જ્યાં પ્રેમ છે ત્યાં તકરાર પણ છે… આ વાત આપના વડીલો કહેતા આવ્યા છે. પરંતુ અત્યારના સામયની યુવા પેઢી હજુ સુધી આ વાતને ખરા અર્થમાં સમજવામાં નિષ્ફળ સાબિત થયી છે અને એટલેજ બ્રેક આપ જેવા શબ્દોનું સ્થાન વધી રહ્યું છે. પ્રેમમાં અનુભવતી કેટલીક એવી લાગણીઓ જેને કારણે બે વ્યક્તિ વચ્ચેનો પ્રેમ તકરારનું સ્વરૂ ધારણ કરતો થયો છે પરંતુ એ બાબતને જો યોગ્ય રીતે સંજવામાં આવે તો પ્રેમ વધુ મજબૂત બની શકે છે. તો આ રહી એવી બાબતો જેના કારણે પ્રેમમાં ભંગાણ થવાનો વારો આવે છે…
વિશ્વાસઘાત…
પ્રેમ કરવા વાળી વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ હોય બંનેની પ્રેમની લાગણી શુધ્ધ અને એકબીજા પ્રત્યે વફાદાર રહેતા હોય છે પરંતુ જ્યારે પણ પ્રેમ કરવા વાલમથી કોઈ પણ કોઈના વિશ્વાસને તોડે છે તો તે સમયે જેનો વિશ્વાસ ઘવાયો છે તેને પ્રેમ પરથી જ ભરોસો ઉઠી જાય છે. જેના પગલે તે જીવનમાં બીજી વાર ક્યારેય પણ કોઇની પણ સાથે સંપૂર્ણ વિશ્વાસ સાથે પ્રેમ નથી કરી શકતો. કેટલાકની લાગણી તો એટલી હદે ઘવાની હોય છે કે અન્યોને પણ એવી સલાહ આપતા હોય છે કે ક્યારે પણ પ્રેમ પર વિશ્વાસ નહીં રાખવો.
બદનામી…
જે વ્યક્તિ પ્રેમમાં છે તેના પ્રેમને સમાજ ક્યારે પણ માનની દ્રષ્ટિએ નથી જોતો પરંતુ ખરા પ્રેમની એ એક પરીક્ષા છે, અને એ બદનામી થવા છતાં પણ બધુ સહન કરી પ્રેમને સફળ બનાવે એ જ સાચા પ્રેમીઓ છે.
જુદાઇ…
જ્યારે પ્રેમમાં જીવનભર સાથ નિભાવવાના પ્રોમિસ આપ્યા હોય અને કોઈ પણ સંજોગોને આધિ થઇ એકબીજાથી અલગ થવું પડે ત્યારે એ સાચા પ્રેમીઓ પણ માનસિક રીતે ઘવાય છે અને ડિપ્રેશનનો શિકાર બને છે.