વડાપ્રધાન મોદી અત્યારે ઇકોનોમી અને ટેરેરિઝમ આ બે મુદાનો કાર્યક્રમ ચલાવી રહ્યા છે. આ બે જ મુખ્ય મુદાથી દેશ સમૃદ્ધિ તરફ આગેકૂચ કરી રહ્યું છે. ખાસ સુરક્ષાના મુદા ઉપર સરકાર અત્યંત ગંભીર છે. સરકાર જ્યાં આતંકી હૂંમલો થયો તે જ તાજ હોટેલમાં આતંકવાદ સામેની રણનીતિ ઘડી આતંકવાદને એક મોટો સંદેશ આપશે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ કાઉન્ટર ટેરરિઝન કમિટીની મહત્વપૂર્ણ બેઠક આ મહિનાના અંતમાં ભારતમાં યોજાવવા જઈ રહી છે. બેઠકની શરૂઆત 28 ઓક્ટોબરના રોજ મુંબઈમાં થશે, જ્યારે તેનું પૂર્ણ અધિવેશન આગામી 29 ઓક્ટોબરના રોજ નવી દિલ્હીમાં થશે. કમિટીમાં સામેલ 15 દેશ ઈન્ટરનેટ, ડાર્ક વેબ અને ટેક્નોલોજીનો આતંકી ઉપયોગ વિરુદ્ધ રણનીતિ બનાવશે..
તજજ્ઞોનું માનવું છે કે ડાર્ક વેબ અને ઈન્ટરનેટથી આતંકવાદી ઘટનાઓને પ્રોત્સાહન આપવામાં પાકિસ્તાનનું નામ ઘણી ઘટનાઓમાં સામે આવ્યું છે. ભારત તેના ત્યાં યોજાનારી બેઠકથી પોતાના પક્ષમાં કોઈ ખરડો પસાર કરાવવામાં સફળ થઈ શકે છે. ભારતે તેના માટે કૂટનીતિક તૈયારીઓ પણ કરી લીધી છે. સાત વર્ષ પછી આ પ્રથમ અવસર છે, જ્યારે સુરક્ષા પરિષદની આ સમિતિ ન્યૂર્યોક મુખ્યાલય બહાર યોજાવા જઈ રહી છે.
સંયુક્ત રાષ્ટ્ર કાઉન્ટર ટેરરિઝમ કમિટીની બેઠક મુંબઈના તાજ હોટેલમાં યોજાશે. આ જ તાજ હોટેલમાં પાક. આતંકવાદીઓએ 26/11 હુમલો કર્યો હતો. તેમા 30 લોકોના મોત થયાં હતાં. કમિટીના ચેરપર્સન રુચિરા કંબોઝનું કહેવું છે કે આ બેઠક આતંકવાદના કારણે માર્યા ગયેલા લોકો પ્રત્યે શ્રદ્ધાંજલી હશે. તેનાથી સંદેશ જશે કે આતંકવાદ વિરુદ્ધ આપણે એક છે.
બીજી તરફ સરકાર હાલ દરિયાઈ સુરક્ષા ઉપર પણ પૂરતું ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ખાસ કરીને આતંકવાદ અને નશાના કાળા કારોબાર માટે દરિયાનો ઉપયોગ થતો હોય તેને રોકવા માટે સતત પગલાઓ લઈ રહી છે.