શુભ પ્રસંગોમાં કંસારનું સ્થાન લેતી કેક નાના-મોટા સૌની વ્હાલી
પ૦ થી વધુ ફલેવરોમાં નીત નવિન વેરાયટી બજારમાં ઉપલબ્ધ: લાઇવ કેકનો પણ ક્રેઝ: ડાયાબીટીશના દર્દીઓ માટે સુગર ફ્રી પણ મળે છે! શોખીનો ૧૦૦ કિલો સુધીની કેક પણ બનાવડાવે છે
માત્ર જન્મદિવસ જ નહીં જીવનની નાની મોટી તમામ ખુશીઓમાં કેક કટીંગનું ચલણ વધ્યું: કેકના શોખીનો માટે તહેવારો નિમિતે રાખી કેક, ફરાળી કેકનું નવુ નજરાણું: રોજના ૩૦ થી ૪૦ કિલો કેકનું વેચાણ: કાર્ટુન કેરેકટર્સ ભૂલકાઓની પહેલી પસંદ
અત્યારના જમાનામાં કેક કાપ્યા વગર જન્મદિવસની કલ્પના કરવી મુશ્કેલ છે. છેલ્લા કેટલાક સમયથી કેક શુભ પ્રસંગોની ઉજવણીનો મહત્વનો હિસ્સો બની ચુકી છે. દરેક ઉમરની વ્યકિતઓને કેક વ્હાલી છે. તેમાંય ખાસ કરીને બાળકો કેક વગર પોતાના જન્મદિવસની ઉજવણી કરતા જ નથી. બાળકોને મન જન્મદિવસની ઉજવણી એટલે કેક કટીંગ શુભ પ્રસંગોમાં મીઠાઇના સ્થાને કેક જોવા મળી રહી છે બેકરીથી શરૂ થયેલી કેક રસોડા સુધી પહોંચી છે. લોકડાઉનના સમયગાળા દરમિયાન મોટાભાગની મહિલાઓને કેક બનાવવામાં ફાવટ આવી ગઇ છે. કેકની માંગ વધવાની સાથે કેકમાં અવનવા ફલેવર્સ સાથે નવી નવી વેરાયટીઓ બનવા લાગી છે. ડાયાબીટીસના દર્દીઓ માટે પણ સ્પેશ્યલ સુગર ફ્રી કેક બજારોમાં હવે ઉપલબ્ધ છે. ખાસ કરીને નાતાલના સમયે કેક શોપમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળે છે. વ્રત ઉપવાસમાં પણ કેક ખાય શકાય તે માટે હાલ ફરાળી કેક પણ બજારોમાં મળે છે. ખાવા પીવામાં આગવી ઓળખ ધરાવતા રંગીલા રાજકોટ શહેરમાં પણ કેક શોખીનોના સ્વાદને પોષવા અનેક કેક શોપ ઉપલબ્ધ છે. જયા જાત જાતજાત ફલેવર્સ અને નતનવીન ડીઝાઇનમાં કેક મળે છે. ગુજરાતીઓની થાળીમાં મીસ્ટાનનું મહત્ત્વ નીરાળુ છે. ગુજરાતી વાનગીઓમાં ગળપણ હોવું અનિવાર્ય બની જાય છે. અત્યારના અતિઆધુનિક યુગમાં ગળપણ માટે ચોકલેટની જેમ કેકનું મહત્ત્વ વધવા પામ્યું છે.
