- બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, 28મીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા
રાજ્યમાં આગામી 3 દિવસમાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે. હવાની દિશા બદલાતી હોવાથી આગામી 3 દિવસ ઠંડીનો ચમકારો રહેશે, કારણ કે, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, તો આગામી 5 દિવસ માટે સૂકું વાતાવરણ રહેશે અને 3 દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થશે.ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીમાં તારીખ 24, 25 અને 26માં વાદળછાયુ વાતાવરણ રહેશે તેવું જણાવ્યુ છે.
28-29 તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર છેક માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા છે તેવું પણ આગાહીમાં જણાવ્યુ છે.હવામાન ખાતાના જણાવ્યાં મુજબ પવનની દિશા બદલાતા વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યમાં પવનની દિશા બદલવાવવાની સાથે હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના વાયરા ફૂંકાઈ રહ્યા છે. પશ્ચિમ તરફથી આવતા ભેજવાળા પવનના કારણે અમદાવાદના લઘુત્તમ તાપમાનમાં બુધવારની સરખામણીમાં ગુરુવારે 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી બે દિવસ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. બે દિવસ બાદ ફરીથી તાપમાન વધવાની શક્યતા છે. હાલ બેવડી ઋતુ અનુભવાઇ રહી છે.
રાત્રે અને સવારે ઠંડીનો ચમકારો લાગે છે, જ્યારે દિવસે ગરમીનો અહેસાસ થાય છે. જ્યારે હાલ ઠંડીની વિદાયનો તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે આગામી ચાર-પાંચ દિવસ રાજ્યનું હવામાન કેવું રહેશે, તે અંગે હવામાન વિભાગે અપડેટ આપી છે. રાજ્યમાં તાપમાન અને વરસાદની શક્યતા અંગે હવામાન વિભાગે માહિતી આપી હતી.હાલ રાજ્યમાં ઉત્તર તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે ઠંડકમાં વધારો વર્તાઇ રહ્યો છે. ત્યારે ગઇકાલે બપોરે ગુજરાત હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે, ગુજરાતમાં 24 કલાક વાતાવરણમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય અને તાપમાનમાં પણ વધારો નહીં થાય.
- અમદાવાદ 12.1
- બરોડા 14.2
- ભાવનગર 16.2
- ડીસા 12.7
- દીવ 13.4
- દ્વારકા 19.0
- ગાંધીનગર 11.5
- નલિયા 10.0
- પોરબંદર 15.0
- રાજકોટ 11.9
- સુરેન્દ્રનગર 15.4
- વેરાવળ 17.9