પત્ની ભરૂચમાં કોવિડ કેર સેન્ટરમાં ફરજ પર હોવાથી મયુરભાઈ ચૌધરી સોમનાથ ખાતે પુત્રને માતૃવાત્સલ્ય આપી બેવડી જવાબદારી અદા કરી
સોમનાથ-પ્રભાસપાટણનાં પોસ્ટ માસ્ટર મયુરભાઈ ચૌધરી કોરોના કાળમાં પોતાના ધર્મપત્ની સ્નેહાબેન ભરૂચ જિલ્લામાં કોરોના કોવિડ કેર સેન્ટરમાં દાખલ થતા દર્દીઓની સારી સેવા બજાવી શકે અને પુરતુ ધ્યાન આપી શકે તે માટે તેમના એક વરસ ત્રણ માસના પુત્રને તેની મા લાંબા કિલોમીટર દુર હોવા છતાં મયુરભાઈ રાષ્ટ્ર સેવા કાજે સવા વરસના પુત્ર સ્નેમને સોમનાથ પ્રભાસપાટણ સાચવી રહ્યા છે અને સ્નેમની માતા જેટલું જ સ્નેહ વાતસલ્ય આપી પ્રેરક જવાબદારી અદા કરી છે. ભરૂચ જિલ્લામાં લેબોરેટરી ટેકનીશીયનની ફરજ બજાવતા સ્નેહાબેનનું બાળક જો ત્યાં હોય તો મમતાને કારણે તેમની ફરજમાં વધુ ધ્યાન ન આપી શકે જેથી રાષ્ટ્ર માટે કઠણ કાળજું કરી માની મમતા જરૂર ખેંચાય છતાં રાષ્ટ્રનાં લોકો સારી રીતે સ્વાસ્થ્ય સાથે સાજા થાય તેવી ઉમદા ભાવના સાથે પુત્રને પોતાથી અલગ સોમનાથ ખાતે પિતાની દેખરેખમાં મુકી રાષ્ટ્રસેવામાં કાર્યરત છે.
પિતા મયુરભાઇએ બાળકની મા જેવી રીતે સેવા ઉછેર કરે તેવી જ રીતે ઉછેર કરી માની ભૂકિા અદા કરી રહ્યા છે. આસપાસના લોકો દોસ્ત, મિત્રો આ બાળકને રમાડી માની યાદ ન આવે તે માટે તેની સાથે રમત ગમત રમાડી આ સેવાભાવી દંપતિના કાર્યમાં સહયોગ આપી રહ્યા છે. આમ માતા હોવા છતાં જે કોરોના કોવિદ સેન્ટરમાં સરખી સારી સેવા બજાવી શકે તે માટે પિતા માતાની ભૂમિકામાં અને માતા પોતાના પુત્રનો દૂર વિયોગ સહન કરીને દરદીઓની સારસંભાળ વ્યસ્ત છે. આમ આને કહેવાય કોરોના યોઘ્ધા બિરદાવવા જેવી પ્રેરક વાત છે