ત્રીજું વિશ્ર્વ યુધ્ધ જયારે પણ થશે ત્યારે ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મીઓ વચ્ચે થશે એવી આગાહી સાચી પડવાના ઓછાયા: એશિયાને યુધ્ધભૂમિ બનાવવાની અમેરિકાની રાજરમત : આવા યુધ્ધમાં નહિ જોડાવાનું ભારત માટે ડહાપણ ભર્યું લેખાશે : આખા વિશ્ર્વ ઉપર અને આખી માનવજાત ગંભીર વિપરિત અસર થવાનો જબરો ખતરો !
કોઈ યુધ્ધ સારૂ નથી અને કોઈ સમાધાન-સમજૂતી ખરાબ નથી એ સનાત ન સત્યનો વિજય થાય એ દિશામાં યુધ્ધ ખોરો ને લઈ જવાનો ભારત ધર્મ બજાવે અને એમાં સફળતા પામે તો મહાનરાષ્ટ્ર બની જશે આપણો દેશ !
મહાભારતનું યુધ્ધ કૌરવો અને પાંડવો વચ્ચે લડાયું હતુ.
ભાઈઓ વચ્ચે લડાયેલું એ મહા વિનાશક યુધ્ધ હતુ.
અઢાર અક્ષૌહિણી જેટલી વિરાટ સેના અને મહાભારતના દેશકાળના એકએકથી ચઢે એવા મહાયોધ્ધાઓ એમાં ખપી ગયા હતા, જેમાં ભીષ્મપિતાહ-ગંગાપુત્ર, દેવવ્રત, દ્રોણાચાર્ય, અર્જુન, ભીમ, કર્ણ, અશ્ર્વત્થામા, કુળગુકૃપાચાર્યા, ધર્માત્મા યુધિષ્ઠિર, દૂર્યોધન, દુશાસન, ઘટોત્ઘચ,સહદેવ, નકુલ, જેવા શસ્ત્રશે-અસ્ત્રોના નિષ્ણાંતોનો સમાવેશ થયો હતો.લશ્કરી રથો તેમજ ગદાઓમાં નીપુણ સેનાપતિઓ પણ બંનેની સેનાઓમાં સામેલ હતા. લશ્કરી અશ્ર્વો અને લશ્કરી હસ્તીઓ-હાથીઓને પણ યુધ્ધમાં ઉતારાયા હતા.અઢાર દિવસ સુધી આ વિનાશક યુધ્ધ ચાલ્યું હતુ.
યુધ્ધના અંતે કુરૂ ક્ષેત્રનીયુધ્ધભૂમિ, રણમેદાનમાં માર્યા ગયેલાઓની લોહીમાંસથી ખરડાયેલી લાશોના ઢગલે ઢગલા પડયા હતા.અને અતિ બિહામણી લાશોની ચિત્કારીઓ પડઘાઈ પડઘાઈને શાંત બની હોવાનો ખ્યાલ ઉપસતો હતો. મહાભારતનાં યુધ્ધ પછી આપણા દેશમાં પાણીપતનું યુધ્ધ પણ ઐતિહાસિક અન૪ સારી પેઠે સંહારક ગણાયું હતુ.આપણી પૃથ્વી અસ્તિત્વમાં આવી એ પછી અસંખ્ય યુધ્ધો અને લડાઈઓ અહીં ખેલાઈ ચૂકયા છે. અને હજારોની સંખ્યામાં લોકો મરી ચૂકયા છે.
આ યુધ્ધો અને લડાઈઓનાં મૂળમાં ઘણે ભાગે રાજગાદી, સત્તાના સિંહાસન, જર-જો-જાગીરઅનેભૂમિ, તથા કીર્તિ -વિખ્યાતિની ભૂખ કારણભૂત બન્યાહ હતાં. કેટલાક કિસ્સાઓમાં ધાર્મિકતા-અધાર્મિકતા પણ અથડામણો તેમજ લડાઈઓ-તકરારો-ઝઘડાઓમાં કારણભૂત બન્યાં હોવાનું તથા કંચન-કામિની અને અહંકાર-અભિમાનના અતિરેક પણ લડાઈ ધિંગાણામાં પરિણમ્યાં હોવાનો ઈતિહાસ સાક્ષી પૂરે છે.
પરંતુ આજના બદલાયેલા જમાનામાં યુધ્ધ અને લડાઈનાં સ્વરૂપો સારી પેઠે બદલા થઈ ગયા છે. સમૂળ ગીમા નવજાત ને સાંકળે એવાં વિકરાળ સ્વરૂપ અને અતિવિપ રિત અસરો નું જોખમ આજનાં આંતરરાષ્ટ્રીય સ્વરૂપનાં યુધ્ધ જાન માલની જબરી ખુવાહીમાં પરિણમે તેમ છે.
