ગુજરાતી ભાષાને અન્ય ભાષા કરતા પોતાનો ઇતિહાસ છે… જયાં જયાં વસે ગુજરાતી.. ત્યાં સદાકાળ ગુજરાત….

અબતક, રાજકોટ

વિશ્ર્વ માતૃભાષા દિને ‘ચાય પે ચર્ચા’ માં ગુજરાતી ભાષાનું ગૌરવગાન થયું

જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. માતૃભાષા આપણને વ્હાલી હોવી જોઇએ પરંતુ ગુજરાતીઓને ગુજરાતી કેટલી વ્હાલી છે તે આપણે જાણીએ છીએ. આપણે ગુજરાતી ફિલ્મો કેટલી જોઇએ છીએ.. સાચું ગુજરાતી બોલીએ છીએ ? લખીએ છીએ? ગુજરાતી માઘ્યમમાં ભણીએ છીએ? આ બધા પ્રશ્ર્નો આપણી સામે છે જ એનો જવાબ આપવા ‘અબતક’ ચેનલના લોકપ્રિય કાર્યક્રમ ‘ચાય પે ચર્ચા’ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અઘ્યક્ષ ડો. મનોજ જોશી, ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગુજરાતીના અઘ્યાપક પ્રો. ડો. જીજ્ઞેશ ઉપાઘ્યાય, ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગુજરાતીના આઘ્યાપીકા ડો. નેહલ જાની એ ગુજરાતી વિષય ઉપર વિવિધ તલસ્પર્શી ચર્ચાઓ કરી હતી.

પ્રશ્ર્ન:- માતૃભાષા મા પાસેથી બાળક કેવી રીતે શિખતું હોય છે.

જવાબ:- નેહલબેન જોશીએ જણાવ્યું હતું કે, પુરૂષ પ્રધાન આપણો સમાજ હોવાં છતાં આપણે પિતૃભાષા એવો શબ્દ નથી વાપરતા પરંતુ માતૃભાષા તરીકે ઓળખીએ છીએ. કારણ કે બાળક જયારે ગર્ભમાં હોય છે તયારથી માતા સાથે જોડાયેલ હોય છે. માતાના વહેવારથી બાળક ભાષા શિખતું હોય છે  માતા અને બાળકનો સંબંધ નાભી-નાળ સંબંધ છે. દુધનો સંબંધ પણ કરી શકાય, ગુણવંત શાહે કહ્યું છે કે બાળક માટે સૌ પ્રથમ માતાના ઘાવણ પછી માતૃભાષાનો ક્રમ આવે છે આ માતૃભાષાનો મહિમા છે.

પ્રશ્ર્ન:- ગુજરાતી ભાષાથી ગુજરાતીઓ કેમ દૂર થતાં જાય છે ! આપણે અંગ્રેજી મિશ્રીત ગુજરાતી બોલીએ છીએ ગુજરેજી એટલ અંગ્રેજી અને ગુજરાતી…આવુ કારણ શું?

જવાબ:- ડો. મનોજ જોશીના જણાવ્યા પ્રમાણે દિવસો ઉજવવાની પ્રક્રિયા છે પરંતુ તેની ઉજવણીના હોય માતૃભાષા, માની ઉજવણી હોય ? એની વંદના હોય એનો મહિમા ગાન હોય એવી આપણે ઉજવણી શબ્દ ન વાપરવો જોઇએ. આપણે રોજીદો માતૃભાષાનો ખુબ જ ઓછો ઉપયોગ કરીએ છીએ. ભાષા કરતાં બોલીનો ઉપયોગ કરીએ છીએ.

ગુજરાતી ભાષાનું આપણે હનન કરતાં હોય એવું લાગે રોજીંદા જીવનમાં ગુજરાતીના બદલે અંગ્રેજી શબ્દો જ બોલીએ છીએ ‘એના કરતાં હે ઇશ્ર્વર હે મરવાનું  ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું ?’ એટલે આપણું ગુજરાતી આવું મિશ્રીત થઇ ગયું છે. માતૃભાષાનો મહિમા છે. માતૃભાષામાં જ શિક્ષણ હોય, ભાષાની ભેળસેળ થઇ છે. મીડીયમમાં ભણાવવાની ઘરગથ્થુ સમસ્યાઓ છે. મા, માતૃભાષા, માતૃભુમિનો મહિમા સમજવો જોઇએ.

