- તું કર્મ કર ફળની ચિંતા ન કર
ભાગવત ગીતા સૌથી આદરણીય હિંદુ ગ્રંથોમાંનું એક છે. ભાગવત ગીતા દરેક અસ્તિત્વમાં સ્વ.(આત્મા) અને સર્વોચ્ચ સ્વ. (બ્રહ્મ)નું અસ્તિત્વ દર્શાવ છે. ભગવત ગીતા ધર્મ, આસ્તિક ભકિત અને મોક્ષના યોગિક આદર્શ વિશેના વિવિધ હિંદુ વિચારોનું સંશ્ર્લેષણ રજુ કરે છે. ભગવદ ગીતા લોકો માટે આચરણની નૈતિકતા છે. ભાગવતએ શ્રી કૃષ્ણ અને રાજકુમાર અર્જુન વચ્ચેનો સંવાદ છે. અર્જુન માટે ભગવાન શ્રીકૃષ્ણ પોતે સારથિ બન્યા હતા. અને ગાંધારીના શ્રાપના પ્રાપ્તકર્તા બન્યા હતા. આજે ભાગવદ્દ ગીતાના સૌથી પ્રચલિત અને શકિતશાળી પાંચ શ્ર્લોકોનો અર્થ સમજીએ.
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન શ્ર્લોકનો અર્થ સરળ ભાષામાં સમજીએ તો વ્યકિતને જે કર્તવ્ય નિભાવવું જોઇએ તે કરવાનો અધિકાર છે. પરંતુ તે ક્રિયાઓના ફળનો હકકદાર નથી. ભાગવત ગીતોના આ શકિતશાળી અને પ્રસિઘ્ધ શ્ર્લોક આપણી જવાબદારીઓ અને ક્રિયાઓ પર ઘ્યાન કેન્દ્રીત કરવાનું મહત્વ શીખવે છે. આ શ્ર્લોક લોકોને એકાગ્રતા અને ઇમાનદારી સાથે કાર્ય કરવા પ્રેરિત, પ્રોત્સાહીત કરે છે. મનુષ્ય દ્વારા પરિણામોની ઇચ્છાને છોડી દેવાથી તેમને કરેલા પ્રયત્નોમાં શાંતિ અને સંતોષ પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આત્માના શાશ્ર્વત સ્વભાવ (આત્મા) અને શરીરના અસ્થાયી સ્વભાવ વિશે શીખવે છે શ્રી કૃષ્ણ અર્જુનને યોઘ્ધાની ફરજ અલાયદી અને દુ:ખ વિના નિભાવવાની સલાહ આપે છે. આપણે ફરજ ઉપર ધ્યાન કેન્દ્રીય કરવું જોઈએ નહીં કે ફળ ઉપર
અહં સર્વસ્ય પ્રભવો મત: સર્વ પ્રવર્તતે શ્ર્લોક સરળ છે પરંતુ અર્થ ખુબ જ શકિતશાળી છે. શ્રી કૃષ્ણ કહે છે કે હું તમામ આઘ્યાત્મિક અને ભૌતિકનો સ્ત્રોત છું. જે અસ્તિત્વમાં છે તે મારામાંથી નીકળે છે. આ શ્ર્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ ભારપૂર્વક જણાવે ે કે તેઓ પૃથ્વી પરના તમામ સ્વરૂપોમાંના તમામ જીવનનું કારણ છે. તે તેના દૈવી સર્વ શકિતમાનના નિવેદન જેવું છે. જે લોકોને યાદ અપાવે છે કે બ્રહ્માંડની દરેક વસ્તુઓ તેનામાંથી ઉદભવે છે. આ શ્ર્લોક તમામ જીવોની પરસ્પર જોડાણ અને દરેક વસ્તુની અંદરની દૈવી હાજરી પર પણ ઘ્યાને કેન્દ્રીત કરે છે. મનુષ્ય પોતે પોતાની જાતે જ એટલો સક્ષમ છે કે જેમાં સર્વસ્વ સમાયેલ છે.
