોજી દ્વારા વીટીલીગો પર આંતરરાષ્ટ્રીય કક્ષાના એક સેમીનાર હતો. તેમાં મને આયુર્વેદીક નિષ્ણાંત તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતુ તેમાંમેં સફેદ દાગની આયુર્વેદીક સારવાર અંગેની પધ્ધતિ રજૂ કરી હતી.
એલોપેથીમાં સફેદ દાગની કોઈ જ સ્પષ્ટ સારવાર નથી જેથી આયુર્વેદીક પધ્ધતિથી સારવાર માટે રીસર્ચ કરવા માટે એગ્રીમેન્ટ કરેલા છે. આ રીસર્ચના ડેટા અને કલીનીકલ ટ્રાયલ ચાલુ છે. જે થોડા સમયમાં પૂર્ણ થશે. તાજેતરમાં અમેરિકાનાં ડર્મેટોલોજીસ્ટે હેન્ડબુક ઓફ વીટીલીંગો લખી છે. જેમાં આયુર્વેદનું પ્રકરણ સામે આવ્યું છે. આ બધાનો નીચોડ એ નીકળે છે કે અમેરિકા જેવા દેશોમાં પણ આ રોગ થાય છે. યુરોપનાં દેશોમાં પણ આ રોગનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યાંનાદેશોમાં વીટીબીગો રીહેબીલીટેશન સેન્ટરો પણ ચાલે છે.
સફેદ દાગ અંગે ભારતમાં અનેક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. આ રોગથી પીડાતા લોકોએક લઘુતાગ્રંહથી અનુભવતા હોય છે. આ રોગ કોઈ પણ દ્રષ્ટીએ ચેપી રોગ નથી, આ રોગથી જીવન‚મરણનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.આ રોગ અંગે ફેલાયેલી ગેરમાન્યતાઓને દૂર કરવા સેમિનારો રાખવા જોઈએ યોગ્ય સમયે, યોગ્ય પધ્ધતિથી સારવાર કરવામાં આવે તો આ રાગે મટી પણ શકે છે. આ રોગથી પીડાતા ભાઈઓ-બેનોના લગ્ન થવામાં મોટી સમસ્યા ઉભી થાય છે. જેથી એ જાગૃતિ લાવવાની જરૂર છે કે સફેદ દાગ થયો હોય તેની સાથે લગ્ન કરવાથી આવનારી પેઢીમાં સફેદ દાગ થવાની ૧૦૦ ટકા સંભાવના છે. તે હકિકતમાં આ ગેરમાન્યતા છે.
સફેદ દાગના કારણે પીડિતોને લગ્ન કરવામાં મુશ્કેલી પડે છે: પ્રવિણાબેન પાંડાવદરા
સફેદ દાગનો રાગેથી પીડાતા પ્રવિણાબેન પાંડાવદરાએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે હું ત્રીજા ધોરણમાં હતી ત્યારે મને સફેદ ડાઘ નીકળ્યા હતા પરંતુ ખૂબજ ઓછા હતા જેટલા હતા એટલે સ્થાયી હતા આંગળીઓમાં આંખપર, ગોઠણ પર અમે બહુ ઓછી જગ્યા પર હતા ત્યારે મેં સારવાર કરાવી હતી. પરંતુ તેનાથી કોઈ ફર્ક પડયો નહોતો મને સમાજમાં કયારેક કોઈ પણ વ્યંકિત તરફથી મારી આ બિમારીના કારણે અનાદર મળ્યો નથી.
પરંતુ હું સમાજમાં કોઈ પણ જગ્યાએ જત કયારેક ખચકાટ અનુભવતી મારી આ સફેદ ડાઘને લઈને ઘણી જગ્યાએ સંઘર્ષ કરવો પડયો છે જેમ કે કુટુંબમાં ગયા હોય કે મીત્રોની ઘરે ગયા હોય કોઈ પણ વ્યંકિત એકવાર એમ પૂછી જ લે કે આ કેવી રીતે થયા કે કાંઈક દવા કરાવો પછી આ ડાઘ થયા છે તો તમને કાંઈ થતુ નથી એવું પુછતા હોય છે.
