તાઉતે વાવાઝોડાને કારણે આપણે ઘણી- બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઠેર-ઠેર વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો. વાયરસ અને વાવઝોડાને કારણે માણસો ઘરમાં પુરાઈ ગયા હતા ત્યારે વરસાદી માહોલ માણતા જંગલના રાજા સિંહોનો વિડીયો પણ વાઇરલ થયો છે. જેમાં તે વાતાવરણનું લૂફ્ત લેતા હોય તેવું લાગી રહ્યું છે. આ વિડીયો ઓસ્ટ્રેલીયાનો છે જેમાં સિંહો વહેતા પાણીની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે.
વાદળછાયું વાતાવરણ અને પાણીની વચ્ચેથી પસાર થતાં સિંહોને જોઈને મન એકદમ પ્રફુલીત થઈ જાય છે. જેમાં 10 જેટલા સિંહો એક સાથે આપણે જોઈ શકીએ છીએ. આજુબાજુનું વાતાવરણ વાદળછાયું છે તાઉતે વાવાઝોડાના કારણે વરસાદ વરસ્યો, ત્યારે પુલ ઉપરથી પાણી વહેતું જાય છે અને 10 સિંહ તેની મસ્તીમાં પસાર થઈ રહ્યાના દ્રશ્યો વનકર્મીએ પોતાના કેમેરામાં કેદ કર્યા છે. આ વીડિયો જોઇને મજા પડી જશે !
રાજ્ય સરકારના સચિવ રાજીવ ગુપ્તાએ આંકોલવાડી ગીરમાં વિહરતા 10 સિંહને દુર્લભ ગણાતો આ વીડિયો પોતાના ટ્વિટર અકાઉન્ટ પર ટ્વિટ કર્યો હતો ઉપરાંત લખ્યું હતું કે તાઉ-તે વાવાઝોડા બાદ ગીરમાં રહેલા સિંહ સલામત છે. સમગ્ર સ્ટાફ સિંહ પર નજર રાખી રહ્યો છે.ત્યારબાદ આ વિડીયો માટે ઘણા વાદ-વિવાદ થયા છે કારણકે આ વિડીયો ગીરનો નથી છતાં પણ તેની પુષ્ટિ કર્યા વગર આ વિડીયો ચડાવવામાં આવ્યો હતો. આ વિડીયો માટે વિરોધ થયા બાદ રાજીવ ગુપ્તાએ પોતાના અકાઉન્ટ પરથી આ વિડીયો ડિલીટ કર્યો છે.