સ્વસ્થ રહેવા માટે પાણી પીવા સાથે સાથે પાણીની ગુણવત્તાનું ધ્યાન રાખવું જરૂરી છે. તેમજ પાણી પીવા અંગે ઘણી વાતો થાય છે, પણ શું તમે જાણો છો કે, સ્વસ્થ જીવન માટે એ પણ જરૂરી છે કે, તમે પાણી કેવા વાસણમાં રાખો છો, અને કેવા પાત્ર કે બોટલમાં પાણી પી રહ્યા છે.
પ્લાસ્ટિક, સ્ટેનલેસ સ્ટીલ, એલ્યુમિનિયમ કે કોપરની કઈ બોટલ તમારા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે, અને આ બોટલો બજારમાંથી ખરીદતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
પ્લાસ્ટિક બોટલ
પ્લાસ્ટિકની બોટલો ખરીદવા માટે સસ્તી અને લઈ જવામાં સરળ હોવા છતાં, તે તમારા સ્વાસ્થ્ય માટે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. તેમજ ગરમી અને સૂર્યપ્રકાશને કારણે, આ બોટલોમાંથી હાનિકારક રસાયણો પાણીમાં ભળી જાય છે, અને આરોગ્યને ભારે જોખમમાં મૂકે છે.
મળતી માહિતી મુજબ ઉલ્લેખનીય છે કે, આ પ્લાસ્ટિકની બોટલોમાં બિસ્ફેનોલ A અને રાસાયણિક ઘટક પણ જોવા મળે છે, જે પ્લાસ્ટિકની વસ્તુઓને મજબૂત બનાવે છે. પ્લાસ્ટિકની બોટલોમાં પાણી રાખવાથી આ રસાયણો શરીરમાં પ્રવેશે છે, જે સ્થૂળતા, પ્રજનન સંબંધી સમસ્યાઓ અને કેન્સર જેવી બીમારીઓનું જોખમ વધારી શકે છે.
મેટલ બોટલ છે બેસ્ટ
પ્લાસ્ટિકની બોટલોથી થતા નુકસાનનો તમે અંદાજો લગાવ્યો જ હશે. ત્યારે આ સ્થિતિમાં, તમારે એ પણ જાણી લેવું જોઇએ કે, આના બદલે તમે મેટલ બોટલનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત પ્લાસ્ટિકની તુલનામાં તેઓ થોડા મોંઘા હોઈ શકે છે, પરંતુ એકવાર ખરીદ્યા પછી, તે લાંબા સમય સુધી ચાલે છે.
આ ઉપરાંત તેઓ પાણીમાં હાનિકારક રસાયણો પણ છોડતા નથી. તે પાણીનું તાપમાન પણ જાળવી રાખે છે, જેમ કે ઠંડુ પાણી લાંબા સમય સુધી ઠંડુ રહે છે અને ગરમ પાણી લાંબા સમય સુધી ગરમ રહે છે.
સ્ટેનલેસ સ્ટીલ બોટલ
જો તમે ટકાઉ વિકલ્પ શોધી રહ્યા છો, તો આ કિસ્સામાં સ્ટેનલેસ સ્ટીલની બોટલ શ્રેષ્ઠ છે. તેઓ પાણીને ખતરનાક રસાયણોથી સુરક્ષિત રાખે છે એટલું જ નહીં, તેમને કાટ લાગવાની સમસ્યા પણ નથી. તેમજ આ સિવાય આમાં પાણીનો સંગ્રહ કરવાથી તેના સ્વાદ પર અસર થતી નથી. આ બોટલ સાફ કરવામાં સરળ છે, અને ગંધ વગેરેથી પણ મુક્ત રહે છે.
એલ્યુમિનિયમ બોટલ
એલ્યુમિનિયમની બનેલી બોટલો વજનમાં હલકી હોવા ઉપરાંત સસ્તી પણ હોય છે. તેમાં કોઈ શંકા નથી કે આ પ્લાસ્ટિક કરતાં પર્યાવરણ માટે વધુ સારા છે. જોકે, ઘણા લોકો તેનો ઉપયોગ કરવાનું ટાળે છે. કારણ કે, વધુ પડતા ઉપયોગ પછી, એલ્યુમિનિયમ વાસણોમાંથી બહાર નીકળવાનું શરૂ કરે છે, જે શરીરમાં પ્રવેશ કરી શકે છે, અને ડિમેન્શિયા અને એનિમિયા જેવી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. તેમજ ઉલ્લેખનીય છે કે, તે તમને લીવર અને પેટ સંબંધિત સમસ્યાઓ પણ આપી શકે છે.
તાંબાની બોટલ
એવું માનવામાં આવે છે કે, તાંબાની બોટલ પાચન માટે સારી છે, અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે, પરંતુ તે એસિડિક પીણાં સાથે પ્રતિક્રિયા કરીને રંગ બદલી શકે છે, અને પીણાનો સ્વાદ મેટાલિક આવી શકે છે. તેમજ ઉલ્લેખનીય છે કે, સમસ્યા માત્ર સ્વાદની જ નથી, આવા ડ્રિંક્સનું વધુ પડતું સેવન સ્વાસ્થ્યને ઘણા નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં તમારે તેનાથી પણ બચવું જોઈએ.
મેટલની બોટલ ખરીદતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન
તમે જે બોટલ ખરીદો છો તેના કોટિંગ પર વિશેષ ધ્યાન આપો, આવા કોટિંગને પ્રાધાન્ય આપો જે બિન-ઝેરી અને ખોરાક સલામત હોય. આવી સ્થિતિમાં, ઉત્પાદનની અંદર હાનિકારક રસાયણો આવવાનું કોઈ જોખમ નથી.