વાવાઝોડાના હિસાબે ગીર સોમનાથના ઉના, કોડીનાર, ગીર ગઢડા, સુત્રાપાડા, વેરાવળ અને તાલાલામાં ભારે નુકશાની થયેલ છે. ખેડૂતોને કેરીના પાકમાં કરોડો રૂપિયાનું નુકશાન થયેલું છે તેમજ આંબાના ઝાડવા પણ ધરાશાયી થયાં છે. નાળીયેર, તલ, મગ, અડદ જેવા ખેતી ધાન્યને અતીભારે નુકશાન થયું છે. આ બાબતે સરકાર કોઇ જાતના વિલંબ વિના દરેક ખેડૂતના ખાતામાં તાત્કાલિક ત્રણ લાખ જેવી રકમ ભરપાઇ કરે જેથી ખેડૂત પોતાના ખેતરમાં થયેલ નુકશાનને સાફ કરી મજુરી ચુકવવા માટે વાપરી શકે.
તાઉતે વાવાઝોડાથી ખેડૂતોને પશુ-પાલકોને અને રેસીડેન્ટ એરિયમાં ભારે નુકશાની થયેલ છે.આ બાબતે વિચારણા કરી ઉપર દર્શાવેલ રકમ ખેડૂતોના ખાતામાં જમા કરી પછી વધારાની રકમ ખેડૂતોના નુકશાનીનો સર્વે કરી વધારાની રકમ ચુકવવામાં આવે, કમોસમી વરસાદને હિસાબે ખેડૂતો પાસે અત્યારે કોઇપણ જાતનું ઉત્પાદન ખેડૂતોના ઘરમાં આવેલ નથી તમામ ખેતીધાન્ય હજુ ખેડૂતના ખેતરમાં જ હોય આથી કરી ખેડૂત પાસે અત્યારે કોઇ પણ જાતનું રોકડ વેચાણ થયેલુ ના હોય જેથી મજૂરોને મજૂરી તથા વાહન ભાડા ચુકવવા માટે રૂપિયાની સખ્ત જરૂરીયાત હોવાથી તાત્કાલિક આ બાબતે વિના વિલંબ ચુકવણુ કરવા ભારતીય કિસાન સંઘ ગીર સોમનાથના જિલ્લા પ્રમુખ ભરતભાઇ સોજીત્રાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે.