આંતરરાષ્ટ્રીય કોર્ટમાં આજે કુલભુષણ કેસની સુનાવણી યોજાશે: લાંબા સમયથી પાકિસ્તાની જેલમાં કેદ જાદવને મુકત કરવાનો હુકમ થાય તેવી સંભાવના

પાકિસ્તાન જેલમાં બંધ અને જેને મૃત્યુ દંડની સજા સંભળાવવામાં આવી છે તેવા ભારતીય નાગરીક કુલભુષણ જાદવના બચાવમાં ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટીશમાં અપીલ કરી હતી ભારતે મજબુત બચાવપક્ષની સ્થિતિ ઉભી કરીને આંતરરાષ્ટ્રીય કોર્ટને કુલભુષણની મુકિત માટે પાકિસ્તાન પર અસરકારક દબાણ ઉભુ કરવા માટે આશાવાદ ઉભો થયો છે. કેટલીક આંતરરાષ્ટ્રીય જોગવાઈને લઈને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીશ કુલભુષણની મુકિતના સંજોગો ઉજળા થાય તેવા ચુકાદાની આશા ઉભી થઈ છે. આજે થનારી સુનાવણીમાં કુલભુષણની ફાસી અંગેના પાકિસ્તાનના નિર્ણય સામે આંતરરાષ્ટ્રીય કોર્ટમાંથી રાહત મળે તેવા સંજોગો ઉભા થયા છે.

જાદવ કેસમાં પાકિસ્તાનનાં ભુલ ભરેલા નિર્ણય સામે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ન્યાયની આશા જીવંત થઈ છે. પાકિસ્તાને પોતાના ચૂકાદામાં ૧૯૯૩ના વીએના કરારનાં ભંગ કરીને કુલભુષણ જાદવને રાગદ્વેષથી મૃત્યુદંડની સજા સંભળાવી હતી તેમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણનો સરેઆમ ભંગ થયો છે. ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભુષણ જાદવ સામેની કાનુની કાર્યવાહી કુદરતી ન્યાયથી વિરૂધ્ધ ગણાવીને ખોટી રીતે કરેલી કાર્યવાહી બાદ થયેલી મૃત્યુદંડની સજા પણ ગેર બંધારણીય ગણાવી છે. ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટ સમક્ષ પાકિસ્તાનના નિર્ણય ને પડકાર્યો છે. ભારતની મજબુત દલીલો સામે આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટીશ પાકિસ્તાનને આ મુકદમો સીવીલ ટ્રાયલ તરીકે ચલાવવા અને જાદવના બચાવમાં ભારત તરફથી કાઉન્સીલ અને કાનૂની સહાયક નિભવાની ફરજ પાડવામાં આવે છે. તેવી સંભાવના જોવાઈ રહી છે. ભારત માટે પાકિસ્તાન દ્વારા વીયેના કરાર આધારીત કલમ ૩૬નો ભંગ જાદવના બચાવ માટે અસરકારક કાનૂની સશસ્ત્ર તરીકે ઉપયોગી બન્યું છે. આ મુદાને લઈને ભારતે જાદવના મૃત્યુ દંડની સજાને રદ કરીને જાદવને વહેલામાં વહેલી તકે મુકત કરવા ઈસ્લામાબાદ પર દબાણ ઉભુ કરવા આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારતે મજબુત સ્થિતિનું નિર્માણ કર્યું છે.

ભારતે જાદવ કેસમાં દલીલ કરી છે કે પાકિસ્તાને કુલભુષણ જાદવની ધરપકડની ભારતને તાકીદે જાણ ન કરીને વીયેના કરારનો ભંગ કર્યો છે. વળી પાક. સતાવાળાઓએ જાદવને પણ પોતાના બચાવના અધિકારની જાણકારી કે કાનૂની રીતે અદાલતમાં બચાવ માટે ભારતના કાઉન્સીલરની તૈનાતી નકરાવીને વીયેના કરારનો ભંગ કર્યો છે. પાકિસ્તાનની આ કાનૂની ભૂલ જાદવના બચાવ માટે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કરેલી રજૂઆત કોર્ટે માન્ય રાખી છે. આંતરરાષ્ટ્રીય કોર્ટે આ કેસમાં કોઈપણ ક્ષતી ન રહે તે માટે સચેત છે. ભારતે જાદવ કેસ સીવીલ કોર્ટમાં ચલાવવાની માંગ કરી છે. જાદવ મુદે આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા વીયેના કરારની ગંભીર નોંધ લીધી છે. પાકિસ્તાને આ મુદે ૨૦૦૮નાના જીનીવા કરારના અનેક નિયમોનો ભંગ કર્યો છે. જાદવ કેસમા પાકિસ્તાન દ્વારા કરવામા આવેલા જીનીવા કરાર ભંગને લઈને જીનીવા સ્થિત આંતરરાષ્ટ્રીય ધારાશાસ્ત્રી અને ભારતના પ્રથમ કાનૂની સચિવ શશાંકકુમારે જણાવ્યું હતુ કે રસપ્રદ બાબતએ છે કે જાદવ કેસમાં પાકિસ્તાને જે રીતે આંતર રાષ્ટ્રીય નિયમોનો ભંગ કર્યો છે તેરીતે જાદવની મુકિતની આશા ઉભી થઈ છે.

કાનુની રીતે જાદવની મુકિત સિમાચિહન બની રહેશે ભૂતકાળમાં આવા પ્રકારના તમામ કેસોની સુનાવણી અને કાનૂની પ્રક્રિયા અમેરીકન ક્રિમિનલ જસ્ટીશ સિસ્ટમ અંતગર્ત કરવામાં આવી હતી આ પધ્ધતિથી પણ જાદવ કેસમા ભારતે કેસની પુન: સમિક્ષા અને ફેર વિચારણાની મજબુત દલીલથી કોર્ટ જાદવની મૂકિત માયે હુકમ કરી શકે છે. જોવાનું એ રહ્યું કે કોર્ટ જાદવ કેસમા કેવો અભિગમ અપનાવે છે. પાકિસ્તાનની લશ્કરી અદાલત વ્યવસ્થા દ્વારા આ કેસમાં કરવામાં આવેલા જીનીવા કરાર ભંગનો મુદો લાભકારક થશે.

પાકિસ્તાન સામે માત્ર આંતરરાષ્ટ્રીય કોર્ટનો જ નહિ પરંતુ રાજકીય પણ દબાવ ઉભો થયો છે. અને જાદવને જે રીતે ભારતનો જાસુસચિતરવામાં આવ્યો છે તેની સામે સવાલો ઉભા થયા છે. તેમ છતા જો આંતરરાષ્ટ્રીય કોર્ટ આ મુદે સ્થાનિક, ન્યાયીક વ્યવસ્થાના મુદે કેસનાં નિકાલનો પ્રશ્ન ઉભો કરશે તો પણ પાકિસ્તાનને જીનીવા કરાર ભંગ મુદે પાકિસ્તાન મિલ્ટ્રીકોર્ટ અને અમેરિકન ક્રિમિનલ કોર્ટના નિયમોની તુલનાની ફરજ પડશે જેથી આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભુષણ જાદવ કેસામં મોટી રાહતની આશા ઉભી થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.