રાજસ્થાનમાં ખાતાની ફાળવણીને લઈ ખેંચતાણનો અંત મુખ્યમંત્રી ગેહલોતે ગૃહવિભાગ સહિત ૯ ખાતા પોતાની પાસે રાખ્યા નાયબ મુખ્યમંત્રી પાયલટને પાંચ ખાતાની ફાળવણી
રાજસ્થાનમાં પોર્ટફોલિયો અફાવંટનને લઈ દિગ્ગજ નેતા અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચે સતાની સાંઠમારી થઈ રહી છે.જેને લઈ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી.
ગેહલોત ઉપરાંત અખીલ ભારતીય કોંગ્રેસ કમીટીના પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે અને વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ મુખ્યમંત્રીની પસંદગી માટે રાજયના પાર્ટી પર્યવેક્ષક હતા તેઓએ પણ રાહુલ સાથે મુલાકાત કરી.સુત્રોના જણાવ્યા પ્રમાણે ગેહલોત, પાંડે અને વેણુ ગોપાલે રાહુલ ગાંધી સામે ૧૫ ગુરૂદ્વારા રકાબગંજ રોડ ઓફીસ પર ‘વોકવોર’રૂમમાં દોઢ કલાક સુધી મીટીંગ કરી.
રાજસ્થાનના કલ્યાણસિંહ, ગેહલોત અને પાયલટની ઉપસ્થિતિમાં ૧૩ કેબિનેટ, ૧૦ રાજયકક્ષાના મંત્રીઓ અને ૨૩ મંત્રીઓએ શપથ લીધા.રાજભવનમાં આયોજીત સમારોહમાં ભાગ લેવામાંથી સીપી જોશી અને દીપેન્દ્ર સિંહ જેવા વરિષ્ઠ નેતાઓને બાકાત રાખવામાં આવ્યા અને કુલ ૧૮ નવા ચહેરાઓ ને રાજય મંત્રી મંડળમાં સામેલ કરવામાં આવ્યા.
મહત્વનું છે કે ખાતા ફાળવણીમાં પાયલટને પાંચ મહત્વના ખાતાની ફાળવણી કરવામાં આવી છે. મંત્રીમંડળના ગઠનના એક દિવસ બાદ રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ પાયલટે નજીકનાં દિવસોમાં જ પોતાના વિસ્તારનો સંકેત આપી દીધો હતો. તેમણે એમ પણ ઉમેર્યું હતુ કે ધણા નવા નેતાઓને કામ કરવાનો મોકો આપવામાં આવશે.
પાયલટનાઆ નિવેદનને કારણે કોગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓમાં નારાજગી જોવા મળી હતી. જેને નવી સરકારમાં મંત્રી પદથી વંચિત રાખવામાં આવ્યા હતા.સુત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી સાથે મીટીંગ કર્યા બાદ ખાતાની ફાળવણી કરવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રી ગેહલોતે ગૃહ વિભાગ સહિત ૯ ખાતા પોતાની પાસે રાખ્યા છે.
જયારે ઉપમુખ્યમંત્રી સચિન પાયલટને ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ સહિત પાંચ ખાતાની ફાળવણી કરવામાં આવી છે. મહત્વનું છે કે મંત્રીઓનાં વિભાગની ફાળવણીને લઈ બે દિવસથી સાંઠમારી ચાલી રહી હતી.