ક્રોધાભ્દવતિ સમ્મોહ સમ્મોહાત્સમૃતિવિજમ: સ્મૃતિ જીંશાદ બુઘ્ધિનાશો બુઘ્ધિનાશાપ્રણશ્યતિ શ્ર્લોક ક્રોધની નકારાત્મક શકિતને સજાવતો શ્ર્લોક છે. આ શ્ર્લોકનો અર્થ સમજીએ તો ક્રોધમાંથી ભ્રમણા આવે છે. અને ભ્રમણામાંથી, સ્મૃતિ વિચલિત થાય છે. જયારે સ્મૃતિ ભ્રમિત થાય છે. ક્રોધમાં વિનાશની શકિત છે. કારણ કે તે ક્રોધ અને ભ્રમણા, અસ્પષ્ટ યાદો અને તર્કસંગત વિચારસરણીની ખોટ વર્તાય છે. ક્રોધના કારણે વ્યકિતનું મન વ્યગ્ર થઇ જાય છે. એટલે કે તે મુર્ખ બની જાય છે. જેના કારણે તેને યાદશકિત ગુંચવાઇ જાય છે. સ્મૃતિ પરમાં મૂંઝવણને કારણે મનુષ્યની બુઘ્ધિનો નાશ થાય છે. જયારે બુઘ્ધિનો નાશ થાય છે. ત્યારે માણસ પોતાનો વિનાશ કરે છે.
યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માન સુબામ્યહમ આ શ્ર્લોક સૌથી વધુ પ્રચલિત છે. આ શ્ર્લોક નાના બાળકોથી લઇને વૃઘ્ધો તમામ લોકોને આ શ્ર્લોક કંઠસ્થ હશે. આ શ્ર્લોકનો અર્થ સરળ ભાષામાં કહીએ તો શ્રી કૃષ્ણ કહે છે કે જયારે પણ ધર્મ અથવા સચ્ચાઇમાં ઘટાડો થશે અને દુષ્કમોમાં વધારો થશે. તેને શું તેને નાબુદ કરવા માટે પૃથ્વી પર સ્વરુપ લઇશે. આ શ્ર્લોક દ્વારા શ્રીકૃષ્ણ અર્જુનને ખાતરી આપે છે કે જયારે પણ નૈતિકતા અને પ્રમાણિકતા કે પૃથ્વી પર કોઇપણ પ્રકારનો અન્યાય થશે. ત્યારે ભગવાન પોતાને પ્રગટ કરશે. પાછા આવશે. અને ન્યાયીપણું પુન:સ્થાપિત કરશે. પૃથ્વી પર જ્યારે અન્યાય અત્યાચાર અને જુલમ થશે ત્યારે હું (ભગવાન)આવતો રહીશ. અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશ્યસ્થિત: શ્ર્લોકનો અર્થ છે કે હું તમારા જીવોના હ્રદયમાં છું. જેમ નાના બાળકોને બાળપણમાં કહેવામાં આવે છે કે ઇશ્ર્વર તમારા હ્રદયમાં છે. પછી તે આત્મામાં હોય કે સામગ્રીમાં આ શ્ર્લોક દૈવીની શકિત અને પવિત્રતાને પ્રકાશિત કરે છે. જે તમામ જીવીત સ્વરુપોમાં હાજર છે. કૃષ્ણ કહે છે કે આત્મા અથવા શાશ્ર્વત આત્મા બધા જીવોના દિવ્ય હ્રદયમાં રહે છે. તે વેદોમાં પણ વર્ણવેલ છે. ભગવાન આપણા બધા જીવોના આત્મામાં બિરાજમાન છે. અને આત્માને ચેતના અને અમરત્વ પ્રદાન કરે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે, મારામાં તમામ જીવ વસે છે હું તમામ જીવમાં વસું છે