પ્રશ્ર્ન:- માતૃભાષા આપણી ઘણી બધી સમૃઘ્ધ છે પરંતુ આપણને તેની કદર નથી આવું થવાના કારણો શું હોય શકે ? કેમ આપણે ગુજરાતીને એટલી ચાહતાં ?

જવાબ:- ડો.જીજ્ઞેશ ઉપાઘ્યાયએ જણાવ્યું હતું કે, આ દિવસને ગુજરાતી મહિમા ગાનનો દિવસ રાખવો જોઇએ ભારતની અન્ય ભાષા કરતાં સૌથી વિશેષ ગુજરાતી છે. ગુજરાતી ભાષાને પોતાનો ઇતિહાસ છે.. ગુજરાત છે નરસિંહજી ઉગતુ પરભાત છે. ઇ.સ. એકથી ઉતરી આવતી ભાષા ઝંઝાવતો પછી પણ આ ભાષા ટકી છે એવું ગૌરવ છે. ભાષાને જીવતી રાખવા માટે બીજી સંસ્કૃતિ સાથે જોડવી જરુરી છે. આજે ગામડાઓમાં 9ર ટકા બાળકો માત્ર ગુજરાતી જ સમજે છે. એને કયારેય ડર નથી લાગતો કે આ ગુજરાતી ભાષા નામ શેષ થઇ જશે. ગુજરાતી ગ્રામ્ય સંસ્કૃતિકમાં જ જીવે છે.

આટલા આક્રમણો છતાં ગુજરાતી અડીખમ ઉભી છે.

પ્રશ્ર્ન:- ગુજરાતી ભાષાના બોલીને સ્પર્શ, કહેવતો, ઉખાણા છતાં સામાન્ય લોકોને ભાષાનું ગૌરવ હોય છે !

જવાબ:- સૌ બૌઘ્ધિકોની આ ચિંતા સમસ્યા છે કે ગુજરાતી બોલી હવે લુપ્ત થવાના આરે છે. ભાષા ત્યારે જીવંત રહી શકે જયારે એ સતત સ્વીકારાતી રહે તો જયાં જયાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત – એટલે જયાં ગુજરાતી છે ત્યાં ગુજરાતી ભાષા જીવંત રહેવાની જ છે.

પ્રશ્ર્ન:- આપણા બૌઘ્ધિકોને ચિંતા છે પરંતુ  આપણા બાળકોને ગુજરાતીમાં જ ભણાવવા છે તેનું શું ?

જવાબ:- ડો. નેહલબેન જાનીના જણાવ્યા મુજબ,સમાજના  સૌ બોઘ્ધીકો, ચિંતનશીલ લોકોએ એવા ઉદાહરણો લેવા જોઇએ કે જે આદર્શ છે તે કંઇ ભાષામાં શિખ્યાં છે કંઇ ભાષામાં ભણ્યા છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે શિક્ષણ માતૃભાષામાં લીધું હતું. રવિન્દ્રનાથ ટાગોરે પણ માતૃભાષામાં જ શિક્ષણ લીધેલ હતું. આપણે પણ આ વ્યવસાયપાસે જવું પડશે.

પ્રશ્ર્ન:- ઉચ્ચ ક્રમાંકની વ્યકિતઓએ માતૃભાષાને જ પ્રાધાન્ય આપ્યું છતાં આપણે આપણા બાળકોને અંગ્રેજી ભાષાના માઘ્યમ સાથે જોડીએ છીએ શું કામ !

