વાલીઓએ સિનિયર કોચને કરી રજુઆત
શહેરના ક્રિકેટ ગ્રાન્ઉડ ઉપર ઉગતા ખેલાડીઓને રમવાની મનાઇ કરી દેવતા લોકરોષ ભભૂકયો છે. આ અંગે વાલીઓએ સીનીયર કોચને રજુઆત કરી હતી. ક્રિકેટના છોટા કાશીનું બિરૂદ મેળવનાર જામનગરના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઉગતા ક્રિકેટના ખેલાડીઓને ક્રિકેટ રમવાની મનાઇ ફરમાવતા વાલીઓ રોષની લાગણી ફેલાઇ હતી. જેને લઇને વાર્લીઓએ સરકારના સિનિયર કોચ સંદિપ ચૌહાણને લેખિતમાં રજૂઆત કરી હતી અને યુવા ખેલાડીઓને રમવા દેવાની મનાઇ કરાતા ખેલાડીઓમાં અને વાર્લીઓમાં રોષ ભભુકર્યો હતો.
ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઘણા લાંબા સમયથી સરકાર દ્વારા નેટ બંધ કરી દેવાઇ છે. જેથી 60 જેટલા ક્રિકેટના યુવા ખેલાડીઓને ખાનગી ક્રિકેટ પ્રેમીઓ દ્વારા દડા-બેટ સહિતની વસ્તુઓ પ્રોવાઇડ કરવામાં આવે છે. આમ છતા સિનિયર કોચ પણ માર્ગદર્શન માટે હાજરી આપતા નથી. આવા વિવિધ પ્રશ્નોને લઇને આજે ખેલાડીઓના વાર્લીઓએ લેખિતમાં રજૂઆત કરી હતી. પત્રમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે,
જો ઉગતા ખેલાડીઓને નેટ પ્રકેટીશની મનાઇ કરી દેવાશે તો ખેલાડીઓનું ભાવિ ધુંધળુ બનશે એટલુ જ નહી ગુજરાત સરકાર દ્વારા જયારે રમશે ગુજરાત અને જીતશે પણ ગુજરાત દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે ત્યારે જામનગરના સરકારી કોચ દ્વારા ક્રિકેટના ખેલાડીઓને મનાઇ કરી દેવાતા ભારે ચર્ચા જાગી છે.