આજે શાળા-કોલેજોમાં કેળવણીને નામે જે કંઈ શીખવવામાં આવે છે એમાં સ્નેહ, સેવા, સમર્પણ પર આધારિત ધાર્મિક મૂલ્યો કેબીજા કોઈ જ મૂલ્યો હોતા નથી. યુવક કે યુવતી આગળ એથી કોઈ આદર્શ ઉભો થતો નથી. આ કેળવણી તેઓને લાલસા કે આનંદ પાછળ દોડતા કરી મૂકે છે. અને તેઓમાં જીવનની નિરર્થકતાની લાગણી વિકસાવે છે.કેવળ ધર્મ જ વ્યકિતના જીવનને સંગતી અને અર્થ આપે છે. સાથોસાથ આપણે એ હકીકત પ્રત્યે પણ આંખમીચામણા ન કરવા જોઈએ કે આપણે ધર્મની વાતો ઘણી કરીએ છીએ. પરંતુ ધર્મનું આજની યુવાન પેઢીની આવશ્યકતઓને સંતોષે તેવું મનોવૈજ્ઞાનિક અને સામાજીક અર્થઘટન આપી શકયા નથી.

ધર્મ એ લાલસા કે સુખને શોધનારો જીવન માર્ગ નથી. ધર્મનો માર્ગ તો નેહ, સેવા, સમર્પણ અને સંશુધ્ધિનાં મૂલ્યોને ધારણ કરે છે. જો આપણે આ મૂલ્યોને નિષ્ઠાપૂર્વક જાળવી રાખીએ, એટલે કે ધર્મભાવના વિકસાવીએ તો જ આ જીવન માર્ગ આપણો બની શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.