કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વિકાસલક્ષી યોજનાનું કર્યુ લોકાર્પણ: ચાંદલોડિયામાં
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે તેમણે અમદાવાદના ચાણક્યપુરી અને ચાંદલોડિયા રેલ્વે અંડર પાસનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે એસજી હાઈવેને જોડતો ચાંદખેડા ત્રાગડ અને ડી કેબીન ખાતેના અલગ-અલગ રેલવે અંડરપાસનું ખાતમુર્હત પણ કર્યું હતું. તે અગાઉ અમદાવાદના હેબતપુર ખાતે વૃક્ષારોપણ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપી હતી.
મહત્વનું છે આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પહેલા ચાંદલોડિયાથી રેલવેની ટિકિટ કઢાવવી હોય તો સ્કુટર, ગાડી લઈને કાલુપુર જવું પડતું હતું કે, મીઠાખળી જવું પડતું હતું. પરંતુ હવે ચાંદલોડિયા પહોંચી જજો તમને કાશ્મીરની ટિકીટ પણ મળશે અને ક્ધયાકુમારીની પણ મળશે. તેમણે જણાવ્યું કે, ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર આખા ભારતમાં ગમે ત્યાં જવું તે માટે રેલવે દ્વારા અદ્યતન ટેકનોલજી સજ્જ ટિકીટ કાઉન્ટરની આજ શરૂઆત થઈ ગઈ છે.
વરસાદ લાવવો હોય તો વૃક્ષ વાવવા પડે: કેન્દ્રીય ગૃહપ્રધાન ગાંધીનગર ખાતે મિશન મિલિયન ટ્રી યોજનાનો પ્રારંભ
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે અમદાવાદ- ગાંધીનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારે ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મિશન મિલિયન ટ્રીનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ સંબોધતાં અમિત શાહે જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ નાનકડો જરૂર છે.પરંતુ મહત્વનો છે. તેમણે ઉમેર્યું હતું કે,વૃક્ષોના વાવેતરની દ્રષ્ટિએ ગાંધીનગર લોકસભા વિસ્તાર, ગુજરાતની હરિયાળીને વને વધુ ગાઢ કરવા નિશ્ચિત પ્રયાસ જરૂરી છે. સૌ નાગરિકોએ ભેગા થઇ પોતાના ગામ અને સોસાયટીમાં જેટલા ઘર કે એપાર્ટમેન્ટ, ટેનામેન્ટ હોય તે દીઠ એક વૃક્ષ તો વાવવું જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જો વરસાદ લાવવો હોય તો વૃક્ષો વધુ વાવવા પડશે. આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં તાપમાન વધવા માંડ્યું છે. અને ધીમે ધીમે ઓઝોનનું લેયર પણ પાતળું થઈ રહ્યું છે. ત્યારે આ પરિસ્થિને કાબૂ કરવી હશે તો વધુમાં વઘુ વૃક્ષો વાવવા પડશે .મે ધારાસભ્યો સહિત આગેવાનોને પત્ર લખ્યો છે. વૃક્ષો ક્યાંથી મળશે તે પણ જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, 2 વર્ષમાં 4 કરોડ વૃક્ષો પેરા મિલિટરી ફોર્સ કેમ્પસમાં વાવ્યા, જેમાંથી 4.12 કરોડ વૃક્ષો જીવિત રહ્યાં છે. તેમણે કહ્યું કે, આપણે જેટલું પ્રદૂષણ કર્યું તેટલું કુદરતને પાછું આપી દઇએ.