સમાજમાં લાલબત્તી સમાન કિસ્સો
ઘરેથી જીદમાં નિકળી રાત સુધી રેસકોર્સમાં ચકર લગાવી થાકી હારેલી મુંજાયેલી બાળકી ‘શિકારીવરૂ’ની ભોગ બની
પુત્રને લેપટોપ અને મોબાઇલ લઇ દીધા બાદ પુત્રીએ કરેલી જીદના કારણે જીવન બરબાદ થયું
શહેરમાં વાલી માટે ચેતવણી રુપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં નિર્મલા રોડ પર રહેતા પરિવારમાં મોટાભાઈને મોબાઈલ અને લેપટોપ લઈ દીધા બાદ 10 વર્ષની દિકરીએ મોબાઈલની લેવાની જીદ પકડી હતી. મોડીરાત્રે ઘરમાંથી એકટીવા અને પિતાનો મોબાઈલ લઈને નીકળેલી આ બાળકીને યુવકે મદદ કરવાના બહાને હોટલ પાસે આવેલ પોતાની રુમમાં લઈ જઈ દુષ્કર્મ કર્યું હોવાનું બહાર આવ્યું છે.ગાંધીગ્રામ પોલીસે યુવકની ધરપકડ કરી છે.જાણવા મળતી વિગત મુજબ શહેરનાં પોશ ગણાતા નિર્મલા રોડ પર રહેતા વેપારી સંતાનમાં 16 વર્ષનો પુત્ર અને ધોરણ 5માં અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતી 10 વર્ષની પુત્રી છે.
વેપારીને પત્ની સાથે અણબનાવ થતા છુટાછેડા લીધા છે. પત્ની બીજા લગ્ન કરી મુંબઈ સ્થાયી થઈ ગઈ છે. પોતાના કામમાં વ્યસ્ત રહેતા વેપારી પુત્ર અને પુત્રીનાં ઉછેર બાબતે પુરતુ ધ્યાન આપી શકતા નહોતા. થોડા સમય પહેલા પિતાએ પુત્રને મોબાઈલ અને લેપટોપ લઈ દીધું હતું. બાદ દિકરીએ પણ પિતા પાસે મોબાઈલની જીદ પકડી હતી. પરતુ પુત્રી હજુ નાની હોય પિતાએ મોબાઈલ લેવાની ના પાડી હતી. પિતાથી નારાજ પુત્રી રવિવારે મોડીરાત્રે ઘરમાંથી પિતાનો મોબાઈલ ફોન અને એકટીવા લઈને ગુસ્સામાં નીકળી ગઈ હતી.
ઘરેથી નીકળ્યા બાદ ધોરણ 5માં અભ્યાસ કરતી આ બાળકીએ રાત્રે રેસકોર્ષ રીંગ રોડ પર ચક્કર લગાવ્યા બાદ કાલાવડ રોડ પર આવેલી કે.કે.હોટલમાં રુમ બુકીંગ માટે પ્રયાસ કર્યા હતાં. પણ હોટલના સચાંલકોએ રુમ આપવાની ના પાડી દીધી હતી. 10 વર્ષની દિકરી વહેલી સવારે મોબાઈલ ફોન પર પોતાની માસી સાથે ચેટ કરતા માસીએ ફોસલાવી પોતાના ઘરે બોલાવી હતી. ત્યાંથી બાળાને તેના વાલીના હવાલે કરવામાં આવી હતી.મોબાઈલની લાલચે ઘર છોડયા બાદ 10 વર્ષની બાળકી ગુમ થયાની જાણ મોડીરાત્રે વેપારી પિતાને થતા તેમણે શોધખોળ કરી હતી.
પરંતુ પુત્રીનો કોઈ પત્તો નહીં લાગતા મોડીરાતે ગાંધીગ્રામ પોલીસ મથકમાં પુત્રીના અપહરણની ફરિયાદ કરી દીધી હતી.બે દિવસ પહેલાની આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે ભોગ બનનાર નુ નીવેદનમાં હકીકત જણાવતા બાળાની એકલતાનો લાભ લઈ હોટલ પાસે જ રુમમાં રહેતો યુવાન બાળકીને મદદના બહાને તેના રુમમાં લઈ ગયો હતો. જ્યાં બાળાને ફોસલાવી તેના પર દુષ્કર્મ આચર્યુ હતું.
પોલીસે પોકસો અને દુષ્કર્મની કલમનો ઉમેરો કરી ગૌતમ જગદીશ ચુડાસમા નામના આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું સામે આવ્યુ છે. તેમજ નાની નાની બાબતમાં જીદ કરતી હતી. અને પોતાની જીદ સંતોષવા અગાઉ બે વખત ઘરેથી કહ્યા વગર નીકળી ગઈ હતી. પરંતુ આ વખતે તેને નરાધમ યુવક મળી જતા તેણીનો લાભ લઇ લીધો હતો.