જવાબ:- જીજ્ઞેશ ઉપાઘ્યાયના જણાવ્યું પ્રમાણે ગુજરાતીની નબળાઇ નથી પણ અંગ્રેજી ભાષાનું અધિપત્ય છે. મોબાઇલ કલ્ચરના કારણે બાળક નાનપણથી જ અંગ્રેજી તરફ વળ્યો છે. મોબાઇલ, વિજ્ઞાનનો હકારાત્મક ઉપયોગ જરુરી છે. માતા-પિતા બાળકની ચિંતા નથી કરતા માતૃભાષા તરફ બાળક વળે તે માટે માતા-પિતાની પહેલી ફરજ છે.

પ્રશ્ર્ન:- જો ગુજરાતીથી આપણે દુર થઇ જશું તો પ્રાચિન શબ્દોની નવી પેઢીને કેવી રીતે ખબર પડશે? નવી પેઢી આનાથી કેવી રીતે પરીચીત થશે?

જવાબ:- આપણો સાંસ્કૃતિક વારસો મહાન છે. ગુજરાતી ભાષાના વારસાને જાળવી રાખવા માટે પુસ્તક દ્વારા પ્રયત્નો થયાં છે. ચિત્ર સહિત શબ્દોની સમજણ આપી છે.

આપણે આવા પુસ્તકોનો સહારો લેવો પડે એવું પણ બને આવા દસ્તાવેજોથી ભાષાને જીવંત રાખવી પડે.

પ્રશ્ર્ન:- આજે જે સ્થિતિ સર્જાઇ છે તેના માટે જવાબદાર કોણ ? બાળક- વિદ્યાર્થી, માતા-પિતા, શિક્ષકો, માઘ્યમ કે સમાજ ?

જવાબ:- મનોજ જોશીએ જણાવ્યું હતું કે, એકબીજા ઉપર દોષારોપણ કરતાં આપણે આ માટે બધા જ જવાબદાર છીએ. બાળકને જેવો સમય-ભાવ આવવો જોઇએ એ આવતો નથી. મેદાન નથી, રમતો નથી, વાલી તરીકે આપણી જ ફરજ છે. કોલેજમાંથી ભણેલ વિઘાર્થી સાચુ ગુજરાતીનું વાકય લખી શકતો નથી. આ બાબતે આપણે સૌએ આત્મમંથન જ કરવું પડશે.

ભાષાને જીવાડવાએ પ્રત્યે ભુખ જગાડવી જરૂરી?

Sequence 02.00 35 03 03

ભાષાને જીવાડવા માટે કશુ: જ કરવાની જરૂર નથી એમાં એક પ્રકારની ભુખ જગાવવા જાવ બાળકો સાથે સાંજનો વધારાનો સમય વિતાવો વાર્તાઓ કરવાની પરંપરા જાળવો શિક્ષકો સહકાર આપે પ્રો. ડો. જીજ્ઞેશ ઉપાઘ્યાય, ગુજરાતી અઘ્યાપક, ડો. ધર્મેન્દ્રસિંહજી કોલેજ

માતૃભાષામાં જ જીવન વહેવાર થાય એ જરૂરી

77

આપણને સ્વપ્નાઓ માતૃભાષામાં જ આવે છે. દાદ-દાદી, વડિલોની વાતો સાંભળવી પડશે. ભાષા પ્રત્યે જાગૃત થવું પડશે. છાત્રો, વાલી, શિક્ષકો અને માઘ્યમોએ ખુબ જ સતેજ  રહેવું પડશે.  માતૃભાષામાં જ જીવન વહેવાર થાય એવું કરવું પડશે: ડો. મનોજ જોશી- અઘ્યક્ષ, ગુજરાતી ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

ગુજરાતી ભાષાનો લખવા-બોલવામાં વધુ ઉપયોગ જરૂરી

77 88

આપણે સૌએ ભાષાને જીવાડવા માટે ગુજરાતી ભાષાનો વધુમાં વધુ બોલવા- લખવા માટે ઉપયોગ કરવો જોઇએ. બાળક-અંગ્રેજી ભાષામાં  ભણે તે મોહ છોડવો પડશે. ગુજરાતી ભાષા બોલવા લખવા માટે બાળકોને પ્રેરવા પડશે: પ્રો. ડો. નેહલ જાની, અઘ્યામિકા, ધર્મેન્દ્રસિંહ કોલેજ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.