મુંબઇમાં પીએમએલએ અદાલત 5 જાન્યુઆરીના રોજ નક્કી કરશે કે શું વિજયા માલ્યાને ‘ફ્યુજિટિવ ઇકોનોમિક અપેન્ડર’ જાહેર કરવો કે નહી.વિજય માલ્યા સામેની આ અરજી ED દ્રારા આપવામાં આવી હતી. કિંગ ફિસરના માલિક વિજય માલ્યાને ‘ફ્યુજિટિવ ઇકોનોમિક અપેન્ડર એક્ટ -2018’ હેઠળ તેને ભાગેડુ જાહેર કરવા માટે મુંબઇની એક વિશેષ અદાલતે 26 ડિસેમ્બર નક્કી કરી હતી.
PMAL જજનો નિર્ણય તૈયાર નથી. તેથી કોર્ટે 5 જાન્યુઆરીના રોજ આ કેસમાં ચુકાદો સાંભળશે. વિજય માલ્યાની પ્રત્યાર્પનની મંજૂરી લંડનની અદાલતે આપી દીધી છે. પરંતુ વિજય માલ્યા પાસે કોર્ટની સામે અપીલ કરવાનો સમય હજુ છે.માલ્યા પર મની લોડ્રિંગનો આરોપ છે અને હાલમાં લંડનમાં છે.
જો માલ્યાને મુંબઈની સ્પેશિયલ કોર્ટ દ્વારા નાણાકીય ફ્યુજિટિવ જાહેર કરવામાં આવે છે, તો અમલીકરણ ડિરેક્ટોરેટને તેની મિલકતો જપ્ત કરવાનો અધિકાર મળશે. માલ્યાએ અગાઉ તેના વકીલ દ્વારા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી પર પ્રતિબંધ માંગ્યો હતો, પરંતુ અદાલતે તેની અપીલને ફગાવી દીધી હતી.