રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત 2.0અંતર્ગત શહેરના વોર્ડ નં.1 થી 18માં વન-ડે, વન-વોર્ડ મુજબ સફાઇ મહાઝુંબેશ હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત વોર્ડ નં.16માં નિર્મળ ગુજરાત-2.0 અંતર્ગત સફાઈ મહાઝુંબેશ યોજવામાં આવેલ. આ વોર્ડમાંથી 137 ટનકચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આવતીકાલે વોર્ડ નં.17માં નિર્મળ ગુજરાત-2.0 અંતર્ગત સફાઈ મહાઝુંબેશ હાથ ધરવામાં આવશે.
વોર્ડ નં.16માં સફાઈ મહાઝુંબેશમાં મેયર નયનાબેન પેઢડીયા,શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, સેનિટેશન સમિતિના ચેરમેન નીલેશભાઈ જલુ, કોર્પોરેટરો નરેન્દ્રભાઈ ડવ, સુરેશભાઈ વસોયા, કંચનબેન સિધ્ધપુરા, રૂચીતાબેન જોષી, શહેર ઉપપ્રમુખ પુજાબેન પટેલ, હિતેશભાઈ ઢોલરીયા, રાજકોટ શહેર ભાજપ મંત્રી ભરતભાઈ શીંગાળા, હરેશભાઈ કાનાણી, વોર્ડ પ્રમુખ રાજુભાઈ લીલા, પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ કિયાડા, બક્ષીપંચ મોરચાના મંત્રી હિરેનભાઈ ગૌસ્વામી અને હિતેશભાઈ દાસોટીયા, બુથ સશક્તિકરણ ઇન્ચાર્જ રાયમલભાઈ ચાવડા, અગ્રણી રમેશભાઈ ઉંઘાડ, જતીનભાઈ પટેલ, લીલાબેન રાવલ, યુવા મોરચાના ઉપપ્રમુખ પીયુશભાઇ જલુ અને અર્જુનભાઈ ડવ, યુવા મોરચાના પ્રમુખ જયદીપભાઈ કાકડીયા, મહિલા મોરચાના મહામંત્રી દેવિકાબેન રાવલ, મનીષાબેન ગોહિલ, મહિલા મોરચાના મંત્રી ચાંદનીબેન ગોંડલિયા, મહિલા મોરચાના પ્રભારી ચંપાબેન બાલસરા, મહિલા મોરચાના ઉપપ્રમુખ જસુબેન રૈયાણી, મહિલા મોરચાના કારોબારી સભ્ય ભાવનાબેન, હંસાબેન પરમાર અને સોનલબેન વેકરીયા જોડાયા હતા.