દ્વારકાના શારદાપીઠમાં ચાતુર્માસ વ્રત અનુષ્ઠાનના પાવન પ્રસંગે ચાલી રહેલા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં સ્વામી સદાનંદજીએ શ્રીકૃષ્ણની જીવન યાત્રા વર્ણવી
પરબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણ વૃન્દાવનથી મથુરા આવીને કંસનો વધ કરીને પોતાના માતા-પિતા વસુદેવ અને દેવકીને કારાગારમાંથી મુકત કરાવે છે. આ વિચારો દ્વારકા ખાતે શારદાપીઠમાં ચાલી રહેલા ચાતુર્માસ વ્રત અનુષ્ઠાનના પાવન પ્રસંગે ચાલી રહેલા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં ઉપસ્થિત જનમેદની સમક્ષ પૂ.મહારાજે વ્યકત કર્યા હતા.
પૂજય મહારાજએ જણાવ્યું કે પોતાના માતા-પિતાની સાથે કંસના પિતા રાજા ઉગ્રસેનને પણ મુકત કરાવીને મથુરાનો રાજય સોંપી દીધું. ત્યારપછી ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામ સાંદીપની મુનિના આશ્રમમાં આવીને વિધાધ્યયન કરવા લાગ્યા. વિધાભ્યાસ સમાપ્ત કરીને ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામ પાછા મથુરામાં આવ્યા. કંસના સસરા જરાસંઘ મથુરા ઉપર વારંવાર આક્રમણ કરવા લાગ્યા. જરાસંઘના આક્રમક અને ધર્મના સ્થાપના માટે કૃષ્ણ મથુરા છોડીને દ્વારકા આવ્યા. ત્યારથી તેમનું એક નામ રણછોડ પડયું. દ્વારકા આવીને કૃષ્ણએ વિશ્ર્વકર્મા અને યોગમાયાની સહાયથી દ્વારકા નગરીનું નિર્માણ કર્યું. અહીંયા તેઓએ લક્ષ્મીનો અવતાર ‚ક્ષ્મણી સાથે વિવાહ કર્યા. ભગવાન શ્રીકૃષ્ણની આઠ પટરાણિઓ છે – ‚ક્ષ્મણી, જામ્બુવન્તી, સત્યભાષા, કાલિન્દી, મિત્રવૃન્દા, ભદ્રા, સત્યા અને લક્ષ્મણા. આ સિવાયની કૃષ્ણએ એક સાથે સોળહજાર એકસો ક્ધયાઓનું પાણિગ્રહણ કરી દ્વારકાધીશ કહેવાયા.
ભગવાન દ્વારકાધીશ અર્જુનની સાથે મળીને દુષ્ટ રાજાઓનો નાશ કરવા લાગ્યા. કેમ કે અર્જુન પાસે જોશ અને ભગવાન શ્રીકૃષ્ણ પાસે હોશ છે. જયારે જોશ અને હોશ બંનેનો સમન્વય થાય છે ત્યારે અવશ્ય વિજય પ્રાપ્ત થાય છે. મહાભારતના યુદ્ધનો પ્રારંભ થતા પહેલા જ ભગવાન શ્રીકૃષ્ણએ દુર્યોધનને કહી દીધું હતું કે એક તરફ મારી સેના અને બીજી તરફ હું સ્વયં નિશસ્ત્ર રહીશ. ભગવાન વિજયનો શ્રેય પોતાના ભકતોને આપે છે. મહાભારતના યુદ્ધના પ્રારંભ પહેલા જયારે અર્જુન મોહગ્રસ્ત થઈ ગયો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને ગીતાનો ઉપદેશ આપ્યો અને વિરાટ સ્વ‚પના દર્શન કરાવતા અર્જુનને કહ્યું કે યુદ્ધક્ષેત્રની અંદર એકઠા થયેલા બધા લોકો પોતપોતાના પ્રારબ્ધથી મૃત્યુને પ્રાપ્ત થશે. તેમનું મૃત્યુ નિશ્ર્ચિત છે. તું તો કેવલ નિમિત માત્ર છો. ભગવાન શ્રીકૃષ્ણ પોતાના પરાક્રમથી પાંડવોને વિજય અપાવે છે. જયાં નારાયણ હોય છે, ત્યાં લક્ષ્મીનો વાસ હોય જ છે અને સુખ સંપતિ રહે જ છે.
ભગવાન શ્રીકૃષ્ણના બાલમિત્ર સુદામા હતા. શાસ્ત્રોનું અધ્યયન કરી ઈન્દ્રિયોના ભોગોથી વિરકત થઈ પ્રારબ્ધથી જે કાંઈ પ્રાપ્ત થાય તેનાથી સંતુષ્ટ થઈ જીવન વ્યતીત કરતા હતા. તેમની પત્ની પતિવ્રતા હતી. એક દિવસ તેમણે સુદામાજીને કહ્યું કે સાંભળ્યું છે કે દ્વારકાધીશ તમારા મિત્ર છે. જે ભકતવત્સલ છે, જે તેમના ચસ્તોનું ધ્યાન કરે છે તેને સારા સંસારના સુખની પ્રાપ્તિ થાય છે. સુદામાએ કહ્યું કે ભગવાન પાસે નિષ્કામભાવથી જાવું જોઈએ. જેની પાસે કાંઈ નથી હોતું તેમના મિત્ર ભગવાન શ્રીકૃષ્ણ હોય છે. સુદામાનું દ્વારકાના રાજમહેલમાં ખુબ જ સ્વાગત સત્કાર થયો. સુદામાને ચોખાના બદલામાં ભગવાન શ્રીકૃષ્ણએ સુદામાને બે લોકોના અધિપતિ બનાવી દીધા.
શંકરાચાર્યજી મહારાજના સાંનિધ્યમાં સ્વામી સદાનંદ મહારાજના શ્રીમુખે ૮:૩૦ થી ૧૨:૩૦ અને સાંજે ૭ થી ૮:૩૦ સુધી શ્રીમદ્ ભાગવતામૃતનું રસપાન કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.