આજે આપણે ઘરમાં સુરક્ષિત છીએ તો તેના માટે ભારતીય સૈનાંનો આભાર માનવો જોઈએ કારણ કે તેઓ દેશની સરહદ પર દિવસ રાત રહીને પોતાનું બલિદાન આપીને દેશની સુરક્ષા કરે છે દેશ પર આવેલો સંકટ તેઓ દૂર કરીને દેશની પ્રજાને સુરક્ષિત અને ખુશ રાખે છે. આપણી આવી બહાદુર ઇન્ડીયન આર્મીને સન્માનિત કરવા માટે ભારતમાં 15 જાન્યુઆરીના રોજ ‘ સેના દિવસ ‘
ઊજવવામાં આવે .સૈનિકોને પોતાની કામગીરી બદલ ભારત સરકાર દ્વારા મેડલ આપવામાં આવે છે તો જાણીએ ભારતના સૈનિકોને કેવા પ્રકારના મેડલ આપવામાં આવે છે :
પરમવીર ચક્ર :
પરમવીર ચક્રને ભારતીય સૈન્યનું ઘરેણું માનવામાં આવે છે.આ ચક્ર કોઈ પણ સેનાનીને તેની બહાદુરી અને બલિદાન માટે આપવામાં આવે છે.આ એવોર્ડની સ્થાપના 26 જાન્યુઆરી 1950નાં રોજ કરવામાં આવી હતી.
અત્યાર સુધીમાં 21 વ્યક્તિઓને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે.પ્રથમ પરમવીર ચક્ર મેજર સોમનાથ શર્માને 3 નવેમ્બર 1947માં આપવામાં આવ્યું હતું. વર્તમાનમાં પરમવીર ચક્રનાં જીવિત વિજેતા – યોગેન્દ્ર સિંહ યાદવ, બન્ના સિંહ, રાઇફલ મેન સંજય કુમાર છે.
મહાવીર ચક્ર :
પરમવીર ચક્ર બાદ ભારતનો બીજા નંબરનો વીરતા પુરસ્કાર છે .કોઈ પણ સ્થળે દુશ્મનોની હાજરીમાં વીરતા પ્રાપ્ત કરવા બદલ આ પુરસ્કાર આપવામાં આવે છે.
ઈ.સ 1950માં આ એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી
> અત્યાર સુધીમાં 218 સૈનિકોને આ એવોર્ડને પ્રાપ્ત કર્યો છે.
વીર ચક્ર :
વીર ચક્ર એ ભારતનો ત્રીજો અને સર્વોચ્ચ મેડલ છે.આ એવોર્ડ દુશ્મનોનીહાજરીમાં ભૂમિ પર,સમુદ્રમાં અથવા તો હવામાં બહાદુરી ભર્યા કર્યો કરવા માટે આપવામાં આવે છે.
અત્યાર સુધીમાં આ એવોર્ડ 1322 સૈનિકોને આપવામાં આવ્યો છે.
અશોક ચક્ર :
ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવેલો ઊચ્ચ વીરતા પુરસ્કાર છે. આ એવોર્ડ સૈનિકોને તેમની બહાદુરી,શૂરવીરતા માટે આપવામાં આવે છે ખાસ કરીને આ એવોર્ડ આત્મ બલિદાન કરનારા સૈનિકોને આપવામાં આવે છે.
આ એવોર્ડની સ્થાપના ઈ.સ 1952માં કરવામાં આવી હતી.
> સૌ પ્રથમવાર આ એવોર્ડ ઇ. સ. 1952માં બહાદુર થાપાને આપવામાં આવ્યો હતો
શૌર્ય ચક્ર :
શૌર્ય ચક્રને કીર્તિ ચક્ર સમાન જ ગણવામાં આવે છે.આ ચક્ર બળવા વિરોધી કામગીરી અથવા તો શાંતિ સમય દરમિયાન દુશ્મનો સામે જે કાર્યો કરવામાં આવ્યા હોય તેવા લોકોને આપવામાં આવે છે.
પ્રથમ એવોર્ડ ઈ.સ 1952માં આપવામાં આવ્યો હતો.
કીર્તિ ચક્ર :
શૂરવીર સૈનિકોને સન્માનિત કરવા માટે 4 જાન્યુઆરી 1952નાં રોજ અશોક ચક્ર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો જેને 27 જાન્યુઆરી 1962 કીર્તિ ચક્ર નામ આપવામાં આવ્યું
> અત્યાર સુધીમાં 198 લોકોને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.