કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય -વાય અને રંગમંચ’ શ્રેણીની હાલ એકેડેમીક સેશન ચાલુ છે.જેમાં ગુજરાતનાં નામાંકિત કલાકારો રંગભૂમિ-નાટકો-ટીવી શ્રેણી સાથેના ગુજરાતી તખ્તાનાં વિવિધ વિષયો ઉપર પોતાના અનુભવો શેર કરીને યુવા કલાકારોને શિક્ષીતને દિક્ષીત કરી રહ્યા છે. દરેક કલાકારનાં વિવિધ અનુભવોમાંથી કલા રસિકોનેનવી વાતો શીખવા મળે છે.
કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણી
અબતકના સોશિયલ મિડીયાના ફેસબુક પેઈજ પર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ
હાસ્ય વિનાનું જીવન નકામું, હસે તેનું ઘર વસે, તો શું બીજાને ત્યાં કૂતરા ભસે ? આવા હાસ્ય ટોનિક વાક્યો સાથે મહેશ ભાઈએ આજનાં લાઈવ સેશનની શરૂઆત કરી. “કોમેડી નાટકમાં અને જીવનમાં” આ વિષય પર વાત શરૂ કરતાં જણાવ્યું કે અમદાવાદની પોળમાં ઉછરેલા જ્યાં નાનપણથી જ ઓબ્ઝર્વેશનનો શોખ, માતા પિતા પાસેથી રમુજી શૈલીમા વાતો સાંભળવા મળતી. પોળમાં થતાં નાટકમાં ભાગ લીધા, કોલેજનાં સમારોહમાં મિમિક્રી કરવાનો અવસર મળ્યો.નાટકમાં કામ મળ્યું અને ગામડે ગામડે નાટકો ભજવવાનો અનોખો અનુભવ મળ્યો એક્ટીંગ સાથે મિમિક્રી પણ કરી.પ્રથમ નાટકમાં આઠ રૂપિયા મળ્યા હતા. જોબ કરતા કરતા શીખેલી કાઠિયાવાડી ભાષા નાટકમાં કામ લાગી અને દિનું ત્રિવેદીનાં રોલ મને મળવા માંડ્યા.1992 માં સ્વામિનારાયણ સંપ્રદાયનાં નાટકમાં કામ કરવાનો અવસર મળ્યો અને પ્રમુખ સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત થયા ત્યારથી આજદિન સુધી પ્રભુનાં આશીર્વાદ મળતા રહ્યા છે. મને માણસો ગમે છે, મિત્રો ગમે છે, દિલવાળા લોકો ગમે છે જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી મનોરંજન કરાવતો રહીશ.
જીવનમાં સ્વસ્થ મસ્ત રહેવા હાસ્યની સાથે યોગ,પ્રાણાયામ અને કસરત જરૂરી છે એવી દ્રઢ માન્યતા ધરાવતા મહેશ ભાઈએ ખરેખર યુવાનોને શરમાવે એવી સ્ફૂર્તિ અને ઉત્સાહ સાથે સેશન કર્યું અને પોતાના સ્નેહી,સ્વજન,ફેન્સ,મિત્રો ના સવાલોના જવાબ આપ્યા. મહેશ ભાઈના જીવનના ઘણા પાસાઓ સાંભળવા જેવા છે, જીવનમાં ઉતારવા જેવા છે જેને તમે કોકોનટ થિયેટરના ફેસબુક પેજ ઉપર જોઈ શકશો સાંભળી શકશો. જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારે આ સેશન જોવું જ જોઈએ. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે.
આજે કલાકાર રાકેશ મોદી ‘રંગમંચનું પરિક્ષણ’ સમજાવશે
ગુજરાતના જાણિતા અભિનેતા રાકેશ મોદી કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણીના એકેડેમીક સેશનમાં સાંજે 6 વાગે લાઈવ આવીને ‘રંગમંચનું પ્રશિક્ષણ કેમ જરૂરી’ એ વિષયક ચર્ચાને પોતાના અનુભવો કલા રસિકો સાથે શેર કરશે. રાકેશ મોદીને ટ્રાન્સ મિડીયા એવોર્ડ પણ મળેલ છે. તેઓ સારા લાઈટ્સ ડિઝાઈનર અને મેન્ટોર પણ છે.ગુજરાતી નાટકોમાં ઘણા વર્ષોથી કાર્યરત જાણિતા કલાકાર રાકેશ મોદી રંગભૂમિનો વિશાળ અનુભવ ધરાવે છે. નાટકના મહત્વના દ્રશ્યમાં સુંદર લાઈટ્સનો સમન્વય કરવો તેનીમાસ્ટરી છે. આજનું સેશન યુવા કલાકારો ખાસ માણવા જેવું છે.