સફેદ ડાઘ મને વારસાગત મળેલ નથી કેમકે મારા કુટુંબમાં તેમજ મોસાળ પક્ષમાં કોઈને સફેદ ડાઘ નથી માત્ર મને જ છે. મારા જીવનમાં સફેદ ડાઘ કેરીયરમાં કયાંય નડતર રૂપ બન્યા નથી પરંતુ જયારે લગ્નજીવનની વાત આવે ત્યારે લોકોની માન્યતા હોય કે આ ડાઘ ભવિષ્યની પેઢીને થાશે જેથી લગ્ન જીવનની શરૂઆતમાં ઘણી મુશ્કેલી પડે છે. કેમકે લોકો વિચારે છે આ ડાઘ ભવિષ્યમાં પેઢીને આવે જેથી આવા લોકો સાથે લગ્ન ન કરવા જોઈએ.
સફેદ દાગ માટે એલોપેથીમાં વિવિધ સર્જરીઓ સહિતની સારવારો ઉપલબ્ધ: ડો. આશા માત્રાવડીયા
સફેદ દાગ માટે એલોપેથી ઉપચાર પધ્ધતિમાં ઉપલબ્ધ સારવાર અંગેની વિગતો આપતા સ્ક્રીક સ્પેશ્યાલીસ્ટ ડો. આશા માત્રાવાડીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે સફેદ દાગ થવા પાછળના કારણોમાં પહેલુ કારણ આપણી ચામડીમાં કલર માટે જવાબદાર મેલેનોસાઈટ નામનું દ્રવ્ય ઓટો ઈમ્યુનલ સિસ્ટમના કારણે અચાનક નાશ પામે, બીજુ કારણ આનુવાંશિકતા, ત્રીજુ કારણ કુદરતી અચાનક આવતા માનસિક તણાવ, રાસાયણીક દ્રવ્યોનો વધારો, જંતુનાશક દવાઓનો વધારો વગેરે મુખ્યત્વે જવાબદાર ગણી શકાય છે. સફેદ દાગ થાય તે વારસાગત હોય હાડકા પર હોય હોઠ કે શરીરના અંદરના જીનેટલ ભાગો પર હોય તેને ઝડપથી મટાડી શકાતા નથી. તડકામાં કાળી પડેલી ત્વચા પર સફેદ દાગ આવે તો તેને મટાડવા અધરા છે. સફેદ દાગ એકદમ શ‚આતનાં તબકકામાં હોય, વારસાગતના હોય અને જયાં ‚ંવાટી હોય જયાં હોય તો તેને ચોકકસ સારવારથી મટાડી શકાય છે.
ઈમ્યુનીટીને સપ્રેસ કરવા માટે સ્ટીરોઈડના દવા આપવાની હોય છે. તે ખૂબજ કાળજીથી આપવાની હોય છે. આવી દવા કાળજી પૂર્વક મોનીટરીંગ કરીને આપીએ તો જેની આડ અસરો થતી નથી. પરંતુ અમુક ઉંમર પછક્ષ જેમકે ૩૦-૪૦ વર્ષ પછી દર્દીને હાઈપર ટેન્શન હોય, ડાયાબીટીસ હોય, થાઈરોઈડ હોય, વજન વધારે હોય તેને સ્ટીરોઈડની દવા લાંબા સમય સુધી આપીએ તો ચોકકસ આડ અસરો થઈ શકે છે. આ ઉપરાંત નેરોબેન્ડ યુવી થેરાપી એટલે કે ખાસ પ્રકારના સૂર્યના કિરણોની થેરાપી આપી શકીએ છીએ.તેનાથી સફેદ દાગ પર ધીમેધીમે ચામડીનો કબર આવતો જાય છે. આ થેરાપી બાળકોમાં, ગર્ભવતી મહિલાઓમાં પણ સલામત છે. ઉપરાંત બાળકોમાં આર્યન, કે વિટામીનની ઉણપ હોય છે તે પણ સાથે સાથે આપીએ તો ઝડપથી કલર આવી શકે છે.
