વકીલોએ કરેલી રજૂઆતને પગલે તા.29ને રવિવારે બેઠકમાં ટેકનીકલ પ્રોસીજર કરાશે
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં દિલીપભાઈ પટેલે મેળવેલા ભવ્ય વિજય અને તેમના બરોડા અનુભવ ધરાવતા દિલીપભાઈપટેલ વકીલોનાંહિત માટે સતત કાર્યશીલ રહેતા હોવાથીતેઓને બારકાઉન્સીલ ઓફ ઈન્ડીયામાં પસંદગી કરવામાં આવી હતી. જેમની ટર્મ મર્યાદા પૂર્વે જ પરત બોલાવવા અંગે કેટલાક એડવોકેટ દ્વારા ચાલી રહેલી ચળવળ અયોગ્ય હોવાનું એમ યોગ્ય પ્રોસીઝર વિના બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયામાંથી અયોગ્ય છે.
કેટલાક વકીલો દ્વારા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને થયેલી રજૂઆતને પગલે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ખાસ સાધારણ સભા તા.29ને શનિવાર મળનાર છે. જેમાં આ અંગેનોનિર્ણય લેવામાં આવનાર છે. આ ઉપરાંત અન્ય પ્રશ્ર્નોની ચર્ચાકરી નિર્ણય કરવામાં આવશે.
બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના મેમ્બર તરીકે દીલીપ પટેલને મોકલવામાં આવેલા હતા દીલીપ પટેલની બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાની ટર્મ પાંચ વર્ષ થતી અને પાંચ વર્ષ માટે તેમને મોકલવામાં આવેલા હતા.
પાંચ વર્ષ પહેલા એમને જો પરત બોલાવવા હોય નવા મેમ્બરને મોકલવાના હોય તો મેમ્બરોએ સહી કરીને બાર કાઉન્સીલમાં આપવું પડે અને બાર કાઉન્સીલ તેના ઉપર જનરલ બોર્ડમાં નિર્ણય કરી શકે અને તેના માટે જનરલ બોર્ડ બોલાવેલ છે.જનરલ બોર્ડ દીલીપ પટેલને પરત બોલાવાનો ઠરાવ કરી બાર કાઉન્સીલ ઈન્ડીયા મોકલો અને તેમજૂર કરે બાદમાં બાર કાઉન્સીલ ગુજરાત જનરલ બોર્ડ બોલાવા નવા મેમ્બર માટેની પ્રક્રિયા શરૂ કરે તેમાં નવા મેમ્બર માટે ચૂંટણી તરીખ ફોર્મ ભરવાની પરત ખેંચવાનીમૂદત પછી ચૂંટણીમાં બીજુ નામ બાર કાઉન્સીલમા મોકલવામાં આવે આ પ્રોસીઝર હોય છે.આ પ્રોસીઝરના ભાગ રૂપે બાર કાઉન્સીલ કાર્યવાહી કરી રહેલ છે. દીલીપ પટેલ બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના સભ્ય હોય તેમને પરત બોલાવ્યા પછી જ બીજા મેમ્બરની નિમણુંક થાય.