અમેરિકાએ ઈસ્લામિક રાષ્ટ્ર ઈરાન ઉપર અચાનક વિમાની હૂમલાઓ કરીને અને તેના લશ્કરી આગેવાનોને મોતને ઘાટ ઉતારવા જેવી અતિ ગંભીર ઉશ્કેરણી કરી છે. આને લીધે ઈરાને આકરો બદલો લેવાની જાહેરાત કરી છે. બીજી બાજુ, અમેરિકાએ પાકિસ્તાની હવાઈ મથકનો ઉપયોગ નહિ કરવાની અમેરિકાએ લાલબત્તી ધરી છે. પેટ્રોલ-ડિઝલ મોંઘા થવાની અને તેની અછત ઉભી થવાનાં ચિહનો નજરે પડે છે.
આ બધું જોતા એવો સ્પષ્ટ ખ્યાલ ઉપસે છે કે, અમેરિકા-ઈરાન વચ્ચેનો આ રાજદ્વારી અને લશ્કરી યુધ્ધ ઈરાકની આસપાસનાં ઈસ્લામિક રાષ્ટ્રો અને કદાચ અન્ય રાષ્ટ્રો પણ એમની સાથે જોડાઈને ઐકય સાધે એવો સંભવ છે. સદ્દામ હુસેનના શાસન વખતે અમેરિકા અને ઈરાન લગભગ યુધ્ધના સ્વાંગમાં સામેસામા આવ્યા હતા. એ વખતે અમેરિકાના પ્રમુખપદે બુશ હતા.હવે ફરી ટ્રમ્પ અમેરિકી પ્રમુખ છે ત્યારે મામલો બીચકયો છે. છેલ્લા અહેવાલો મુજબ અમેરિકી હુમલામાં ઈરાની કમાન્ડર કાસીમ સુલેમાનીના મોત બાદ આખો મધ્ય પૂર્વ ક્ષેત્રમાં સ્થિતિ ઘણી જ ગંભીર થઈ ગઈ છે. ઈરાને બદલાની કાર્યવાહી કરતા બે અમેરિકી ઠેકાણાઓ પર રોકેટ દાગ્યા છે. તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુમલાની ધમકી આપી છે.
આવી કટોકટીની સ્થિતિ જોતા ભારત માટે મૌન રહેવું અને બનાવોને જોયા કરવાનું નહિ પોસાય… અસંખ્ય ભારતીયોને એ સ્પર્શે તેમ છે. ત્રીજુ વિશ્ર્વ યુધ્ધ આખા વિશ્ર્વની સામે ડોળા ફાડીને ઘૂરકી ગયું છે. ત્યારે ભારતે રાજદ્વારી ખામોશી ખંખેરવી જ પડશે. અત્યાર સુધી ભારતે પ્રત્યાઘાત આપવાની ઉતાવળ નથી કરી તે સારૂ જ કર્યું છે. ક્રમે ક્રમે તેણે આ અંગે ચૂપકિદી તોડવી જ પડશે અને આખા વિશ્ર્વ ઉપર તથા આખી માનવ જાત ઉપરગંભીર વિપરિત અસર થવાનો ખતરો છે ત્યારે તેણે વિશ્ર્વ યુધ્ધના માહોલ ને બદલવા માં પોતાની રાજ દ્વારીવગને કામે લગાડવી ઘટે અને સમાધાન-સમજૂતિની દિશામાં બંનેને લઈ જવાના પ્રયાસો કરવા જોઈએ. ‘કોઈ યુધ્ધ સારૂ નથી અને કોઈ સમાધાન ખરાબ નથી’ એ સનાતન સત્યની પ્રતીતિ કરાવવાના પ્રમાણિક પ્રયત્નો સમયસર હાથ ધરીને વિશ્ર્વ સમક્ષ ‘વિશ્ર્વ શાંતિ’ જ આ વિશ્ર્વ માટે શુભશુકન રૂપ બની શકે અને માનવજાત ને કામસુખ-સંતોષ બક્ષીશ કે એવો સંદેશ વિશ્ર્વને આપવો જોઈએ.જો આમાં સફળતા મળે તો આપણો દેશ વિશ્ર્વનો એક મહાન અને માર્ગદર્શક દેશ બની જશે ! અનિવા બને તો વિશ્ર્વના અન્ય રાષ્ટ્રોને વિશ્ર્વના એક મહાન ધ્યેય પ્રતિ આગળ વધવા માટેના પ્રયત્નોમાં જોડી શકે!