અબતક, રાજકોટ
સ્થાનકવાસી જૈન મોટા સંઘ વિરાણી પૌષધશાળા ખાતે કુ. રોશનીબેનના દીક્ષા મહોત્સવ પ્રસંગે પૂ. ધીરગુરુદેવ જણાવેલ કે, સંયમયાત્રા એટલે જેમાં પ્રયાસ છે અને પરિણામ પણ છે. જેમાં વિચાર છે અને વિકાસ પણ છે જેમાં સાધના છે અને સિઘ્ધિ પણ છે.
જયારે સંયમ જીવન એટલે જયાં ત્યાગ સીમીત છે પણ આનંદ અસીમ છે જયાં કષ્ટો અચૂક છે. પણ પ્રસન્નતા પારાવાર છે.
તા.4 ને શનિવારે રાજકોટના સંઘોવતી દીક્ષાર્થીનું સમુહ સન્માન વ્યાખ્યાન સમયે સવારે 10 કલાકે યોજાશે. તા. 10 ને શુક્રવારે સમુહ 999 આયંબિલ તપનું દિવ્ય આયોજન છે. પચ્ચકખાણ વ્યાખ્યાન સમયે તેમજ આયંબિલના તપસ્વીઓ માટે 9 ભાગય વિજેતા ડ્રો થશે.
સ્થાનકવાસી જૈન મોટાસંઘમાં દીક્ષા મહોત્સવ પ્રસંગે ધીરગુરુદેવ અવિરત બોધની જ્ઞાન ગંગા વહેવડાવી
‘અબતક’ ચેનલ, યુ-ટયુબ અને ફેસબુક ઉપર લાઈવ પ્રસારણ