PM મોદી એવો ફોન યૂઝ કરે છે જેને કોઈ ટ્રેસ કે હેક નથી કરી શકતું. સુપર્બ સિક્યોરિટી અને ઉત્તમ ફેસિલીટીવાળા આ ફોનને કોણે તૈયાર કર્યું? આ ફોનનાં ફિચર્સ તેમજ ટેકનોલોજી જાણીને તમે પણ ચોંકી જશો.

આ ફોનનો ઉપયોગ કરે છે PM મોદી

PM નરેન્દ્ર મોદી વાતચીત માટે સેટેલાઈટ કે RAX(રેસ્ટ્રિક્ટેડ એરિયા એક્સચેન્જ) ફોનનો ઉપયોગ કરે છે. રિપોર્ટ અનુસાર આ ફોનને PM મોદીની સેફ્ટીને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ ફોન એન્ક્રિપ્ટેડ છે જેમાં એક ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

images 5

પ્રધાનમંત્રીનો ફોન હેક કરવું અશક્ય

પ્રધાનમંત્રીનાં આ ફોનને હેક કે ટ્રેસ કરવું શક્ય નથી. કારણકે આ ફોન મિલિટ્રી ફ્રીક્વેંસી બેન્ડ પર કામ કરે છે.

ફોનનું નામ

01 Android or iPhone Which Phone does PM Narendra Modi vouch for
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે ફોનનો ઉપયોગ કરે છે તેનું નામ ‘રૂદ્રા’ છે અને આ ફોનને ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોરમેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

ખાસ ઓપરેટિંગ સિસ્ટમ

આ એક એન્ડ્રોઈડ ફોન છે પરંતુ તેમાં એક સ્પેશિયલ ઓપરેટિંગ સિસ્ટમ ઉપયોગમાં લેવાઈ છે. આ ડિવાઈઝમાં સેફ્ટીનાં અનેક ફીચર્સ આપવામાં આવ્યાં છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને સાઈબર અટેકથી બચવા માટે રૂદ્રા ફોનમાં ઈનબિલ્ટ સિક્યોરિટી ચિપ લગાડવામાં આવી છે.

કોણ રાખે છે દેખરેખ?

નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન અને ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોરમેશન ટેકનોલોજી વિભાગ જેવી એજન્સીઓ સતત તેમના ફોનની દેખરેખ કરે છે.

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.