સફેદ દાગ બિલકુલ ચેપી નથી આવા રોગના દર્દી સાથે સ્પર્શ કરવાથી કોઈ પણ પ્રકારે આ રોગ ફેલાતો નથી. સફેદ દાગ એ કુદરતી રોગ છે. તેમાં કોઈ જાનહાની નથી થતી કે શરીરની અંદરનાંકોઈપણ અંગને તેની અસર થતી નથી, ઘણા ચામડીના રોગોમાં લીવર કે કીડની કે આંખ પર અસર થાય છે. પરંતુ સફેદ દાગ માત્ર ચામડી પૂરતો જ મર્યાદીત રોગ છે.તેમાં ગભરાવાની કોઈ જરૂર નથી સફેદ દાગ વારસાગત છે એટલે ૨૫ ટકા ભાવિ પેઢીમાં આવવાની શકયતાઓ છે એટલે લોકો ગભરાતા હોય છે. હાલના સમયમાં સફેદ દાગની આધુનિક સારવાર ઉપલબ્ધ છે. ત્યારે લોકોએ ડરવું ન જોઈએ અને સફેદ દાગનું આનુવંશિકતાનું કારણ જે છે તે કુદરતી પણ કયારેય થઈ શકે છે.
સફેદ દાગ મટવો કે ન મટવો તે ઘણા બધા કારણો પર આધાર રાખે છે.કયાં ભાગમાં છે દર્દીની કેટલી ઉંમર છે. માનસીક તણાવ છે કે કેમ? બીજા રાસાયણીક સ્ત્રાવ વધ્યા છે કે કેમ? વગેરે બાબતો પર આધાર રાખે છે. નાના ભાગમાં થયેલો સફેદ દાગ ગમે તે ઉંમરમાં થયોં હોય તેની સારવાર શકય છે. આ સારવાર દરમ્યાન ડોકટરોનું સમયાંતરે માર્ગદર્શન લેવા ઉપરાંત વધારે વિટામીન સી વાળો ખોરાક લેવો ન જોઈએ વીટામીન સી વધારે લેવાથી મેલેનોસાઈટસ બનાવવાનું અટકાવે છે. સફેદ દાગ પર સર્જરી કરીને ચામડીનો કલર પણ હવે મૂકી શકાય છે. પંચગ્રાફરીંગ એટલે કે નોર્મલ ત્વચામાંથી નાના નાના કણો લઈને સફેદ દાગ પર મૂકી શકાય છે. બીજુ મેલેનોસાઈટસ ટ્રાન્સફર કલ્ચરા અને નોન કલ્ચર તેમાં રંગકણને જ લેબોરેટરીમાં મલ્પલ કલ્ચર બનાવીને તેનું પ્રવાહી સફેદ દાગ પર લગાવી શકાય છે. બાકી સ્ક્રીન ગ્રાફટીંગ પણ પ્લાસ્ટીક સર્જરીથી કરી શકાય છે.
હોમિયોપેથીની ધૈર્યપૂર્ણ સારવાર સફેદ દાગને જડમુળમાંથી મટાડે છે: ડો.સુભાષ પોકીયા
રાજકોટમાં લાંબા સમયથી હોમિયોપેથીની પ્રેકટીસ કરતા ડો.સુભાષ પોકીયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, સફેદ દાગ શારીરિક તકલીફ આપવા કરતા ચિંતા તણાવ ટેન્શન વધારે આપે છે. સાદી ભાષામાં સફેદ દાગ મટી શકે નહીં તેવી માન્યતા વધારે હોય છે પણ સફેદ દાગ ચોકકસ મટી શકે છે. સફેદ દાગ એટલે કોંઢ હોય એવું હોતુ નથી કોઢ તે આપણે અંધશ્રદ્ધાના ભાગરૂપે જોતા હોય છીએ.