કેક કેટલા દિવસ ચાલશે એ તેની બનાવટ પર આધાર રાખે છે: પરેશભાઇ સોલંકી- રીચીસ બેકરી
રીચીસ બેકરીના માલીક પરેશભાઇ સોલંકીએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગ્રાહક પોતાના મોબાઇલમાં કેકની ડીઝાઇનનો ફોટો બતાવે છે. અને ફલેવર પણ જાતે જ પસંદ કરીને ઓર્ડર આપે છે. ચોકલેટ, સ્ટ્રોબેરી, કીવી, પાઇનેપલ, મેંગો, બ્લુબેરી જેવી ૪૦ જાતની ફલેવરની કેક અમે બનાવીએ છીએ. બાળકોની પહેલી પસંદગી ચોકલેટ અને સ્ટ્રોબેરી કેક છે. લોકડાઉન પહેલા વેપારની પરિસ્થિતિ સારી હતી પણ અત્યારે તેના કરતા ૪૦ ટકા વેપાર ઓછો છે લોકો અત્યારે બર્થ ડે મનાવતા નથી કારણ કે કોરોનાને કારણે સોશ્યલ ડીસડન્સ રાખવું પડે છે. પહેલા જેમ ૧૦૦ લોકો સાથે મળીને ઉજવણી થતી તે હવે નથી થતી ડાયાબીટીસના દર્દી માટે શુગર ફ્રી કેક બનાવવામાં આવે છે. કેક બન્યા પછી ત્રણ દિવસ ખાવા લાયક હોય છે. માર્કેટમાં બધાની પઘ્ધતિ અલગ અલગ હોય છે. એમ ૧૮ વર્ષથી કેક બનાવીએ છીએ જેથી ઘણી બધી જાણકારી છે જેથી અમારી કેક ૬ થી ૭ દિવસ ખરાબ નથી થતી કારણ કે કેક બનાવાની પઘ્ધતિ ધધાથી અલગ છે. અમે પ૦૦ ગ્રામ થી લઇને ૧૦૦ કિલો સુધીની કેક બનાવીએ છીએ.
સગાઇ, લગ્નસરા જેવા પ્રસંગોમાં હાર્ટ શેઇપ કેકની વધુ માંગ: વિવેક રામાણી- મેક્રોન્સ બેકરીના માલિક
મેક્રોનસ બેકરીના માલિક વિવેક રામાણીએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે બાળકો વધારે કાર્ટુન કેક વધારે પસંદ કરે છે. એગ્રી બર્ડ, ડોરેમોન જેવી ડીઝાઇન ના કેક તરફ બાળકો વધારે આકર્ષાય છે. રેડ વેલ્વેટ અને ચીઝ કેકમાં અમારી સ્પેશ્યાલીટી આ સિવાય ર૬ ફલેવરની કેક અમે બનાવીએ છીએ શેપની વાત કરીએ તો રાઉન્ટ કેક હાલમાં વધારે ચાલે છે. જયારે સગાઇ અને લગન માટે હાર્ટ શોપની કેકનું ચલણ વધારે છે. અમે સૌથી મોટી કેક ર૧ કિલોની બનાવેલ છે. લોકડાઉન પહેલા અને અત્યારની પરિસ્થિતિમાં કઇ વધારે ફર્ક નથી પણ બે્રડ પ્રોડકશનમાં ઘટાડો જોવા મળ્યો છે. લોકડાઉન પહેલા દરરોજ નાની મોટી કેક થઇને ૩૦ કિલો ના દરરોજ ઓર્ડર મળતા અને હાલમાં ર૦ કિલો જેટલા ઓર્ડર દિવસ દરમિયાન મળે છે. ઉપરાંત સોમવારે રક્ષાબંધન હોય તે નિમીતે પણ ગ્રાહકની માંગ પ્રમાણે રાખડીવાળી કેક બનાવી આપીએ છીએ.
ગ્રાહકની પસંદગીને પ્રથમ પ્રાધાન્ય અપાય છે: હિરેનભાઇ સુબા- કેક ફોરેસ્ટ એટીએમ
કેક ફોરેસ્ટ એટીએમના માલીક હીરેનભાઇ સુબાએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગ્રાહકની જરુરીયાત મુજબ કેક બનાવી આપવામાં આવે છે બાળકોમાં અત્યારે વધારે માંગ તો ચોકલેટ ફલેવર કેકની છે સાથેસાથે ચોકલેટ ને લગતી બીજી વેરાયટી પણ બાળકો ખુબ પસંદ કરે છે. ડાયાબીટીઝના દર્દીઓ માટે પણ સુગર ફ્રી કેક બનાવવામાં આવે છે. જે તેમની પસંદ મુજબની ફલેવર મા બનાવી આપીએ છીએ. સૌ પ્રથમ રાજકોટમાં એગલેસ કેક બનાવાનો વિચાર અમે જ લઇ આવ્યા હતા અને સૌ પ્રથમ કેક અમારા દ્વારા જ બનાવવામાં આવી હતી. હાલમાં અમે ૪૮ અલગ અલગ ફલેવરના કેક બનાવીએ છીએ. લોકડાઉન પછી છુટક વેપારમા ફર્ક નથી પડયો કારણ કે રાજકોટની જનતા સ્વાદ પ્રિય છે. અને આવા સમયમાં પણ અમે ગ્રાહકની માંગને પુરેપુરૂ પ્રાધાનીય આપીએ છીએ અને સારી વસ્તુ ગ્રાહકને આપીએ છીએ દિવસ દરમિયાન ૧૫ જેટલા ઓર્ડર આવે છે અને અત્યારે પોતાની જરુરીયાત મુજબની ડીઝાઇનના કેક બનાવવાનો લોકો આગ્રહ રાખે છે જેથી અમે તેનો જરુરીયાત વાળી ડીઝાઇનની કેક બનાવી આપીએ છીએ. કેકનું આયુષ્ય ઋતુ ઉપર નીર્ભર કરે છે. આમ તો ર દિવસ સુધી કેક ખાવા લાયક હોય છે.
