કલાનો વારસો ગુણવંતભાઇને માતા-પિતા પાસેથી મળ્યો
સમગ્ર ગુજરાતના ટોપટેન હાસ્ય કલાકારોમાં ગણના પાત્ર અને નાની ઉમરમાં હાસ્ય કલા ક્ષેત્રે હરણફાળ ભરનાર રાજકોટના પ્રસિઘ્ધ હાસ્ય કલાકાર ગુણવંત ચુડાસમાનો જન્મ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બેરાજા (ભલસાણ) ગામે થયો છે.
પિતા લીલાધરભાઇ લોકવાર્તાઓને પોતાની આગવી કોઠા સુઝથી માત્રને માત્ર પોતાના નિજાનંદ માટે ગ્રામવાસીઓ સમક્ષ રજુ કરવા ઉપરાંત રામાયણના પણ સારા વકતા હતા.
ઉપરાંત માતા મુકતાબેન તાલ સ્વર અને લયબઘ્ધ લગ્નગીતો ગાવામાં નિપુણ હોય એ વખતમાં સ્નેહી-સગા તેમજ ગામમાં લગ્ન પ્રસંગે લગ્ન ગીતો ગાવા માટે ખાસ આમંત્રણ મળતુ, આજ પણ તેને પ૦૦ થી વધારે પ્રાચિન લગ્નગીતો કંઠસ્ય છે. આમ કલાએ કલા જ છે જેથી કલાનો વારસો ગુણવંતભાઇને માતા-પિતા પાસેથી મળ્યો છે તેમ કહી શકાય.
હાસ્ય કલાની દુનિયામાં ડગલા માંડતા પહેલા ગામડે આરી ભરતનું કામ કરતા ચુડાસમાએ રાજકોટને કર્મભૂમિ બનાવી સૌ પ્રથમ નાટય કલામાં ઝંપલાવ્યું હતું.
એ સમયમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સા નામ ધરાવતા મુળ રાજકોટના સુરેશ રાવલના એકટીંગ કલાસ જોઇન્ટ કરી તેના ચાર પાંચ નાટકોમાં અભિનય પણ કર્યો દરમ્યાન એક લગ્ન પ્રસંગમાં આવેલા ‘સાંસ ભી કભી બહુથી’ સીરીયલના ડાયલોગ રાયટર દિલીપ રાવલની ઉપસ્થિતિમાં ગુણવંતભાઇએ પ્રથમ હાસ્ય રસનો કાર્યક્રમ રજુ કરી લોકોના મંત્ર મુગ્ધ કર્યા ચુડાસમાની હાસ્યની કલાથી પ્રભાવીત થઇ દિલીપ રાવલે મુંબઇ ખાતે કાર્યક્રમ આપવાનું આમંત્રણ આપ્યું અને મુંબઇ ખાતેના કાર્યક્રમ બાદ ગુણવંતભાઇએ પાછુ વળીને જોયું નથી.
ઇ ટીવી દ્વારા રમુજ નો રાજા હાસ્ય સ્પર્ધામાં વીનર થયા પછી ‘રમુજ નો રાજા’ જાણે ચુડાસમાનું તખલ્લુસ હોય તેમ નામની આગળ આ વાકય જીવનમાં ઉતારનાર આ હાસ્ય કલાકારે વિદેશમાં સીંગાપુર, અબુધાબી, દુબઇ, કેન્યા, હોંગકોગ તેમજ દેશના મહારાષ્ટ્ર, છત્તીસગઢ, દિલ્હી, કલકતા વગેરે જેવા રાજયો શહેરોમાં હાસ્યના કાર્યક્રમો દ્વારા ખુબ જ લોક ચાહના મેળવી છે.
કલાગુ અને પ્રસિઘ્ધ સાહિત્ય હાસ્ય કલાકાર અને કવિ ગુલાબદાનજી બારોટ તેમજ વ્યવસાય ગુરુ હાસ્ય કલાકાર વસંત પરેશ ‘બંધુ’ની અવિરત પ્રેરણાથી દુરદર્શન તેમજ યુ ટયુબમાં હાસ્યના અનેક કાર્યક્રમો આલબમો પ્રકાશમાં છે.કલાકાર હમેશા મુડમાં જ હોવો જોઇએ અને કાર્યક્રમ દરમ્યાન લાગણી કે ભાવનાને લક્ષમાં ન લેવી જોઇએ, કારણ કે કણતાની કુંખે હાસ્ય જન્મે છે તેવું કહેતા અને તેને જીવનમંત્ર બનાવનાર ગુણવંત ચુડાસમા નો સુરત ખાતે યોજાયેલ મેગા શો કે જેમાં સ્ટેજ પર કાર્યક્રમ આપવાનું એનાઉન્સમેન્ટ થયું તે વેળાએ સમાચાર મળ્યા કે દિકરીથી વ્હાલી ભત્રીજીનું દુ:ખદ અવસાન થયું છે. આ દુ:ખદ સમાચારને દીલમાં સમાવી વિશાળ જનમેદની પોતાની આગવી છટ્ટા સાથે પેટ પકડીને હસાવ્યા હતા. બાદમાં સ્પેન્ડર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે જે કલાકારને આપ માણી રહ્યા હતા તે રમુજનો રાજા ગુણવંત ચુડાસમાની વ્હાલી ભત્રીજીએ ત્રણ કલાક પહેલા જ આ ફાની દુનિયા છોડી અનંત ના માર્ગે પ્રયાણ કર્યુ છે. આ શબ્દો સાંભળતા જ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાજનો વિભોર થયા હતા એટલે જ ચુડાસમા કહે છે કે વેદના કુખે જન્મે છે હાસ્ય