ઘણા લોકો હોરર ફિલ્મો જોવાના શોખીન હોય છે , કહેવાય છે કે હોરર જોવાથી ભૂત સપનામાં આવે છે અને રાત્રે તમારી આસ પાસ ફર્યા કરે છે તો કેટલાક લોકો તો ખરેખર ડરી જતાં હોય અને એકાંતમાં હોય ત્યારે તેને ભૂત નજીક હોય તેવો આભાસ થતો હોય છે ,પણ શું તમને ખબર છે સ્કેરી ફિલ્મો જોતાં તમે જે બીક અનુભવો છો તે પણ હેલ્થ ફ્રેંડલી વસ્તુ છે ,પણ તે તમે ફિલ્મ જોતી વખતે કેટલા ડરી જાવ છો તેના પર નિર્ભર છે લંડનની વેસ્ટ મિનિસ્ટર યુનિવર્સિટીના અભ્યાસ મુજબ સામે આવ્યું છે કે હોરોર ફિલ્મો જોવાના પણ શારીરિક ફાયદાઓ છે .

અભ્યાસમાં લોકોને હોરર ફિલ્મો દેખાડવામાં આવી હતી  , તે દરમ્યાન તેમના હ્રદય ,શરીરમાં કાર્બન ડાયોક્સાઈડ ,ઑક્સીજનનું મોનિટરિંગ કરવામાં આવ્યું હતું , જે લોકો ખુબજ ડરી ગયા અને ભાગીને બહાર ચાલ્યા ગયા તેમણે સૌથી વધુ કેલેરી બર્ન કરી હતી ,જે સામાન્ય રીતે 40 મિનિટ ચાલ્યા બાદ માણસ ઘટાડી સકે છે .

આવું મગજ પર સ્ટ્રેસ આવવાથી થાય છે અને આદરેનલિન હાર્મોન રિલિસ થવાથી થાય છે ,અને હાર્ટની સ્પીડ વધતાં શરીરમાં રહેલી રિજર્વ એનર્જિ ખેચી લે છે .અન્ય એક અભ્યાસ મુજબ સામે આવ્યું હતું કે સ્કેરી મૂવી જોવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે ,અને રક્ત સંચાર પણ સુધરે છે તેથી વાઇટ બ્લડ સેલ વધુ સક્રિય બને છે ભૂતિયા ફિલ્મો જોયા બાદ લોકો વધુ ખુશ બને છે અને ગભરામણ ભૂલી જાઈ છે ,જોકે ફિલ્મો જોવાથી થ્રિલનો અનુભવ ના કરનારા લોકોને આ ફાયદો થતો નથી . તો હોરર મૂવી જોવામાં કોઈ નુકશાન નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.