બેબી ઓઇલ અને તેના વિવિધ ઉપયોગો…શું તમને બેબી ઓઇલના આ ઉપયોગ વિષેની જાણ છે???
નાનકડા નાજુકડા બાળકો ખૂબ કોમળ હોય અને ખાસ તેની ત્વચા તો એટલી નાજુક હોય છે કે તેનું ખાસ ધ્યાન રાખવા માટે સ્પેશિયલ બેબી ઓઇલ બનાવવામાં આવ્યા છે જેમાં મસાજ ઓઇલ, બેબી હેર ઓઇલનો સમાવેશ થાય છે. પરંતુ શું એવું ક્યારેય વિચાર્યું છે કે આ બેબી ઓઇલનો ઉપયોગ તમે કઈ રીતે કરી શકો ? તો તેના માટે આહિ વાંચો કે બેબી ઓઇલના અન્ય ઉપયોગો શું છે.
બાળકના માથામાં જુ થયી હોય તો તેને દૂર કરવા માટે બેબી ઓઇલનો ઉપયોગ કરી શકાય છે, જેના માટે બેબી ઓઇલમાં થોડા ટીપાં ટી ટી ઓઇલના ઉમેરી તેને બાળકના માથા પર લગાવો.
કાનમાં જમા થયેલા મેલને દૂર કરવા માટે બેબી ઓઇલના બે ત્રણ ટીપાં નાખી થોડી વાર બાદ મેલ કાઢવાની કોશિષ કરો મેલ સોફ્ટ થયી આરામથી નીકળી જશે.
ડિલિવરી બાદ મોટા ભાગની સ્ત્રીઓને સ્ટ્રેચ માર્કસની સંશયા રહેતી હોય છે જેના કારણે તેને ભારે પરેશાની ભોગવવી પડતી હોય છે. તો તેને દૂર કરવા માટે પણ બેબી ઓઇલ કારગર નિવડું છે, જેના માટે રોજ બેબી ઓઇલથી ત્યાં હળવા હાથે મસાજ કરવાથી થોડા જ દિવસોમાં તેની અસર જોવા મળશે.
ચ્વિંગમ ખાવી તો બૌ ભાવે છે પરંતુ જો તે ક્યાંય ચોંટી જાય તો તેને કાઢવી ખૂબ મુશ્કેલ થયી પડે છે, પરંતુ બેબી ઓઇલ આ પરેશાનીને પણ સરળ રીતે દૂર કરવામાં મદદરૂપ થાય છે જેના માટે વાળમાં કે ક્યાંય પણ લાગેલી ચ્વિંગમને દૂર કરવા માટે તેના પર થૂડું બેબી ઓઇલ લગાવી ચ્વિંગમને ધીમે ધીમે દૂર કરતાં જાવ. અને વાળમાં લાગેલી ચ્વિંગમને દૂર કરવા માટે ત્યાં પહેલા બેબી ઓઇલ લગાવો અને પછી હળવા હાથે ત્યાં કાંસકો ફેરવતા ફેરવતા ચ્વિંગમને દૂર કરતાં જાવ સરળતાથી દૂર થયી જશે.