ભારતએ કલાનો દેશ છે જેમાં વિવિધ કલાનું પ્રદર્શન કરવા અનેક કાયક્રમો યોજાય છે અને આ કલા વિશ્ર્વ કક્ષાએ વર્લ્ડ રેકોર્ડ પણ સ્થાપિત કર્યા છે. જેમાં ફેબ્રુઆરીમાં વિશ્ર્વનું સૌથી ઉંચુ રેતી શિલ્પ બનાવવા માટેનો સુદર્શન પટ્નાયક દ્વારા વર્લ્ડ રેકોર્ડ સ્થાપત્યો હતો જે અંતર્ગત તેમણે ૧૪.૮૫ મીટર ઉંચી રેતીની ઇમારત બનાવી હતી જેને ચેલેન્જ આપતા જર્મનીનાં ડઇસબર્ગ શહેરના એક વ્યક્તિએ તોડ્યો છે. જેણે રેતીનો એક કિલ્લો બનાવ્યો છે જેને બનાવવામાં એ વ્યક્તિને સાડા ત્રણ અઠવાડિયા લાગ્યા હતા. જેમાં ૩૫૦૦ ટન રેતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેની ઉંચાઇ ૧૬.૬૮ મીટર હોવાથી ભારતનો પાછલા વર્લ્ડ રેકોર્ડ ૧૪.૮૪ મીટરની સરખામણીએ વધુ ઉંચો છે ત્યારે આ કલાનું મહત્વ સમજતા રેતીએ માત્ર રમવા માટે નહી પણ પોતાનામાં રહેલી આવડતને એક કલાત્મક રચનામાં બહાર લાવી આપણી સમક્ષ રજુ કરી છે. ત્યારે હવે ફરી આપણ ભારતને આ વર્લ્ડ રેકોર્ડમાં પ્રથમ સ્થાને લાવવા ભારતીય કલાકાર સુદર્શન પટ્ટનાયક દ્વારા અથવા બીજા કોઇ કલાનાં પ્રેમી દ્વારા નવા વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી શ‚ થઇ છે કે નહી શું ફરી આ પ્રકારનો દુનિયાનું સૌથી ઉંચી રેતીની મન્યુમેન્ટ બનાવવાનો રેકોર્ડ ભારતના નામે થશે…?  તે જોવુ રહ્યુ..

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.