બાળકોમાં ચોકલેટ ચીપ્સ, બ્લેક ફોરેસ્ટ હોટ ફેવરીટ: દિનેશભાઇ કાતરાણી- વિનોદ બેકરી
બાળકછની મનપસંદ કેકનું ચલણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે કેકમાં પણ અવનવા ફલેવર્સ અને ડિઝાઇન બજારોમાં ઉપલબ્ધ થઇ રહ્યા છે. ખાસ કરીને રંગીલા રાજકોટીયન્સ પણ કેકના શોખીન બન્યા છે. વિનોદ બેકરીના માલીક દિનેશભાઇ કાતરાણીએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગ્રાહકની માંગ હોય તેવી પ૦૦ ગ્રામથી પ કિલો કે તેનાથી પણ વધારે કિલોની કેક બનાવવામાં આવે છે. બ્લેક ફોરેસ્ટ, પાઇનેપલ, સ્ટ્રોબેરી, ચોકલેટ, સ્ટ્રોબેરી, ચોકલેટ ચીપ્સ, જેવી ૧૮ જેટલી ફલેવરના કેક અલગ અલગ ડીઝાઇન સાથે ગ્રાહકની જરૂરીયાત પ્રમાણે બનાવીએ છીએ. બાળકોમાં અત્યારે ચોકલેટ ચીપ્સ અને બ્લેક ફોરેસ્ટ કેકની પસંદગી વધારે જોવા મળે છે. કોઇપણ કેક બન્યા પછી ત્રણ દિવસ સુધી ખાવા લાયક હોય છે નાતાલ ઉ૫ર કેકનું ચલણ વધારે હોય છે પણ આ વખતે નાતાલમાં કંઇ ખાસ જોવા નહી મળે તેવું લાગી રહ્યું છે. કારણ કે લોકડાઉન પછી ધંધો ૪૦ ટકા જેટલો ઓછો થાય છે ૧૦ જેટલા જ દિવસ દરમ્યિાન ઓર્ડર હોય છે.
સમયની સાથે કાર્ટુન કેરેકટરવાળી કેકનું ચલણ વધ્યું: વિશાલ લાખાણી-કભી બી બેક સ્ટુડિયો
કભી બી બેંક સ્ટુડિયોના માલીક વિશાલ લાખાણીએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યુંં કે અમારે ત્યાં ૨૫ જેટલી ફલેવરની કેક બનાવવામાં આવે છે. વધારે ચોકલેટને લગતી ફલેવરની કેક બનાવાય છે. રેડવેલ્વેટ, ફ્રૂટ ફલેવર જેવા ફલેવરની કેક બનાવી આપીએ છીએ કેકની શેપનું મહત્વ ખૂબ વધારે હોય છે. ૫૦૦ અને ૧ કિલોની ગોળ આકારની કેક હવે સામાન્ય થઈ ચૂકી છે. જયારે ગ્રાહકો દ્વારા અલગ અલગ શેપના ઓર્ડર આવતા હોય છે. ટુ ટાયર, સ્કવેર, રેકટેન્ગલ, હાર્ટ શેખ જેવી કેકનું ચલણ વધ્યું છે. બાળકો માટે ફેવરીટ ફલેવર ચોકોચીપ્સ, ચોક ટ્રફલ છે કારણ કે તેમાં ચોકલેટના પીસ આવે અને બાળકો તેના તરફ આકર્ષાય છે. આ સીવાય કાર્ટુન કેરેકટરની કેક વધારે મનગમતી હોય છે. લોકડાઉન પહેલા વેચાણ સારૂ હતુ પણ લોક ડાઉન પછી વેચાણ વધ્યું છે. કારણ કે લોકો હવે લોકલ જગ્યાએથી કેક લેવાનું પસંદા નથીકરતા અને બ્રાન્ડ બેકરીએથી જ કેક લે છે તેથી વેચાણ વધ્યું છે કેક વિધી ફ્રીઝ ૨ દિવસ સુધી ખાવા લાયક હોય છે ફ્રીઝ વગર તેનું આયુષ્ય નથી હોતું જયારે કોઈ યુવાન કેક લેવા આવે ત્યારે મોબાઈલમાં ફોટો બતાવીને કેક બનાવડાવે છે જેથી કંઈક અલગ પ્રકારની કેક લાગે જે કોઈએ પણ બનાવી ન હોય કે જોઈ પણ ન હોય ૫૦૦ ગ્રામથી ૨૦ કિલો સુધીની કેક બનાવેલ છે. આ સીવાય અમારી ફેકટરીએ ૫૦ કિલોની કેક બનાવેલ છે.
