રાજકોટ નજીકમાં ઓસમ ટેકરીઓ તરીકે ઓળખાતી ટેકરીઓની એક નાની શ્રેણી છે જ્યાં પાંચ પાંડવો તેમના વનવાસ દરમિયાન રોકાયા હોવાનું માનવામાં આવે છે. વન ડે પિકનિક સ્પોટ માટે તે શ્રેષ્ઠ સ્થાન છે. અને ચોમાસાની ઋતુઓમાં તમે ટેકરીની વાસ્તવિક પ્રકૃતિ જોઈ શકો છો.
અતિ સુંદર અને રમણીય ઓસમ પર્વત પર માત્રી માતાજીના મંદીરથી પૂર્વ તરફ જતા કાચલી વીરડો, સંત વીરડો, ટપકેશ્ર્વર મહાદેવ તથા ગૌમુખી કુંડ આવેલ છે અને માત્રી માતાજીના મંદીરથી પશ્ર્ચિમ તરફ આગળ જતા ધર્મેશ્ર્વર મહાદેવનું મંદીર આવેલ છે. હાલમાં ઓસમ પર્વતને પ્રવાસનવર્ષ અઁતર્ગત સમાવેશ કરવામાં આવેલ હોય ઓસમ પર્વત પર સરકાર દ્વારા વિકાસના કામો હાથ ધરાવેલ છે. જે પૈકી ઓસમ પર્વત પર જવા માટેનું ભવ્યાતી ભવ્ય પ્રવેશદ્વારા પણ મુકવામાં આવ્યો છે. એક મોટું જૈન મંદિર ઓસમના ઉતાર પર આવેલું છે, જે પ્રથમ તીર્થંકર ભગવાન રુષભદેવને સમર્પિત છે જે સિદ્ધ-ચક્રના ગોળાકાર આકારનું છે. આ ઉપરાંત, ગામમાં એક બીજું જૈન મંદિર છે જે ભગવાન સીમંધર સ્વામીને સમર્પિત છે.
પર્વત ઉપર ત્રણ મહત્વપૂર્ણ મંદિરો છે, એક માત્રી માતાજી નું મંદિર છે, બે ભગવાન શિવને સમર્પિત છે, એક ટપકેશ્વર મહાદેવ અને બીજું ભીમનાથ મહાદેવ જે ભીમકુંડની નજીક છે. સૌરાષ્ટ્ર ના મોટાભાગ ના ક્ષત્રિય પરિવારોમાં માત્રી માતાજી પૂજનીય છે.
દર વર્ષે હિંદુ કેલેન્ડરના શ્રાવણ અમાવશ્યા (અંધારા અર્ધનો છેલ્લો દિવસ) ના રોજ લોક-મેળા નું આયોજન કરવામાં આવે છે. જેમાં દર્શનાર્થીઓ માતાજી ના દર્શન કરવા માટે દૂર-દૂરના વિસ્તારોમાંથી ઉમટી પડે છે.પાટણવાવ ગામ ઘણા હિન્દુઓ અને જૈનોનું તીર્થસ્થાન બની ગયું છે. પ્રશાશન દ્વારા આ તિર્થસ્થળનું સારી રીતે વ્યવસ્થાપન કરાઇ રહ્યું છે.મંદિર પર ઉપર રહેવા અને જમવાની પણ સારી એવી વ્યવસ્થા કરાયેલી છે. કેટલાક માઈભક્તો નવરાત્રિ માં અહી જ રહીને માં ની ભક્તિ અને આરાધના કરે છે.
રમણીય ઓસમ પર્વત પર ભીમની થાળી, ભીમકુંડ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
પ્રખ્યાત હિલ સ્ટેશન ઓસમ પર્વત પર મહાભારત કાળનો ઇતિહાસ હજુ મોજુદ છે અહીં પાંડુપુત્ર પુત્ર ભીમસેને મહાદેવની સ્થાપના કરી હતી તે ભીમનાથ મહાદેવનું અતિ પ્રાચની મંદીર આવેલું છે. તેની બાજુમાં જ ભીમસેને બનાવેલ કુંડ આવેલ છે જે અત્યારે ભીમકુંડના નામથી ઓળખાય છે. તથા આ રમણીક પર્વતની શોભામાં અભિવૃઘ્ધિ કરતા નાના મોટા ચૌદ તળાવો પણ આવેલ છે.
ભીમ ની થાળી, પાટણવાવ
પાંડવોએ અહીં વનવાસ કર્યો હતો. તે સમયે પાંડુપુત્ર ભીમ જે થાળીમાં જમતો તે ભવ્ય થાળી પણ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.પાષાણયુગની આ પથ્થરની થાળી અંદાજે છ ફુટ જેટલી ભવ્ય છે. ભીમે બનાવેલ મંદીર જે ટપકેશ્ર્વર મહાદેવની પુજા કરી પછી જ ભીમ આ થાળીમાં જમતો તેવી લોકવાયકા છે.આ ઉપરાંત ભીમે બનાવેલ કુંડ ર1મી સદીમાં પણ બારે માસ પાણીથી ભરેલો રહે છે અને તેના પવિત્ર જળથી શિવલીંગને અભિષેક થતો રહે છે. આ ઉપરાંત વર્ષો પુરાણું હિડિમ્બા વન લોકોની પ્રિય જગ્યા છે.
ભીમ નો કોઠો, પાટણવાવ,રાજકોટ