મુખ્ય મંત્રી વિજય રૂપાણી આજે રાજકોટની મુલાકાતે છે. ત્યારે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ 26 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી ગુજરાત-સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતના પ્રવાસને લઇ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી ગુજરાત ભલે આવે, તે જ્યાં જાય છે ત્યાં કોગ્રેસ હારી જ છે અને ભાજપ ફાયદો થાય છે.
રાજ્ય સરકાર દ્વારા એક વર્ષમાં 80,000 યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે, 10 લાખ યુવાનોને ખાનગી સેક્ટરમાં નોકરી અપાવી છે. છેલ્લા 20 વર્ષના આટલા બધા નાણાં પ્રજાના વિકાસ માટે જ વાપર્યા છે.430 કરોડના ખર્ચે આ વિસ્તારના 52 ગામમાં પાણી પહોંચાડવા મંજૂર કર્યા છે. કાયમ માટે શુદ્ધ પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરાશે. નરેન્દ્ર મોદી ના નેતૃત્વ પહેલા રાજ્યનું બજેટ 7500 કરોડ હતું. હમણાં ફેબ્રુઆરીના 1 લાખ 72 હજાર કરોડ મંજૂર કર્યું છે. 8 કરોડની જમીન પર શાપર વેરાવળમાં ફાયર સ્ટેશન બનશે.