દરેક સ્ત્રી પોતાની સુંદરતાનો ખાસ ખ્યાલ અખતા હોય છે. તેની સાથે ક્યારેક પોતાના હાથની કાળજી રખવાનું ભૂલી જતાં હોય છે. હાથનું ખ્યાલ રાખવો તે પણ ખૂબ અગત્યનું હોય છે. સૌથી વધુ ગૃહિણી ચેહરાનું જ ધ્યાન રાખતા હોય છે. ત્યારે હાથની પણ કાળજી તે વિશેષ ભૂમિકા ભજવે છે. તો હાથની સુંદરતા કઈ રીતે રાખવી તે અમુક નાની બાબતોથી રહી શકે છે. થોડું અલગ લાગશે પણ હા, તે પણ ખૂબ મહત્વની વાત છે. નાની વાત લગતી હોવાથી તેને ટાળી નાખવામાં આવે છે.
ઠંડા પાણીથી કાળજી લ્યો
સૌ પ્રથમ હાથની કાળજી રાખવા તો ઘણીવાર ગરમ પાણીથી ધોવા એવું ઘણા કહેતા હોય છે. ત્યારે ગરમ પાણીથી હાથ ના ધોવો અને વધુ પડતું ઠંડા પાણીનો કરો. આવું કરવાથી ત્વચા કોમાળ રહેશે અને તેનો ખ્યાલ રાખશે.
મસાજ કરવું
દરેક સ્ત્રી પોતાના ચેહરા પર કોઈ પ્રસંગોપાત કે અમુક સમય અંતરે મસાજ કે ફેસપેકનો ઉપયોગ કરતાં હોય છે. ત્યારે હાથને પણ તેવી જ રીતે સમય અંતરે મસાજ કરો. કોઈ ખાસ સ્ક્રબનો ઉપયોગ ના કરવો હોય તો ચણાના લોટથી મસાજ કરો. તે તમારા હાથને એકદમ કોમળ અને સુંદર બનાવશે. દિવસમાં કામકાજમાં સમય કાઢી આ રીતે ૧૨ મિનિટ કરો અને મસાજ કરો.
નખની કાળજી
જ્યારે સુંદરતાની વાત આવે તો ચેહરો સૌ પ્રથમ યાદ આવે પણ હાથની સુંદરતા રાખવી તે તમને વધુ સુંદર બનાવશે. ત્યારે હાથમાં નખ તે ખાસ ભૂમિકા ભજવે છે કોઈ તેને મોટા કરે તો કોઈ તેને વધવા જ ના દે ત્યારે નખની કાળજી રાખવી તે ખૂબ સરળ છે. તેને સમયસર કાપતા રહો અને મેડિકયુરનો લાભ લઈ તેની સાચવણી અને કાળજી લ્યો.