ભારત સરકાર દ્વારા યાત્રાધામ દ્વારકામાં દર વર્ષે લાખો કરોડો ભાવિકો આવતા હોય પ્રવાસીઓની સુવિધામાં વધારો થાય તે હેતુ પ્રસાદ યોજના તળે રૂપીયા છવ્વીસ કરોડની ગ્રાન્ટ રાજય સરકારના પ્રવાસન વિભાગને સોંપવામાં આવી છે.
આધારભૂત વર્તુળોમાંથી મળતા અહેવાલો મુજબ રાજય સરકારનો પ્રવાસન વિભાગ આ છવ્વીસ કરોડની ફાળવણી પૈકી સાડા છ કરોડના ખર્ચે માત્ર ટુરીસ્ટ ફેસેલીટી કેન્દ્ર અને તે અંગેનું સ્ટ્રકચર ઉભુ કરવા માટેની યોજના ધરાવતું હોય હાલના ઓનલાઈન યુગમાં યોજના પૈકીનો આ કરોડોનો ખર્ચ બિન ઉપયોગી રહેનાર હોવાનો જાણકારોનો અભિપ્રાય છે.