દુબઈના શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મુખ્તુમે લતીફાને ત્રણ વર્ષ સુધી કેદી બનાવી હોવાનો પુત્રીનો દાવો
પોતાની ઉપર ગુનાનો આરોપ આવ્યા બાદ દુબઈથી ભાગેલી શેખની દિકરી હવે લાપતા છે. તેના મિત્રોનું કહેવું છે કે જયારે છેલ્લે અરબ સાગરમાં તેને બોટમાંથી પકડવામાં આવી હતી માટે તેને ફરીથી દુબઈ લાવવામાં આવી હતી. જણાવી દઈએ કે દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મખ્તુમની પુત્રી શેખ લતીફાએ દાવો કર્યો હતો કે તે સામાન્ય છોકરીની માફક જીંદગી જીવવા માંગે છે અને તેની તે દુબઈ છોડવા મજબુર બની હતી.
જોકે શેખ લતિફા વિશે કોઈપણ જાણકારી મળી નથી પરંતુ ફ્રાંસના પૂર્વ જાસુસ હવે જોબર્ટે કહ્યું કે તેણે રાજકુમારીને દુબઈથી ભાગવામાં મદદ કરી હતી. આ મામલે દુબઈ સરકાર અને એમીરેટસના અધિકારીઓએ સમાચાર એજન્સીના સવાલોના જવાબ આપ્યા નથી. લતીફાએ ભાગી ગયાના ૪૦ મિનિટ બાદ વિડીયોમાં દાવો કર્યો હતો કે તેના પિતાએ તેને ત્રણ વર્ષ સુધી કેદી બનાવી રાખી હતી. લતીફાનું કહેવું છે કે તેણે પહેલા પણ ભાગવાના પ્રયત્નો કર્યા પરંતુ તે નાકામ રહી.
બાદમાં તે ભાગી ન જાય માટે સુરક્ષક પણ વધારી દેવામાં આવી હતી. જોકે દુબઈના શેખે ૬ લગ્ન કર્યા છે. તેથી તેના ૩૦ બાળકો છે. જેમાં ઘણી પુત્રીઓના નામ લતીફા છે. તેની સંતાનોમાંથી અમુક સોશિયલ મીડિયા પર એકટીવ રહે છે પરંતુ અમુકને તો ભાગ્યે જ કોઈ ઓળખતું હશે. હવે ઘણી બધી લતીફામાંથી આ કઈ લતીફા ગુમ છે એતો આવનારો સમય જ કહેશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com