વર્તમાન સમયમાં સમસ્ત વિશ્વએ વ્યાપક અર્થમાં આર્થિક સ્થિરતા અને સધ્ધરતા પ્રાપ્ત કરવી હોય તો એનો એક જ ઉપાય છે. પૂરતી સંખ્યામાં સારી નોકરીઓ ઊભી કરવી. સતત નવા રોજગારનું સર્જન એક મુખ્ય અને સામુહિક પડકાર છે.ત્યારે આવતા દિવસોમાં ટેકનોલોજીક્ષેત્રે વિવિધ 15 “હોટેસ્ટ” જોબની તક આજની યુવા પેઢીને મળશે.
વ્યવસાયિક સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ લિંક્ડઇને 2020 માં ભારતમાં ટોચની 15 ઉભરતી નોકરીઓ જાહેર કરી છે.અહેવાલ મુજબ, જાવાસ્ક્રિપ્ટ ડેવલપર, બ્લોકચેન ડેવલપર જેવી નોકરીઓ 2020 માં સૌથી વધુ જરૂરિયાત વાળી જોબ હશે. લગભગ 20 મિલિયન નોકરીઓ લિંક્ડઇન પર પોસ્ટ કરવામાં આવી છે.
ભારતમાં 5,00,000 નોકરીઓ સહિત. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ને લગતી જોબની માંગ પણ કરવામાં આવશે. ચાલો જોઈએ 2020 ની 15 ‘હોટેસ્ટ’ નોકરીઓ અને તેનું લોકેશન કે જ્યાં કર્મચારીઓની જરૂર પડી શકે છે.
1:બ્લોકચેન ડેવલોપર: જોબ લોકેશન(નવી દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ)
બ્લોકચેઇન ટેકનોલોજી જેને ડિજિટલ ખાતાવહી તરીકે પણ ઓળખી શકાય છે. બ્લોકચેઇન દ્વારા જે યુઝર વચ્ચે ટ્રાન્ઝેક્શન થાય તેની ઓળખ થતી નથી. પરંતુ બ્લોકચેઇનમાં તેનો રેકોર્ડ રહે છે.બ્લોકચેઇન ટેકનલોજી ટ્રાન્સપરન્ટ છે, કારણ કે ચેઇનમાં જોડાયેલા દરેક યુઝર્સ પાસે ટ્રાન્ઝેક્શનની જાણકારી રહે છે. ઉપરાંત દરેક ટ્રાન્ઝેક્શનના રેકોર્ડ એક સાથે ઘણી જગ્યાએ રહે છે.
2:આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ સ્પેશિયાલિસ્ટ: જોબ લોકેશન (બેંગ્લોર, પુણે, હૈદરાબાદ)
આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ આજે વિશ્વમાં ટેક્નોસેવી લોકો માટે સૌથી વધુ ચર્ચા અને ઉત્સુક્તા જગાવનાર વિષય બની રહ્યો છે. Artificial Intelligence (AI) એટલે મશીન્સ દ્વારા પ્રદર્શિત થતી ઇન્ટેલિજન્સી. આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સની ટ્રેડિશનલ ડેફિનેશન પ્રમાણે આવા મશીન માનવી જેટલી સહજતાથી દરેક કાર્યને કરી શકે છે.
3.જાવાસ્ક્રીપ્ટ ડેવલોપર: જોબ લોકેશન (બેંગ્લોર, મુંબઇ, હૈદરાબાદ)
જાવાસ્ક્રીપ્ટ ડેવલોપરમાં પણ આવતા દિવસોમાં વિપુલ તકો આવાવ જય રહી છે જે યુવાનો માટે આશીર્વાદ રૂપ શાબીત થશે.
4. રોબોટિક પ્રોસેસ ઓટોમેશન સલાહકાર: જોબ લોકેશન (બેંગ્લોર, મુંબઇ)
ટેક સર્વિસીસ અને બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ (બીપીએમ) કંપનીઓમાં રોબોટિક પ્રોસેસ ઓટોમેશન સલાહકારની તકો આવાવ જઇ રહી છે. જુદા જુદા કાર્યોમાં રોબોટિક પ્રોસેસ ઓટોમેશન (આરપીએ) તકનીકનો ઉપયોગ કરીને રોલ ક્રિએટ થયા છે.
5.ગ્રોથ મેનેજર: જોબ લોકેશન (ગુડગાંવ, બેંગ્લોર, નોઈડા)
6. સાઇટ રિલીબિલીટી એન્જિનિયર: જોબ લોકેશન (બેંગ્લોર, પુણે, હૈદરાબાદ)
7. સાયબરસિક્યુરિટી સ્પેશિયાલિસ્ટ: જોબ લોકેશન (બેંગ્લોર, મુંબઇ, ગુડગાંવ)
8.ડિજિટલ માર્કેટિંગ સ્પેશિયાલિસ્ટ: જોબ લોકેશન (મુંબઇ, બેંગ્લોર, નવી દિલ્હી)
ડિજિટલ માર્કેટિંગએટલે ડિજિટલ જાહેરખબરો દ્વારા વિવિધ બ્રાન્ડને આગળ વધારવી. ડિજિટલ જાહેરખબરોમાં ટેલિવિઝન, રેડિઓ, ઇન્ટરનેટ, મોબાઇલ અને ડિજિટલ માધ્યમોના અન્ય સ્વરૂપોનો સમાવેશ થાય છે.
ડિજિટલ માર્કેટિંગ એ પરસ્પર અસર કરનારી ડિજિટલ વિતરણ કડીઓના ઉપયોગ દ્વારા પ્રોડક્ટો અને સેવાઓને પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિ છે, જે ગ્રાહકો સુધી સમયસર, સુસંગત, વ્યક્તિગત અને ખર્ચ-અસરકારક રીતે પહોંચવાના હેતુથી કરવામાં આવે છે.
9. ફૂલ સ્ટેક ઇજનેર: જોબ લોકેશન (બેંગ્લોર, હૈદરાબાદ, મુંબઇ)
10: લીડ જનરેશન સ્પેશિયાલિસ્ટ : જોબ લોકેશન (બેંગ્લોર, પુણે, ગુડગાંવ)
11. બેક-એન્ડ ડેવલપર: જોબ લોકેશન (મુંબઇ, બેંગ્લોર, ગુડગાંવ)
12. પાયથોન ડેવલોપર: જોબ લોકેશન (બેંગ્લોર, મુંબઇ, હૈદરાબાદ)
13. ફ્રન્ટ-એન્ડ એન્જિનિયર: જોબ લોકેશન (બેંગ્લોર, ચેન્નાઈ, મુંબઇ)
14. ગ્રાહક સફળતા સ્પેશિયાલિસ્ટ : જોબ લોકેશન (બેંગ્લોર, મુંબઇ, નવી દિલ્હી)