ધર્મ પરિવર્તન કરી હિન્દુ બનેલા યુવક સાથે રહેવાનો હિન્દુ યુવતીનો કોર્ટમાં ઈન્કાર: માતા-પિતા સાથે રહેવાની ઈચ્છાને માન્ય રાખતી સુપ્રીમ કોર્ટ
મુસ્લિમ યુવક દ્વારા હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા બાદ મુસ્લિમ યુવકના ધર્મપરિવર્તન અને ત્યારબાદ યુવતીના તેના પતિ સાથે રહેવાના સ્વતંત્ર અધિકારને સુપ્રીમે હરી ઝંડી આપી છે. રાયપુરના ૩૩ વર્ષીય મુસ્લિમ યુવકે હિન્દુ જૈન પરીવારની ૨૩ વર્ષીય યુવતી સાથે બંનેની સંમતિથી લગ્ન કર્યા અને મુસ્લિમ યુવાને ધર્મપરિવર્તન કરી તેનું નામ આર્યન રાખ્યું.
આર્યન અને આર્યાએ એકબીજાની સમતિથી લગ્ન કર્યા હોવા છતાં કેટલી ધાર્મિક સંસ્થાઓ તેમજ આર્યાના પરીવાર દ્વારા આર્યનને ધમકી આપવામાં આવી જેને પગલે આર્યને ૧૭ ઓગસ્ટના રોજ દરવાજા ખખડાવ્યા હતા. યુવકે આરોપી લગાવ્યો હતો કે યુવતીના માતા-પિતા અને એક હિન્દુ સંગઠન તેમને જબરદસ્તી અલગ કરી રહ્યું છે.
ચીફ જસ્ટિર દિપક મિશ્રા અને જસ્ટિસ એ.એમ.ખાનવિલકર તથા ડી.વાઈ. ચંદ્રચુડની એક બેંચે યુવકના વકિલ નિખીલ નૈયરની અપીલની તપાસ કરતા ધનતરીના પોલીસ અધિકારીને ૨૭ ઓગસ્ટે યુવતીને કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો. જર્જ સામે યુવતીને હાજર કરાય તે અગાઉ જ રાજયના વકીલ જનરલ જુગલ કિશોર ગિલડાએ કહ્યું હતું કે, આ લગ્ન ખોટા છે કેમ કે યુવકે તેના બે વાર છુટાછેડા થઈ ચુકયા છે તે વાત છુપાવી હતી. જોકે ચીફ જસ્ટિસે આ વાત પર કોઈ ધ્યાન આપ્યું ન હતું.
તો બીજી તરફ લગ્ન કરનાર હિન્દુ યુવતી પણ જર્જની બેંચ સમક્ષ હાજર થતા તેણે યુવકને બદલે માતા-પિતા સાથે રહેવાની ઈચ્છા જાહેર કરી. યુવતીના જણાવ્યા પ્રમાણે તેણે એ યુવક સાથે લગ્ન જરૂર કર્યા છે પરંતુ હવે તે તેના માતા-પિતા સાથે રહેવા માંગે છે.
વધુમાં યુવતીએ કોર્ટને કહ્યું કે તેના પર કોઈ પ્રકારનું દબાણ નથી. ત્યારબાદ ચીફ જસ્ટીસની પીઠે યુવકના વકીલ નૈયરને કહ્યું કે, યુવતીએ લગ્નની વાત તો સ્વીકારી છે પરંતુ તે હવે યુવક સાથે રહેવા માંગતી નથી તો નૈયરે કહ્યું કે યુવતી માતા-પિતાના દબાણને કારણે આવુ કહી રહી છે તે જાતે કોઈ નિર્ણય નથી લઈ રહી. પરંતુ કોર્ટે કહ્યું કે યુવતી વયસ્ક છે અને તેની ઈચ્છાનું સન્માન કરવું જોઈએ.
જો તે તેના પતિ સાથે નથી જવા માંગતી તો તે તેની પોતાની સ્વતંત્રતા પર આધારિત છે અને તેનું ઉચિત સમાધાન થઈ શકે છે. યુવતીએ લગ્ન બાદ કોની સાથે રહેવું તે તેની સ્વતંત્રતા અધિકાર છે.