ભારતમાં વિવિધતામાં એકતા જોવા મળે છે ત્યારે ધાર્મિકતાની દ્રષ્ટિએ ૩૩ કરોડ દેવતાની પુજા કરવામાં આવે છે. તેવા સમયે ઘરે ભગવાન હોય કે બહાર મંદિરમાં ભગવાનને સમયે સમયે ભોગ અને પ્રસાદ ધરવામાં આવે છે અને આ પ્રસાદ સામગ્રીમાં મુખ્યત્વે મીશ્રી, ફળ, મીઠાઇનો સમાવેશ થાય છે. પરંતુ ભારતમાં એક એવા પણ ભગવાન છે જેને બાળકો અને યુવાઓની અતિપ્રિય વસ્તુ એવી ચોકલેટ ભોગ ધરવામાં આવે છે.
આવી વાત કરીએ આ ટેસ્ટ ફુલ ભગવાનીન ભારતનું વેનીસ મનાતુ એવી જગ્યા એટલે કેરળનું અલેપ્સી અથવા તો અલાપ્યુઝામાં આવેલું થેક્કન પલાની બાલસુબ્રમણ્યમ મંદિર એ એક જ મંદિર એવું છે જ્યાં ભગવાન મુરુગનની સેવામાં ચોકલેટ ધરવામાં આવે છે. અને ભક્તોને પ્રસાદ‚પે પણ ચોકલેટ જ આપવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે હિન્દુ ધર્મ ગ્રંથ અનુસાર ભગવાન મુરુગનને કાર્તિકેટના નામથી પણ ઓળખાય છે જે ભગવાન શિવ અને દેવી પાર્વતીના પુત્ર છે આ મંદિરમાં ભગવાન કાર્તિકૈયના બાળ સ્વ‚પની પુજા કરવામાં આવે છે જેને લોકો મંચ મુરુગન તરીકે પણ ઓળખે છે. ખાસ વાત તો એ છે કે અહિં દૂર-દૂરથી શ્રધ્ધાળુઓ ધરવા માટે ડબ્બા ભરી ભરીને ચોકલેટ લાવે છે.
ત્યારે પ્રશ્ન એ થાય છે કે ભગવાનને બીજુ કંઇ નહી ને માત્ર ચોકલેટ જ શું કામ ધરવામાં આવે છે. તેવા સમયે ત્યાંના સ્થાનિક લોકોનું કહ્યા અનુસાર પહેલાં ત્યાં બાળકો જ ભગવાનને ચોકલેટ ધરતા હતા કારણ બાળકોને ચોકલેટ વધુ પ્રિય હોય છે પરંતુ હવે ત્યાં આવતો દરેક શ્રધ્ધાળુ નાનો હોય કે મોટો તમામ ચોકલેટનો જ પ્રસાદ કરે છે. તો આ વાત પરથી કહી શકાય કે આ ભગવાન બાળકાર્તિકૈયને ધર્મનાં સ્વ‚પે નહિં પરંતુ એક માન્યતાના આધારે ચોકલેટનો પ્રસાદ ધરવામાં આવે છે.