એવું કહેવામાં આવે છે કે લગ્ન ફક્ત બે હૃદય અથવા તો બે વ્યક્તિનું જોડાણ નથી, પરંતુ તે બે પરિવારો પણ એક-બીજાની નજીક આવે છે. ભારતીય સંસ્કૃતિમાં લગ્નની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવે છે. છોકરાં અને છોકરીનાં ઘરનાં સાથીઓ ઘણા દિવસો અગાઉથી લગ્નની તૈયારીઓમાં જોડાયેલા હોય છે અને ખૂબ જ ધામ-ધૂમથી લગ્ન કરતાં હોય છે. લગ્ન એક પવિત્રવિધિ છે શાસ્ત્રો પ્રમાણે આ વિધિમાં છેતરપિંડી કરવી જોઈએ નહીં પરંતુ આ કળિયુગમાં લગ્નજીવનમાં છેતરપિંડીના ઘણા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યાં છે. આવી જ એક લગ્નમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે.

ઉત્તર પ્રદેશના અરૈયા ગામમાં આ છેતરપિંડીની ઘટના છે જ્યાં એક ખૂબ જ આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં વરરાજાની જોવાની ક્ષમતા નબળી હોવાને કારણે કન્યાએ લગ્ન કરવાની ના પાડી હતી. યુવતીના પિતાએ તેના પર છેતરપિંડીનો આરોપ લગાવી છોકરાના પરિવાર સામે એફઆઈઆર નોંધાવી છે.

unnamed file

ન્યૂઝ એજન્સી ANIના ટ્વિટ અનુસાર, અરૈયા જિલ્લામાં વરરાજાની જોવાની ક્ષમતા નબળી હોવાના કારણે કન્યાએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. યુવતીના પિતાનું કહેવું છે કે તેમને પોતાની દીકરીના લગ્નમાં આશરે 5 લાખ રૂપિયાનું નુકસાન થયું છે, તેમણે FIR પણ નોંધાવી છે, પરંતુ પોલીસે આ મામલે હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી. તે જ સમયે, કન્યા કહે છે કે તેના માતાપિતા સાથે છેતરપિંડી કરવામાં આવી છે. છોકરાના માતા-પિતાએ તેમને નહોતું જણાવ્યુ કે છોકરાને આંખોમાં કોઈ સમસ્યા છે. જાન નિકડવાની હતી તે દિવસે જ ખબર પડી કે જો તેના ચશ્મા કાઢી નાખવામાં આવે તો તો તે બિલકુલ જોઈ શકતો નથી.

તેથી લગ્નમાં જે ખર્ચ કરવામાં આવ્યો છે અને માલ ગયો છે તે પાછો મેળવો જોકે, યુવતીના માતા-પિતાએ છોકરાના પરિવારના સભ્યો સામે છેતરપિંડીનો આરોપ લગાવતા ફરિયાદ નોંધાવી છે. યુવતીના પરિવારના સભ્યો ઈચ્છે છે કે તેઓએ લગ્નમાં જે પણ ખર્ચ કરેલો છે તે રકમ અને જે વસ્તુઓ વપરાઈ છે તે પાછી મળવી જોઈએ. હવે એ જોવું રસપ્રદ બનશે કે પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.