આઇપીએલ-16મી સિઝનનું ‘બ્યુગલ’ વાગશે, આજે મેગા ઓકશન
બેન સ્ટોક્સ, સેમ કરણ સહિતના વિસ્ફોટક બેટ્સમેનો પર ફ્રેન્ચાઇઝીની નજર !!!
ઇન્ડિયન પ્રીમિયર લીગ હવે માત્ર ક્રિકેટ પૂરતું જ સીમિત રહ્યું નથી પરંતુ આ ક્રિકેટ લીગ ખૂબ મોટો વ્યવસાય પણ કરી રહ્યું છે અને દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા અને મજબૂત બનાવવા માટે પણ અસરકારક અને ઉપયોગી નીવડી રહ્યું છે. ત્યારે આગામી વર્ષે આઇપીએલની 16મી સિઝન રમાશે જેના માટે આજે મેગા ઓકસન યોજાશે. અરે કહી શકાય કે વર્ષ 2023 ના ઇન્ડિયન પ્રીમિયર લીગ નું બ્લુગલ વગાડવામાં આવ્યું છે અને 87 ખેલાડીઓના કિસ્મતનો આજે સૂર્યોદય પણ થશે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023નું બ્યુગલ આજે વાગશે. આઇપીએલ 2023 માટે મેગા ઑક્શન થશે. આ ઑક્શન કોચી ખાતે યોજાશે બપોરે 2.30 કલાકે શરૂ થશે. ઑક્શનમાં 405 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે, જેમાંથી 273 ખેલાડીઓ ભારતીય છે, જ્યારે 132 ખેલાડીઓ વિદેશી છે. તમામ ટીમો પ્લેયર્સ ખરીદ્યવા માટે ઘણો ખર્ચ કરશે અને ફ્રેન્ચાઇઝી બોલી લગાવશે. આ 132 ખેલાડીઓમાંથી 4 ખેલાડીઓ એસોસિયેટ દેશના છે. આ ખેલાડીઓમાં 119 કેપ્ડ ખેલાડીઓ છે. જ્યારે અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 282 છે.
આ વખતે ભારતીય સ્ટાર ખેલાડીઓ અજિંક્ય રહાણે, ઈશાંત શર્મા, મયંક અગ્રવાલ ઉપરાંત વિદેશી ખેલાડીઓ જો રૂટ, કેન વિલિયમસન, શાકિબ અલ હસન, બેન સ્ટોક્સ, સેમ કરન, લિટન દાસ, જેસન હોલ્ડર જેવા મોટા નામો મિની ઓક્શનમાં સામેલ થશે. ગત સિઝન સુધી વિલિયમસન સનરાઈઝર્સ હૈદરાબાદ અને મયંક અગ્રવાલે પંજાબ કિંગ્સનું નેતૃત્વ કર્યું હતું.
બંનેને તેમની ફ્રેન્ચાઈઝી દ્વારા રિલીઝ કરવામાં આવ્યા હતા. ફ્રેન્ચાઇઝી ટીમે અનેક મોટા ગજાના ખેલાડીઓને રિલીઝ કર્યા છે ત્યારે આ તમામ ફ્રેન્ચાઇઝી ટીમ શું જૂના જોગીઓને રીપીટ કરશે કે કેમ તે પણ એક પ્રશ્ન ઉભો થયો છે. હાલ 10 ફ્રેન્ચાઇઝી પાસે કુલ 206.5 કરોડ રૂપિયા પડેલા છે જેમાંથી તેઓએ ખાલી પડેલી જગ્યા ભરવા માટે મેગા ઓકસનમાં ભાગ લેશે. કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે સૌથી ઓછી રકમ એટલે કે 7 કરોડ રૂપિયા જ પડેલા છે.
કઈ ફ્રેન્ચાઇઝી ટીમ પાસે કેટલી જગ્યા ખાલી અને કેટલું બજેટ
ટીમ | બાકી સ્લોટ | બજેટ |
ચેન્નાઇ સુપર કિંગ્સ | 7 ( 2 વિદેશી પ્લેયર ) | રૂ.20.45 કરોડ |
દિલ્હી કેપિટલ. | 5 ( 2 વિદેશી પ્લેયર ) | રૂ.19.45 કરોડ |
ગુજરાત ટાઈટન્સ. | 7 ( 3 વિદેશી પ્લેયર ) | રૂ.19.25 કરોડ |
કલકત્તા નાઈટ રાઈડર્સ. | 11 ( 3 વિદેશી પ્લેયર ) | રૂ. 7.05 કરોડ |
લખનવ સુપર જાઇન્ટ્સ. | 10 ( 4 વિદેશી પ્લેયર ) | રૂ.23.35 કરોડ |
મુંબઇ ઇન્ડિયન્સ. | 9 ( 3 વિદેશી પ્લેયર ) | રૂ .20.55 કરોડ |
પંજાબ સુપર કિંગ્સ | 9 ( 3 વિદેશી પ્લેયર ) | રૂ.32.2 કરોડ |
રોયલ ચેલેન્જર્સ | 7 ( 2 વિદેશી પ્લેયર ) | રૂ.8.75 કરોડ |
રાજસ્થાન રોયલ્સ | 9 ( 4 વિદેશી પ્લેયર ) | રૂ.13.2 કરોડ |
સનરાઈઝ હૈદરાબાદ | 14 ( 4 વિદેશી પ્લેયર ) | રૂ.42.25 કરોડ |
આઇપીએલ ઇઝ ધ બિઝનેસ !!!
16મી સિઝનમાં પ્રથમ વખત બે કંપનીઓએ ટીવી અને ડિજિટલ રાઇટ્સ ખરીદ્યા !!!
ઇન્ડિયન પ્રીમિયર લીગ દેશની અર્થવ્યવસ્થાને વિકસિત બનાવવા માટે અત્યંત કારગત નિવડી રહી છે ત્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝનમાં પ્રથમ વખત બે કંપનીઓએ ટીવી અને ડિજિટલ રાઇટ્સ આઇપીએલના ખરીદ્યા છે જેમાં ટીવી રાઈટ ડિઝની સ્ટાર પાસે જ્યારે ડિજિટલ રાઈડ્સ વાયાકોમ18 પાસે છે.
ડિઝની સ્ટારે ટીવી રાઇટ્સ 23,575 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે જ્યારે વાયાકોમ18 એ ડિજિટલ રાઇટ્સ 23,758 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. અને કંપનીઓએ પોતાના વિશેષ પ્રોગ્રામિંગ સ્ટ્રેટેજી સાથે આવી રહી છે અને આ પૂર્વે પ્રિય ઓપ્શનમાં જ ખૂબ મોટી સંખ્યામાં લોકો ડિજિટલ પ્લેટફોર્મ મારફતે જોડાયા હતા ત્યારે આઈપીએલની 16 મી સીઝન ના ટીવી રાઇટ્સ સ્ટાર અને વાયા કોમન પાસે હોવાથી ખૂબ મોટા પ્રમાણમાં લોકો આ સીઝનને નિહાળશે. નીને પણ ખૂબ મોટો આર્થિક ફાયદો પહોંચશે.