સફેદ દાગથી કોઈ શારીરિક તકલીફ થતી નથી. જેમ કે દુખાવો બળતરા બસ દેખાવમાં સુંદરતાના ભાગમાં અડચણ થાય છે. સફેદ દાગ થવાના કારણોમાં વારસાગત, જીગ્નેટીક, અનુવાંશીક કારણો કહી શકીએ યંગ એજમાં કોઈ માનસિક તણાવ કોઈ આઘાત કે ચિંતા થાય અને શરીરમાં કોઈ ગ્રંથીમાં ઉણપ આવે છે ત્યારે સફેદ દાગ થઈ શકે છે. સફેદ દાગ થવાના કોઈ લક્ષણ હોતા નથી. શરીરના કોઈભાગમાં ઈજાના નિશાન રહી જાય તે ભાગમાં શરીરમાં રહેલ મેલેનીન નામનું તત્વ હટી જાય અને નોર્મલ સ્કીન થાવી જોઈ એ ના થાય તો સફેદ દાગ રહી જાય છે.
બીજુ શરીરમાં મેલેનીન ઓછું થાય છે તો સફેદ દાગ થવાની શકયતા વધી જાય છે. ચામડીના કલર માટે મેલેનીન રંગદ્રવ્ય ખુબ જ મહત્વનું છે. મેલેનીન ઓછુ થાય એટલે જ સફેદ દાગ થાય છે. શિયાળામાં તડકાનું પ્રમાણ ઓછુ રહેતુ હોય તો આપણે જોઈએ છીએ કે ચામડીના ગ્લોમાં સુધારો જોવા મળે છે. જયારે તડકામાં ચામડીનો કલર ડાર્ક થતો હોય છે. સુર્યપ્રકાશથી ચામડીને રક્ષણ આપવાનું એક તત્વ છે એ જયારે ઓછુ થાય શરીરમાં મેલેનીન બનવાનું ઓછુ થયું એ કારણ હોય છે. જેના લીધે શરીરમાં અમુક ભાગમાં અસર થતી હોય છે. સફેદ દાગની સારવાર હોમીયોપેથીમાં લાંબાગાળાની હોય છે. રોગ પ્રમાણે દર્દીની ઉંમર પ્રમાણે દર્દીને અલગ અલગ સમય લાગતો હોય છે. શરદી કે તાવ જેવા રોગો ઝડપી રીઝલ્ટ મળી શકે છે.
પરંતુ સફેદ દાગમાં ટાઈમ લાગે છે. દર્દીઓ મોટાપ્રમાણમાં અનેક સારવાર કરાવ્યા પછી અમારી પાસે આવતા હોય છે અને સફેદ દાગમાં તો કેટલા પ્રમાણમાં શરીર પર ફેલાયેલ છે તે પ્રમાણે વાર લાગતી હોય છે તો હોમીયોપેથીમાં કોઈ ટાઈમ ફિકસ નથી પરંતુ સમય મટાડવા માટે લાગે છે અને હોમીયોપેથી રોગને જડમુળથી મટાડે છે કેમ કે રોગના કારણને સમજીને દવા કરવામાં આવે છે. સફેદ દાગના ૧૦ દર્દી હોય તો દરેકની તાસીર અલગ હોય છે અને તેની દવા પણ અલગ-અલગ હોય છે. સામાન્ય વાત કરીએ તો ખાવાની ના પાડતા હોય છીએ. કોફી પણ પીવાની ના હોય છે તેની અસર દવામાં અવરોધ કરે છે.