કોરોના વાયરસની બીજી લહેરે સમગ્ર ભારતને ખૂબ જ અસર કરી હતી. ઘણા લોકોએ ઑક્સીજનની અછતના કારણે પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. હવે ત્રીજી લહેર આવે તે પહેલા જ ગુજરાત સજ્જ છે. સરકારે ગુજરાતમાં અનેક જગ્યાએ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપ્યા છે અને ઘણી જગ્યાએ પ્લાન્ટ સ્થાપવાની માટે મંજૂરી આપવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આર.આર.હોસ્પિટલમાં 32 લાખના ખર્ચે કરેલ ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે.
આ ઓક્સિજન પ્લાન્ટ સુર સાગર ડેરી અને આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના સહયોગથી ઉભો કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ બનાવવમાં માટે કુલ 32 લાખ 31 હજાર રકમ ખર્ચ કરવામાં આવ્યો હતો. આ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ આજે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, લીંબડી પ્રાંત અધિકારી હર્ષવર્ષનસિંહ સોલંકી ના હસ્તે કરવામાં આવ્યું હતું .
આ પ્રસંગે લીંબડી ઠાકોર જયદીપસિંહબાપુ, સુરેન્દ્રનગર સુરસાગર ડેરી ચેરમેન બાબાભાઈ ભરવાડ, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, લીંબડી તાલુકા પંચાયત કૃષ્ણસિંહ રાણા, ઉધોગપતિ બાબુભાઇ જિનવાળા, લીંબડી નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ,લીંબડી મામલતદાર આર.એલ.ચૌહાણ, લીંબડી આર.આર.હોસ્પિટલ મેડિકલ સુપ્રિન્ટેન્ટ ડો. સ્નેહલ પરીખ, ડો. જૈમીન ઠાકર, અનેક રાજકીય આગેવાનો, શહેરી જનો, હોસ્પિટલ, ડોક્ટરો, નર્ષિગ સ્ટાફ, સહિત ઉપસ્થિત રહ્યા હતા.