કેકનો ઇતિહાસ બે હજાર વર્ષ જૂનો
ફોરેનની કેક ભારતભરમાં ઓરીએન્ટલ મીઠાઇ બની ચૂકી છે. કપ કેકનો ઇતિહાસ બે હજાર વર્ષ જૂનો છે. ઇતિહાસકારોમાં હજુ પણ પ્રથમ કેકના દેખાવ વિશે મતમતાંતરો છે ૧૮૨૮માં એલિઝા લેસ્લીના વ્યંજન પુસ્તક સેવન્ટી ફાઇવ રેસીપી ફોર પેસ્ટી કેક એન્ડ સ્વીટ મીલ્સ માં સૌ પ્રથમ કપ કેક શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. બ્રિટીશની ફેરી કેક સામાન્ય રીતે અમેરીકન કપ કેક કરતા માપમાં નાની હોય છે. કેકના એ સમયે અન્ય નામો પણ પ્રચલીત હતા જેવા કે ફેરી કેક, પેટ્ટી કેક, કપ કેક કેટલાક ઇતિહાસ કારો કહે છે કે કેક શબ્દ ઇટાલિયન મૂળીયા ધરાવે છે. આ મામલે ફાન્સ રશિયા અમેરીકા લંડન, જર્મન સહિતના ઘણા દેશોમાં કેકના અભિપ્રાય અંગે દલીલો ચાલે છે.
ગ્રાહકની જરૂરિયાત મુજબ ૧૧૫ કિલોની કેક પણ બનાવી છે: દીપક કરચલીયા-રામેશ્વર બેકર્સ એન્ડ કેક શોપ
રામેશ્વર બેકર્સ એન્ડ કેક શોપના માલીક દીપક કરચલીયાએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ચોકલેટ ચીપ્સ, બ્લેક ફોરેસ્ટ, ચોકલેટ વેનીલા, જર્મન ચોકલેટ, આલ્મન્ડ ચોકલેટ જેવી ચોકલેટ બેઝ કેક અને આ ઉપરાંત સ્ટ્રોબેરી વેનીલા, મીકસ ફ્રૂટ જેવી ફલેવરની કેક બનાવીએ છીએ શ્રાવણ માસ નિમિતે ફરાળી મલાઈ કેક પણ બનાવીએ છીએ ગ્રાહકોને નાની કેકમાં પણ ઘણા બધા મેસેજ મૂકવા હોય છે ત્યારે ગ્રાહકની જરૂરીયાત મુજબની કેકની ડીઝાઈન કરી આપીએ છીએ બાળકોની હોટ ફેવરીટ ફલેવર બ્લેક ફોરેસ્ટ અને ચોકલેટ ચીપ્સ ફલેવર છે. લોકડાઉન પછી ૫૦% જેટલો ધંધો ઓછો થાય છે. દિવસ દરમિયાન ૫૦૦ ગ્રામ, ૧ કિલો જેટલા ૫૦ થી ૬૦ કેકના ઓર્ડર આવતા હોય છે. અત્યાર સુધીમાં અમે ગ્રાહકની પસંદગી અને જરૂરીયાત મુજબ ૧૧૫ કીલોની કેક પણ બનાવી છે.